Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં, ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં

Jamnagar: જામનગરમાં બાજરા સંસોધન કેન્દ્રના નિવૃત પ્રોફેસર સાયબર ગઠીયાઓની માયાઝાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, શેર બજારમાં ઊંચું રીટર્ન આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.
jamnagar  સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં  ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં
Advertisement
  1. બાજરા સંસોધન કેન્દ્રના નિવૃત પ્રોફેસર માયાઝાળમાં ફસાયા
  2. કુલ મળીને 50 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું
  3. સાયબર ઠગો ઘરે આવી આઠ લાખની રકમ રોકડમાં પણ લઈ ગયા

Jamnagar: સાયબર ક્રાઈમની ઘટનાઓ અત્યારે ખુબ જ વધી રહીં છે, જેમાં કેટલાય લોકોના કરોડો રૂપિયા ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે જામનગરમાં સાયબર ઠગાઈનો એક કેસ સામે આવ્યો છે. જામનગરમાં બાજરા સંસોધન કેન્દ્રના નિવૃત પ્રોફેસર સાયબર ગઠીયાઓની માયાઝાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, શેર બજારમાં ઊંચું રીટર્ન આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.

આ પણ વાંચો: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

Advertisement

સાયબર ઠગોએ કુલ મળીને 50 લાખ રૂપિયા પડાવ્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સાયબર ઠગોએ ત્રણ મહિનામાં 50 લાખનું રોકાણ પ્રોફેસર પાસે કરાવ્યું હતું. મળી જાણકારી પ્રમાણે બેંક મારફતે 23 લાખ, રોકડા આઠ લાખ અને પત્નીના 18 લાખના શેર તેમ કુલ મળીને 50 લાખ રૂપિયા પડાવી લેવાયા હતાં. સાયબર ઠગોએ કન્ફ્લુંએન્સ રીસર્ચ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. આવી રીતે પ્રોફેસર સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ પણ વાંચો: સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

સાયબર ઠગો ઘરે આવીને રોકડ રૂપિયા પણ લઈ ગયા હતાં

ચોંકાવનારી વાત તો એ છે કે, એક શખ્સ તો જામનગર આવી આઠ લાખની રકમ રોકડમાં પણ લઈ ગયો હતાં. આ સમગ્ર મામલે નિવૃત પ્રોફેસર શામજીભાઈ અટારાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબલેત હવે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા અનેક વખત સુચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં પણ લોકો આવી રીતે ફસાઈ જતા હોય છે.

અહેવાલઃ નથુ રામડા, જામનગર

આ પણ વાંચો: Chhota Udepur : બોડેલી પાસે Hit and Run, જમાઈ અને નાની સાસુનું ઘટના સ્થળે જ મોત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×