Dussehra 2025 : જામનગરમાં 70 વર્ષથી ભવ્ય ઉજવણી, અમદાવાદ-આગ્રાથી કારિગરો બોલાવ્યા
- જામનગરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ (Dussehra 2025)
- રાવણ દહન માટે બનાવાતા પૂતળાને અપાતો આખરી ઓપ
- રામાયણના પાત્રો સાથે શોભાયાત્રા, રાવણ દહન કરાશે, મહાનુભાવો ઉપસ્થિત રહેશે
- સિંધી સમાજે પૂતળા બનાવવા અમદાવાદ, આગ્રાથી કારીગરો બોલાવ્યા
Jamnagar : જામનગરમાં રાવણ દહન (Dussehra 2025) માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાવણ દહન માટે બનાવાતા પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સિંધી સમાજ (Sindhi Samaj) દ્વારા પૂતળા બનાવવા માટે અમદાવાદ અને આગ્રાથી કારિગરોને જામનગર બોલાવ્યા છે. જામનગરમાં છેલ્લા 70 વર્ષથી વિજ્યા દશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શહેરમાં રામાયણનાં (Ramayana) પાત્રો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો - મેરિટાઈમ બૉર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પત્રકાર Mahesh Langa ને આપનારા આરોપીનું બીમારીનાં કારણે મોત
જામનગરમાં Dussehra 2025 ની ભવ્ય ઉજવણી, રામાયણના પાત્રો સાથે શોભાયાત્રા નીકળશે
જામનગરમાં (Jamnagar) વિજયા દશમીનો (Vijaya Dashami 2025) તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ધામધૂમ સાથે ઊજવવામાં આવે છે. આ પરંપરા છેલ્લા 70 વર્ષથી ચાલી આવે છે, અને આ વર્ષે પણ શહેરમાં રાવણ દહનની (Dussehra 2025) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ઉત્સવને ખાસ બનાવવા માટે સિંધી સમાજ કોઈ કસર બાકી રાખતું નથી. રામાયણનાં પાત્રો સાથે શોભાયાત્રા, રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના ભવ્ય પૂતળાઓનું નિર્માણ અને રાવણ દહનનો કાર્યક્રમ શહેરનું મુખ્ય આકર્ષણ રહેશે. શોભાયાત્રામાં અનેક મહાનુભાવો હાજર રહેશે.
આ પણ વાંચો - સુરતમાં હજીરા Murder case ઉકેલાયો : આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ, 100 રૂપિયા માટે થઈ હત્યા
35 ફૂટ ઊંચું રાવણનું, 30-30 ફૂટ ઊંચા મેઘનાથ-કુંભકર્ણના પૂતળા તૈયાર કરાશે
રાવણ દહન (Ravana Dahan) માટે બનાવવામાં આવતા પુતળાઓને ભવ્ય અને આકર્ષક બનાવવા માટે સિંધી સમાજે અમદાવાદ અને આગ્રાથી ખાસ કારીગરો બોલાવ્યા છે. આ કારીગરો દિવસો સુધી સખત મહેનત કરીને 35 ફૂટ ઊંચું રાવણનું પુતળું તેમ જ 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરી રહ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે લાકડું, દોરી, કાપડ અને વાંસની વંજીનો ઉપયોગ કરવામાં આવે છે. 20 કારીગરોની ટીમ આ કામમાં રાત-દિવસ જોડાયેલી છે, જેથી પુતળાઓને અંતિમ ઓપ આપીને તેને ભવ્ય સ્વરૂપ આપવામાં આવે. દશેરાના દિવસે બપોર બાદ સિંધી સમાજ દ્વારા રામાયણનાં તમામ પાત્રોનાં વેશભૂષા સાથેની શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ રાવણ દહન કરવામાં આવશે.
આ પણ વાંચો - Private Tuition : ખાનગી ટ્યૂશન-કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકો માટે મોટા સમાચાર


