Gopal Italia : જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહની Gujarat First સાથે ખાસ વાતચીત! જાણો શું કહ્યું?
- Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ સાથે વાતચીત
- જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહ સૌપ્રથમ Gujarat First પર
- પ્રદીપસિંહ જાડેજા પર ફેકાયેલા જૂતાનો બદલો લેવા જૂતું ફેંક્યું : છત્રપાલસિંહ
- કોંગ્રેસ દ્વારા કોઈ દોરી સંચાર નહીં, કોઇ રાજકીય પરીબળ નહીંઃ છત્રપાલસિંહ
- આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે મારે પહેલા સબંધ હતાઃ છત્રપાલસિંહ
Jamnagar : ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ની જાહેર સભા દરમિયાન MLA ગોપાલભાઈ ઈટાલિયા (Gopal Italia) પર સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સ દ્વારા જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરાયો હોવાની હિચકારી ઘટના બની હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. જૂતું ફેંકનારા શખ્સને પકડી લોકોએ માર માર્યો હતો. જો કે, ત્યાં હાજર પોલીસે શખ્સને લોકોથી બચાવી તેની અટકાયત કરી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. આ શખ્સની ઓળખ છત્રપાલસિંહ (Chhatrapal Singh) તરીકે થઈ, જેને ગઈકાલે એક વીડિયો બનાવી જૂતું કેમ ફેંક્યું તેનું કારણ પણ જણાવ્યું હતું. છત્રપાલસિંહએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી છે.
જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહ સૌપ્રથમ Gujarat First પર
ગઈકાલે જામનગરમાં જાહેર સભામાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સ છત્રપાલસિંહ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી. દરમિયાન તેમણે જણાવ્યું કે, પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradeepsinh Jadeja) પર ફેકાલેયાલ જૂતાનો બદલો લેવા માટે જૂતું ફેંક્યું. છત્રપાલસિંહે એવી પણ સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં કોંગ્રેસ (Congress) દ્વારા કોઈ દોરી સંચાર નહીં, કોઇ રાજકીય પરીબળ નહીં. આપ ધારાસભ્ય હેમંત ખવા સાથે ફોટો વાઇરલ થવા અંગે ખુલાસો કરતા છત્રપાલસિંહે કહ્યું કે, આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે મારે પહેલા સબંધ હતા.
આ પણ વાંચો - ભાજપ પ્રવક્તાએ MLA જીગ્નેશ મેવાણીની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
Jamnagar | ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર
છત્રપાલસિંહ સાથે વાતચીત | Gujarat Firstગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ સાથે વાતચીત
જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહ સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ પર
પ્રદીપસિંહ જાડેજા પર ફેકાયેલા જૂતાનો બદલો લેવા જૂતું ફેંક્યું: છત્રપાલસિંહ
કોઇ… pic.twitter.com/Sht8Zgvtgi— Gujarat First (@GujaratFirst) December 6, 2025
"મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો"
ગઈકાલે બનેલી આ ઘટના બાદ છત્રપાલસિંહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, 'મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો છે. પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે. આજ મને મોકો મળ્યો એટલે મેં બદલો લીધો છે. સમાજ પ્રેમી હોવાના કારણે મેં આવું કૃત્ય કર્યું છે.' માહિતી અનુસાર, છત્રપાલસિંહ હાલ કોંગ્રેસનાં કાર્યકર અને મહાકાલસેનામાં હોદ્દેદાર છે.
આ પણ વાંચો - AAP MLA પર હુમલો કે રાજકીય સ્ટંટ? વાયરલ 2 ફોટાએ ઊભા કર્યા સવાલો!
Gopal Italia નાં પોલીસ અને BJP પર ગંભીર આરોપ
જામનગરમાં સભા દરમિયાન બનેલી ઘટના અંગે ગોપાલભાઈ ઈટાલિયાએ (Gopal Italia) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિશાળ જનસમર્થન જોઈને પેટમાં તેલ રેડાયું. તેમણે આરોપ લગાવી કહ્યું કે, 'BJP નાં ઈશારે આ હુમલો કરવામાં આવ્યો છે. લોકોએ કહ્યું પોલીસની ગાડીમાં જ આ ભાઈ આવ્યો હતો. મારા પર ચપ્પલ ફેંક્યું તરત પોલીસે તેને એસ્કોર્ટ કર્યો. તેની મરજીથી આવ્યો હોય તો પોલીસ એસ્કોર્ટ કઈ રીતે? પોલીસવાળા ભાજપના ઈશારે તેને લઈને આવ્યા હતા. મારા પર પૂર્વ પ્લાનિંગ સાથે હુમલો કરવામાં આવ્યો છે. હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ. જનતાની અદાલતમાં ન્યાય થાય ત્યારે સજા અપાવીશ.'
આ પણ વાંચો - Gopal Italia : જામનગરની સભામાં ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકીય ગરમાવો!


