Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : દેવભૂમિ દ્વારકાના મોટાભાગના તાલુકામાં વરસાદની થઈ પધરામણી, 2 લોકોનું કરાયું રેસ્ક્યૂ

ગુજરાતના દરિયાકિનારાના જિલ્લા દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ના મોટાભાગના તાલુકામાં વરસાદે પધરામણી કરતા સમગ્ર જિલ્લાનો માહોલ આહલાદક બન્યો છે. વાંચો વિગતવાર.
gujarat rain   દેવભૂમિ દ્વારકાના મોટાભાગના તાલુકામાં વરસાદની થઈ પધરામણી  2 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
  • Devbhoomi Dwarka જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદની એન્ટ્રી
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને થઈ રાહત
  • વાવણીલાયક પાણી વરસતા ખેડૂતો ખુશખુશાલ
  • સુરેન્દ્રનગર અને બોટાદમાં 2 લોકોનું રેસ્ક્યૂ કરાયું

Gujarat Rain : ગુજરાતમાં અત્યારે સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે સવારથી જ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. જો દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાની વાત કરવામાં આવે તો ભાણવડ, કલ્યાણપુર, ગુંદા, સાજડિયારી , કાલાવડ , કંટોલીયા , ગુંદલા જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે.

ગાજ-વીજ સાથે અનરાધાર વરસાદ

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં આજ વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજા રણછોડરાયની નગરી ધરાવતા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. ધોધમાર વરસાદથી તળાવો, કુવા અને ચેકડેમ છલોછલ થયા છે. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણીની પર્યાપ્ત માત્રા જોવા મળી રહી છે. વાવણીલાયક પાણી મળતા Devbhoomi Dwarka જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ભાણવડ તાલુકમાં તો વરસાદે જમાવટ કરી છે. ભાણવડમાં ભારે ગાજ-વીજ સાથે અનરાધાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત ખુશનુમા હવામાન જોવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું આગમન, જાણો ક્યા છે ધોધમાર વરસાદની આગાહી

Advertisement

2 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન

ગઈ મોડી રાતથી સુરેન્દ્રનગર (Surendranagar) ના ચોટીલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રુડેશ્વર તળાવની જળ સપાટી ભયજનક રીતે વધી ગઈ છે. રુડેશ્વર તળાવનું પાણી ભયજનક સપાટીને વટાવી દેતા કાળુભાઈ સારલા નામક વ્યક્તિ ફસાઈ ગયા હતા. ચોટીલા મામલતદારને જાણ થતાં જ તેમણે નગરપાલિકાની ટીમને રેસ્ક્યૂ માટે મોકલી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ કાળુભાઈ સારલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ઘેલો નદીમાંથી બાઈકચાલકનું રેસ્ક્યૂ કરાયું

બોટાદ (Botad) ના ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઢડાની ઘેલો નદીમાં વરસાદી પાણીને લીધે જળસપાટી ઊંચી આવી છે. આ નદીમાં ખોડિયાર મંદિર પાસે એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. વહીવટીતંત્રને જાણ થતાં જ આ બાઈકચાલનું તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગઢડા નગરપાલિકાએ ફાયર ટીમને જાણ કરતા જ આ બાઈકચાલકને બચાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. એક જેસીબીમાં બાઈક સાથે આ ચાલકને ઘેલો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ

Tags :
Advertisement

.

×