Jamnagar : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ, 105 દર્દીની જરૂર વગર કાર્ડિયાક સર્જરી
- Jamnagar: JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી
- JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામા આવી
- લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ
Jamnagar: રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ થયો છે. જેમાં 105 દર્દીની જરૂર વગર કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ છે. જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી છે. JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામા આવી છે. JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડો.પાર્શ્વ વ્હોરાને પણ સસ્પેન્ડ કરાયા છે. તથા હોસ્પિટલને ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો છે.
લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ
લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ છે. જેમાં રિપોર્ટમાં ચેડાં કરી જરૂર વિના કાર્ડિયાક પ્રોસીજર કરવામા આવી છે. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં 262 માંથી 53 કેસમાં વિસંગતા જોવા મળી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, પી.એમ.જે.એ.વાય.મા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે.
Jamnagar | 105 દર્દીની જરૂર વગર કરી દેવાઈ Cardiac Surgery ! | Gujarat First
Jamnagar માં પણ Ahmedabad ની Khyati Hospital જેવો મોટો કાંડ
105 દર્દીની જરૂર વગર કરી દેવાઈ Cardiac Surgery
Jamnagar ની JCC Heart Institute સામે રાજ્ય સરકારની કાર્યવાહી
JCC Heart Institute ને PMJAYમાંથી… pic.twitter.com/PPAuusk9p2— Gujarat First (@GujaratFirst) November 13, 2025
Jamnagar: બે ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવાયા
કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરના નિરીક્ષણ દરમિયાન યોજનાની ગાઇડલાઇનનું પાલન ન કરનાર અન્ય બે ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવાયા છે.
રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવા બદલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલમાં પેકેજ દર કરતાં વધારે રકમ વસૂલવા બદલ રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Gondal: કચરાના ઢગલામાંથી શિશુનો મૃતદેહ મળતા ચકચાર


