ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં ABVP નો સૂત્રોચ્ચાર સાથે ઊગ્ર વિરોધ

ગત 29 મેનાં રોજ સેમ-2 નું ઈમ્પલાયડ મેથમેટિક્સનું પેપર લેવાયું હતું, જેમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હોવાનો આક્ષેપ કરાયો છે.
04:56 PM Jun 04, 2025 IST | Vipul Sen
ગત 29 મેનાં રોજ સેમ-2 નું ઈમ્પલાયડ મેથમેટિક્સનું પેપર લેવાયું હતું, જેમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હોવાનો આક્ષેપ કરાયો છે.
ABVP_Gujarat_First main
  1. Jamnagar માં ગુજરાત ટેક્નિકલ યુનિ.નાં પેપરમાં છબરડાને લઈ વિરોધ
  2. ABVP એ ગવર્મેન્ટ પોલિટેકનિક યુનિ. ખાતે નોંધાવ્યો વિરોધ
  3. 29 મેનાં રોજ ઈમ્પલાયડ મેથમેટિક્સનું પેપર લેવાયું હતું
  4. પેપરમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હોવાનો આક્ષેપ
  5. જેણે પેપર કાઢ્યું હતુ તેની સામે પગલાં લેવા માગ

Jamnagar : ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીનાં પેપરમાં છબરડા મામલે ABVP દ્વારા પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ABVP નાં કાર્યકરોએ પેપર કાઢનારા સામે કાર્યવાહીની માગ સાથે આવેદન આપ્યું છે. ગત 29 મેનાં રોજ સેમ-2 નું ઈમ્પલાયડ મેથમેટિક્સનું પેપર લેવાયું હતું, જેમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો - Rajkot Corona Cases : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં વધારો, જાણો શું છે સ્થિતિ ?

પેપરમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હોવાનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં (Jamnagar) ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીનાં (Gujarat Technical University) પેપરમાં છબરડા મામલે ABVP નાં કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ દાખવવામાં આવ્યો છે. ગત 29 મેનાં રોજ સેમ-2 નું ઈમ્પલાયડ મેથમેટિક્સનું પેપર લેવાયું હતું. આરોપ છે કે, આ પેપરમાં 30 માર્ક્સનાં પ્રશ્ન ખોટા પૂછાયા હતા. આ અંગે જાણ થતાં યુનિવર્સિટી દ્વારા પણ ભૂલ સ્વીકારી પરીક્ષા સમયે જ ભૂલ સુધારવા નિર્થક પ્રયાસ કરાયા હોવાની પણ વાત સામે આવી છે.

આ પણ વાંચો - Corona: અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો જાણી દંગ રહેશો

જેણે પણ આ પેપર કાઢ્યું તેની સામે કાર્યવાહી કરવા માગ

આ મામલે મોટાભાગનાં વિદ્યાર્થીઓએ પણ પેપર પૂર્ણ કર્યા બાદ સુધારા અંગે સંદેશ આપાયો હતો. એબીવીપીનાં કાર્યકરોની માગ છે કે જેણે પણ આ પેપર કાઢ્યું છે, તેની સામે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે. ABVP એ કાર્યવાહીની માગ સાથે આવેદન પણ પાઠવ્યું છે. જણાવી દઈએ કે, વિરોદ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં ABVP નાં કાર્યકરો યુનિવર્સિટીનાં કેમ્પસમાં પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - VADODARA : બોડી બિલ્ડિંગ માટે યુવાનો સ્ટેરોઇડ ઇન્જેક્શનોના રવાડે ચઢ્યા

Tags :
ABVPApplied Mathematics of Sem-2 PaperGUJARAT FIRST NEWSGujarat Technical UniversityJamnagarTopGujaratiNews
Next Article