Jamnagar: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?
- ધ્રોલ નગરપાલિકા પર હાલ તો સત્તા પર છે ભાજપ
- અહીં 28 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામે જામશે ચૂંટણી જંગ
- ધ્રોલ નગર વાસીઓ આ વખતે કોને જીતાડશે!
Jamnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પક્ષો પોતાની તૈયારી કરી રહ્યું છે. નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે. વાત કરવામાં આવે, જામનગરની ધ્રોલ નગર પાલિકાની તો અહી હાલ તો ભાજપ સત્તા પર છે. પરંતુ ચૂંટણીમાં બંન્ને પક્ષોએ જીતનો દાવો કર્યો છે. ભાજપ પોતે કરેલા કામના ગુણગાન ગાય છે. તો કોંગ્રેસ ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે. આ બધા વચ્ચે લોકોની સમસ્યા જેમની તેમ છે. જો આગામી ચૂંટણીમાં હવે કેવા પરિણામો આવશે તે તો લોકો જ નક્કી કરવાના છે.
અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે રાજકીય જંગ!
ધ્રોલ નગર પાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠક છે. હાલ અહી કુલ 28 સભ્યોમાંથી 26 ભાજપના અને 2 કોંગ્રેસના સભ્યો છે. 2018ની ચૂંટણીમાં ભાજપના 22 સભ્યો, કોંગ્રેસના 4 સ્ભયો અને 2 બસપાના સભ્યો જીત મેળવી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે બે બસપાના સભ્યોએ ભાજપમાં જોડાયા અને લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 4 માંથી 2 સભ્યો ભાજપાં જોડાયા હતાં. જેથી હાલ ભાજપમાં 26 સભ્ય અને કોંગ્રેસ પાસે માત્ર 2 સભ્યો રહ્યાં. અંદાજે 30 હજારની વસ્તી છે. અને 22561 મતદારો છે.
2018માં સતા પરિવર્તન થતા ભાજપે કબ્જો મેળવ્યો હતા
વિગતે વાત કરવામાં આવે તો, અગાઉ ધ્રોલ નગર પાલિકામાં કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યુ હતું. 2018માં સતા પરિવર્તન થતા ભાજપે કબ્જો મેળવ્યો. અને ભાજપ પાંચ વર્ષમાં પોતે અનેક વિકાસના કાર્યો કરવાનો દાવો કરે છે. જેમા કુલ રૂપિયા 18 કરોડના કામ શહેરમાં થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા, બ્લોકના કામ, પાણી માટેના પ્રયાસ એલઈડી લાઈટ સહીતના કામો કર્યો છે. આ કામને લઈને પ્રજા વચ્ચે જશે અને ફરી જીત મેળવીને સતા જાળવી રાખવાનો દાવો કર્યો છે. તો સામે કોંગ્રેસે પણ ફરી જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસ દ્રારા શહેરના કોઈ કામ ન થયા હોવાની ફરીયાદ સાથે ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ખેડૂતની જમીનમાં પોલીસ પ્રોટક્શન સાથે જેટકોની મનમાની, ખેડૂતો સાથે ગુલામ જેવો વ્યવહાર શા માટે?
આ વખતે લોકો કોના પર મહેરબાન થશે?
શહેરમાં રસ્તાના કામમાં ભષ્ટ્રાચાર અને ભેદભાવ કરવામા આવતો હોવાનો આક્ષેપ કર્યા છે. ભાજપે 26 વચનો આપ્યા હતા. તે પુરા કર્યા નથી. તેના વચનો કોંગ્રેસ પુરા કરવાની વાત સાથે મતદારો પાસે જશે. આ વખતે નિયમિત પાણી, રોડ, રસ્તા, પાણીના નિકાલ, રખડતાં ઢોર, શહેરમાં ટ્રાફિકની સમસ્યા સહિતના મુદાઓ લઈને પ્રજાની વચ્ચે મત માંગશે અને સતા પરીવર્તનનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં કારની ખરીદી મામલે છેતરપિંડી આચરાનાર આરોપીની ધરપકડ
રસ્તા તો બન્યા પરંતુ તેની ગુણવતા પર સવાલો ઉઠ્યા
ધ્રોલમાં વર્ષોથી અનેક સમસ્યાઓ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. જેમાં હાલ ભષ્ટ્રાચારની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. રસ્તા તો બન્યા છે. પરંતુ અહી તેની ગુણવતા પર સવાલો ઉઠે છે. તો બીજી સફાઈની સમસ્યાથી પણ લોકો પરેશાન છે. પાણી પીવા યોગ્ય ના હોવાનુ સ્થાનિકોની ફરીયાદો ઉઠી છે. પાયાની સુવિધા અંગે લોકોમાં અસંતોષ જોવા મળે છે. લોકો અપેક્ષા રાખે છે. ચુંટણી વખતે કરવામાં આવતા વાયદાઓ આવનાર સમયમાં પુરા થાય છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


