Jamnagar: રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે નોંધાયો ગુનો, એસપીએ કહ્યું - સાંસદની ધરપકડ કરાશે
- સોશિયલ મીડિયામાં ભડકાઉ ગીત સાથે રીલ મુકતા ઇમરાન પ્રતાપગઢી મુશ્કેલીમાં
- અલ્તાફ ખફીએ યોજેલા સમૂહલગ્નમાં હાજર રહ્યા હતા સાંસદ ઇમરાન પ્રતાપગઢી
- સાંસદે કાર્યક્રમના એન્ટ્રી સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો હતો અપલોડ
Jamnagar: રાજ્ય સભાના કોંગ્રેસી સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં ભડકાઉ ગીત સાથે રિલ મુકતા ઇમરાન પ્રતાપગઢી મુશ્કેલીમાં મુકાય છે. મળતી વિગતો પ્રમાણે અલ્તાફ ખફીએ તાજેતરમાં યોજેલ સમૂહ શાદીમાં રાજ્યસભા સાંસદ ઇમરાન હાજર રહ્યા હતા.
આઘાત પહોંચાડવાના ઇરાદે પણ વીડિયો વાયરલ કર્યાનો ફરિયાદીનો આરોપ
નોંધનીય છે કે, જશ્ન-એ-સમૂહ શાદીના કાર્યક્રમમાં કોંગ્રેસી નેતા તથા રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાંસદે કાર્યક્રમમાં એન્ટ્રી કરતા સમયનો વીડિઓ સોશિયલ મીડિયા મુક્યો હતો. જેથી અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. સાંસદ ઇમરાને પ્રતાપગઢીએ વીડિઓ સાથે ભડકાઉ ગીત રાખ્યું હતું. આ ભડકાઉ વીડિયોમાં એવા ગીતનો ઉપયોગ કર્યો છે કે જે મામલે સ્પષ્ટ લખી શકાય તેમ નથી.
આ પણ વાંચો: Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી
સમૂહલગ્નમાં રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી હતા મુખ્ય અતિથિ
આ કાર્યક્રમના આયોજન દરમિયાન વિવાદિત વીડિયો સંદર્ભે ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં જે સોન્ગ ઉપયોગમાં લેવામાં આવ્યું છે તેમાં ઉશ્કેરણીજનક ભાષા વાપરી દુશ્મનાવટને પ્રોત્સાહન આપી આઘાત પહોંચાડવાના ઇરાદાથી વીડિયો વાયરલ કર્યાનો ફરિયાદીનો આરોપ લગાવ્યો છે. હવે જોવાનું એ રહે છે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં આવી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શો કોઝ નોટિસ
સાંસદની ધરપકડ કરાશે,રાજ્યસભાની મંજૂરીની જરૂર નથીઃ એસપી
સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ફોજદારી ફરિયાદ મામલે SP પ્રેમસુખ ડેલુંએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી અને વિગતો આપી છે. SP પ્રેમસુખ ડેલુંએ કહ્યું કે, ભડકાઉ ગીત સાથે વીડિયો અપલોડ કરવા બદલ FIR નોંધાઈ છે. આ કેસમાં 7 વર્ષની સજાનું પ્રાવધાન છે અને સાંસદની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંસદ ઉપરાંત કોર્પોરેટર અને તેના ટ્રસ્ટ સંચાલક પણ આરોપી છે.’ SP પ્રેમસુખ ડેલુંએ કડક શબ્દોમાં કહ્યું કે, સાંસદની ધરપકડ કરાશે,તેના માટે રાજ્યસભાની મંજૂરીની જરૂર નથી.’
આ પણ વાંચો: Nadiad: બાળકોને ભણાવવાનું છોડી શાળાના શિક્ષકો અને આચાર્ય આવ્યા સામસામે, ગ્રામજનો પણ ચોકી ગયા


