ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: નથી રહ્યાં ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ, 70 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Jamnagar:
09:55 AM Dec 19, 2024 IST | VIMAL PRAJAPATI
Jamnagar:
Famous comedian Vasant Paresh
  1. જામનગરના ખ્યાતનામ હાસ્ય કલાકારનું નિધન
  2. વસંત પરેશ 'બંધુ'એ 70 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
  3. અનેક હિટ હાસ્ય શો આપી ચૂક્યા છે વસંત પરેશ

Jamnagar: જામનગરના વતની એવા ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ 'બંધુ' નું નિધન થયું છે. હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ)એ 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ ભર્યા છે. મળતી જાણકારી પ્રમાણે આજે સાંજે સાડા ચાર કલાકે સ્મશાન યાત્રા નીકળશે. વસંતનું સટર ડાઉન, ચૂંટણી જંગ, મારી અર્ધાંગિની અને પોપટની ટિકિટ ન હોય સહિત અનેક હાસ્યના હિટ શો કર્યા હતા.

આ પણ વાંચો: Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

વસંત પરેશના અવસાનથી હાસ્ય જગતમાં ઘેરો શોક

હજારો લાખો લોકો હાસ્ય કલાકાર વસંદ પરેશના ચાહક હતા. તેમના હાસ્યને લોકો ખુબ જ પસંદ કરતા હતા. તેવા ખ્યાતનામ હાસ્ય કલાકાર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ઈશ્વર તેમની આત્માને પરંમ શાંતિ આપે તેવી પ્રાર્થના છે. આજે સાંજે સાડા ચાર કલાકે તેમના નિવાસ સ્થાનેથી તેમની સ્મશાન યાત્રા નીકળશે. નોંધનીય છે કે, તેમના અવસાનથી અત્યારે હાસ્ય જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો: સોલા Civil Hospital માં Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો!

વ્યવહારના બનાવોને વણી લઈને હાસ્ય પિરસતા

વસંત પરેશે અત્યારે સુધીમાં અનેક એવા શો કર્યા છે જે ખુબ જ પ્રખ્યાત થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ‘ચૂંટણી જંગ’, ‘વસંતનું શટર ડાઉન’, ‘મારી અર્ધાંગિની’ અને ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા શો કર્યા હતા. જે ખુબ જ હિટ ગયા છે. જેના કારણે તેમને અનેક લોકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું હતું. અત્યારે તેમના નિધનથી પરિવાર સહિત હાસ્ય જગતમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

Tags :
famous comedianfamous comedian Vasant PareshGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsJamnagarJamnagar famous comedianTop Gujarati NewsUnauthorized pressuresVasant Paresh Bandhu passes away
Next Article