Jamnagar : GST વિભાગનું ચોથા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન, 21 પેઢી સામે કાર્યવાહી
- Jamnagar માં GST વિભાગનું ચોથા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન
- દેશ-વિદેશમાં વેપાર કરતા વેપારીઓ અને ધંધાર્થીઓનાં સ્થળે દરોડા
- મોટી મશીનરીની આયાત કરતી 21 પેઢી પર જીએસટીનાં દરોડા
- 21 પેઢી પૈકી 15 પેઢીદારનાં નિવેદનો નોંધાયા, 6 ફરાર
Jamnagar : જામનગરમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરનારાઓ સામે લાલઆંખ કરી છે. જીએસટી વિભાગ (GST Department) દ્વારા આજે ચોથા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન યથાવત રખાયું છે. દેશ-વિદેશમાં વેપાર કરતા વેપારીઓ અને ધંધાર્થીઓનાં વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી વિભાગની અલગ-અલગ ટીમ દ્વારા કરવામાં આવી છે. મોટી મશીનરીની આયાત કરતી 21 પેઢી સામે જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આ 21 પેઢી પૈકી 15 પેઢીદારનાં નિવેદનો નોંધાયા છે જ્યારે 6 ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે હાલ પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Junagadh : નિવૃત RFO હનીટ્રેપનો શિકાર બન્યા! અંગત પળોનો વીડિયો ઉતારી માંગ્યા 40 લાખ!
Jamnagar માં 21 પેઢી પૈકી 15 પેઢીદારનાં નિવેદનો નોંધાયા, 6 ફરાર
જામનગરમાં (Jamnagar) ગુજરાત જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા સર્ચ ઓપરેશન આજે તેના ચોથા દિવસે પણ જોરશોરથી ચાલુ છે. આ કાર્યવાહી મુખ્યત્વે બાંધકામ, મેટલ, સરકારી કોન્ટ્રાક્ટ સંભાળતી પેઢીઓ તથા મોટી મશીનરીઓની આયાત કરતી કુલ 21 પેઢી પર કેન્દ્રિત છે. તપાસ દરમિયાન, ખોટી પેઢીઓ (ફેક ફર્મો) બનાવીને, ખોટા બિલો બનાવી કરોડો રૂપિયાની વેરા શાખ મેળવી લીધી હોવાની વિગતો સામે આવી છે. આ 21 પેઢીઓ પૈકી 15 પેઢીદારોનાં નિવેદનો નોંધાયા છે જ્યારે 6 ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Rajkot : અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ!
એકાઉન્ટિંગનું કામ સંભાળતા સીએ અલકેશ પ્રથમ દિવસથી ફરાર!
માહિતી અનુસાર, આ ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર તમામ પેઢીઓનાં એકાઉન્ટ્સ સંભાળતા સીએ (Chartered Accountant) અલ્કેશ પેઢડિયા છે, જે હાલ ફરાર જણાય છે. જો કે, અલકેશ પેઢડિયાનાં પત્નીનું નિવેદન લેવામાં આવ્યું છે. સરકારી કોન્ટ્રાક્ટ સંભાળતી મિત્રના એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી 8 કરોડની વેરા શાખ મેળવી લીધી હોવાના ચોંકાવનારા અહેવાલ પણ સામે આવ્યા છે. આ મામલે હજું પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Ahmedabad Police : દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર!


