ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મળી છે - પૂનમ માડમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમ માડમ (Poonam Madam) એ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. વાંચો વિગતવાર.
08:35 PM Jun 11, 2025 IST | Hardik Prajapati
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમ માડમ (Poonam Madam) એ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. વાંચો વિગતવાર.
Poonam Madam Gujarat First-

Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે. જામનગર સાંસદ પૂનમ માડમ (Poonam Madam) એ પણ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. પૂનમ માડમે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. જેમાં દેશમાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર આપ્યો હતો. સાંસદ Poonam Madam ની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ પણ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

પૂનમ માડમે જામનગરનો વિકાસ પણ વર્ણવ્યો

સાંસદ પૂનમ માડમ (Poonam Madam) એ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન દેશમાં વિકાસની રફતાર તેજ બની છે. દેશના છેવાડાના રાજ્યો સુધી રેલ કનેક્ટિવિટી પહોંચી છે. પૂનમ માડમે જામનગરનો વિકાસ વર્ણવતા કહ્યું કે, નેશનલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરને લીધે જામનગરને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. મરીન નેશનલ પાર્કનો કાયાકલ્પ પણ નોંધનીય છે. પૂનમ માડમે આગળ જણાવ્યું કે, ઓખા બેટ દ્વારકાને જોડતા આધુનિક સુદર્શન સેતુ (Sudarshan Setu) નું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આમ, જામનગરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મેળવી છે.

આ પણ વાંચોઃ  Revenue Talati 2025 : હવે 12 જૂન 2025 સુધી મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરી શકાશે

ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો

મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ વર્ણવતા સાંસદ Poonam Madam અને Mohan Kundariya એ વિવિધ વિકાસકાર્યોની માહિતી આપી હતી. પૂનમ માડમે જણાવ્યું હતું કે, વિદેશી નીતિ સુદ્રઢ બનાવી ભારત દેશનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો. એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરથી ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. સમગ્ર દેશમાં નલ સે જળ યોજના, પીએમજેવાય, કિસાન નિધિ યોજનાથી સમાજના છેવાડાના માનવીને લાભો મળ્યા. આ ઉપરાંત ભારત દેશને રીન્યુએબલ એનર્જી હબ બનાવ્યો. PM Narendra Modi એ કૃષિનીતિ, ટેક્નોલોજી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશને અવલ્લ બનાવ્યો છે.

આ પણ વાંચોઃ  Ahmedabad : લ્યો બોલો... મનપાની ઓફિસ જ જુગારનો અડ્ડો બની! Video વાઇરલ થતા ચકચાર

Tags :
11 years of Modi governmentAgricultural PolicyBJP Leaders StatementForeign Policy of IndiaGUJARAT FIRST NEWSIndia Gujarat FirstInfrastructure Development in IndiaJamnagar DevelopmentJamnagar MPKisan Nidhi Yojanamarine national parkModi Government Achievementsmohan kundariyaNal Se Jal YojanaNational Police Training CenterOperation SindoorPMJAYPOONAM MADAMRenewable Energy IndiaSudarshan Setu
Next Article