Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : લાલપુર પંથકમાં ગોજારી દુર્ઘટના, વીજ કરંટથી એક જ પરિવારના 3 સભ્યનાં મોત

જામનગરમાંથી મોટી દુર્ઘટનાનાં સમાચાર છે. લાલપુર પંથકમાં ડુંગરાણી દેવળીયા ગામે શ્રમિક પરિવારને વીજ શોક લાગ્યો હતો જે કાળ સાબિત થયો છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની માહિતી છે. ઘટનાને પગલે લાલપુર પોલીસની ટીમ પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક શખ્સને વીજ કરંટ લાગ્યો હોવાથી અન્ય બચાવવા જતાં દુર્ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે.
jamnagar   લાલપુર પંથકમાં ગોજારી દુર્ઘટના  વીજ કરંટથી એક જ પરિવારના 3 સભ્યનાં મોત
Advertisement
  1. Jamnagar નાં લાલપુર પંથકમાં ગોજારી દુર્ઘટના
  2. ડુંગરાણી દેવળીયા ગામે શ્રમિક પરિવારને લાગેલ વીજ શોક કાળ સાબિત થયો
  3. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા
  4. પરિવાર પર આભ ફાટયું, લાલપુર પોલીસ ઘટના સ્થળે જવા રવાના

Jamnagar : જામનગરમાંથી મોટી દુર્ઘટનામાં સમાચાર સામે આવ્યા છે. લાલપુર પંથકમાં (Lalpur) ડુંગરાણી દેવળીયા ગામે શ્રમિક પરિવારને વીજ શોક (Electric Shock) લાગ્યો હતો જે કાળ સાબિત થયો છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની માહિતી છે. ઘટનાને પગલે લાલપુર પોલીસની ટીમ પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક શખ્સને વીજ કરંટ લાગ્યો હોવાથી અન્ય બચાવવા જતાં દુર્ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે.

આ પણ વાંચો - Rain in Gujarat : કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, CM ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક

Advertisement

Jamnagar નાં લાલપુર પંથકમાં વીજ કરંટથી 3 નાં મોત

જામનગરમાં (Jamnagar) હાલ કમોસમી વરસાદે માઝા મૂકી છે. ત્યારે આ વચ્ચે લાલપુર પંથકનાં ડુંગરાણી દેવળીયા ગામે (Dungrani Devaliya village) એક ગોઝારી ઘટના પણ બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, વીજ કરંટ લાગતા એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોત નીપજ્યા છે. શ્રમિક પરિવારને એક સભ્યને વીજ કરંટ લાગ્યો હતો. આથી, તેને બચાવવા જતાં અન્ય બે લોકો પણ વીજ કરંટની ચપેટમાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : દિવાળીનાં તહેવારો બાદ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું, મગફળી, ડુંગળી, સોયાબિન સહિત જણસીની આવક

એક સાથે 3 સભ્યોને ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે 3 સભ્યોને ગુમાવતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. જણાવી દઈએ કે, જામનગરમાં જામનગર, લાલપુર (Lalpur) અને જામજોધપુર પંથકમાં (Jamjodhpur) ભારે વરસાદ થયો છે. કાલાવડ તાલુકામાં એક ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ થયાની માહિતી છે. જામજોધપુરનાં ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો - Rain in Jamnagar : જામનગર, લાલપુર અને જામજોધપુરમાં કમોસમી વરસાદનો કહેર!

Tags :
Advertisement

.

×