ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rivaba Jadeja : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટ સામે મંત્રી રીવાબા જાડેજાનો વળતો જવાબ!

ગુજરાતમાં 'પટ્ટા પોલિટિક્સ' નો માહોલ ચરમસીમાએ છે. દારૂ-ડ્રગ્સનાં દૂષણનાં આરોપ સહિત વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢીને વિરોધ થઈ રહ્યો છે. આ મામલે રાહુલ ગાંધીની એન્ટ્રી થતા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરી લખ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે.
04:21 PM Dec 03, 2025 IST | Vipul Sen
ગુજરાતમાં 'પટ્ટા પોલિટિક્સ' નો માહોલ ચરમસીમાએ છે. દારૂ-ડ્રગ્સનાં દૂષણનાં આરોપ સહિત વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢીને વિરોધ થઈ રહ્યો છે. આ મામલે રાહુલ ગાંધીની એન્ટ્રી થતા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરી લખ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે.
Revabajadeja_Gujarat_first

વર્ષ 2027 માટે Rivaba Jadeja જાડેજાની મોટી ભવિષ્યવાણી! 
વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ટ્વીટનો મંત્રી રીવાબા જાડેજાએ આપ્યો જવાબ
કોંગ્રેસ વર્ષ 2027 માં સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે : રીવાબા જાડેજા
સો. મીડિયા X પર રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરી લખ્યુંઃ યાદ રાખજો..!

Jamnagar : હાલ ગુજરાતમાં 'પટ્ટા પોલિટિક્સ' નો માહોલ ચરમસીમાએ છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનાં દૂષણનાં આરોપ સહિત વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા (Jan Aakrosh Yatra) કાઢીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય સભ્ય જીગ્નેશભાઈ મેવાણી (Jigneshbhai Mevani) દ્વારા પણ જાહેરમાં સરકાર પર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) એન્ટ્રી થતા રાજ્યનાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ (Rivaba Jadeja) વળતો જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરી લખ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે. આ સાથે તેમણે વર્ષ 2027 માટે મોટી ભવિષ્યવાણી કરતા લખ્યું કે, કોંગ્રેસ 2027માં સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે.

આ પણ વાંચો - Morbi:લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માત, રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત

પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ-ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે : રાહુલ ગાંધી

ગુજરાતમાં 'પટ્ટા પોલિટિક્સ'નાં માહોલ વચ્ચે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની એન્ટ્રી થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ એક પોસ્ટ કરી લખ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા' દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારુ અને ગુનાખોરીએ તેઓનાં જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે. ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે, જ્યાં સત્ય, નૈતિક્તા અને ન્યાયની પરંપાર છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે.'

આ પણ વાંચો - Rajkot: ક્રિસ્ટલ મોલમાં ‘લાલો ’ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મામલે જાણો શું થયો ખુલાસો?

ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે : Rivaba Jadeja

રાહુલ ગાંધીના આ ટ્વીટ પર હવે રાજ્યનાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ (Rivaba Jadeja) વળતો જવાબ આપ્યો છે અને લખ્યું કે, 'ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતા અડધો છે. માતાઓ-બહેનોની સુરક્ષામાં (Woman Sefaty) ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે.' આ સાથે તેમણે દાવો કરતા કહ્યું કે, વર્ષ 2027 માં ગુજરાત ચૂંટણીમાં (Gujarat Elections 2027) યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે.' જો કે, હવે રીવાબાનાં જવાબ સામે કોંગ્રેસનાં નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તેનાં પર સૌની નજર છે. પરંતુ, રાજ્યમાં ચાલી રહેલી 'પટ્ટા પોલિટિક્સ' વચ્ચે રાજ્યની મુખ્ય સમસ્યાઓનાં મુદ્દા ઢંકાઈ ના જાય અને જનતાની સમસ્યાઓનું જલદી નિરાકરણ આવે એવી ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો -  Vadodara : GEB સ્કૂલમાં મસ્તી દરમિયાન વિદ્યાર્થીને આંખનાં ભાગે ગંભીર ઇજા! જુઓ Video

Tags :
BJPGujaratGujarat Elections 2027GUJARAT FIRST NEWSillegal liquorJamnagarJan Aakrosh YatraMLA Jigneshbhai MevaniPatta Politicsrahul-gandhiRivaba JadejaTop Gujarati NewsWoman Sefaty
Next Article