Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : સતત બીજા દિવસે એર શૉ યોજી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જુઓ અદભુત કરતબો

પોણો કલાક સુધી જામનગરનાં આકાશમાં રંગોની આતશબાજી જોવા મળી હતી.
jamnagar   સતત બીજા દિવસે એર શૉ યોજી પ્રજાસત્તાક પર્વની ઉજવણી  જુઓ અદભુત કરતબો
Advertisement
  1. Jamnagar માં પ્રજાસતાક પર્વની ધૂમધામથી ઉજવણી
  2. આકાશમાં સતત બીજા દિવસે એર શૉ યોજાયો
  3. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનાં અદભુત કરતબ
  4. 9 હૉક વિમાન સાથે અદભૂત કરતબો કર્યા
  5. 3 હૉક વિમાન દ્વારા ત્રિ-કલર છોડી આકાશમાં તિરંગો રચયો

જામનગરમાં (Jamnagar) પ્રજાસતાક પર્વની ઉજવણી ભાગરૂપે સતત બીજા દિવસે એર શૉ યોજાયો હતો. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે (Surya Kiran Aerobatic Team) 9 હૉક વિમાન સાથે અવકાશમાં અદભૂત કરતબો કર્યા હતા. જ્યારે 3 હૉક વિમાન દ્વારા ત્રિ-કલર છોડી આકાશમાં તિરંગો રચયો હતો. આ અવિસ્મરણીય દ્રશ્યો જોઈ સૌ મંત્રમુગ્ધ થયા હતા. પોણો કલાક સુધી જામનગરનાં આકાશમાં રંગોની આતશબાજી જોવા મળી હતી.

આ પણ વાંચો - Banaskantha : BJP નાં સિનિયર મહિલા નેતાએ જાહેરમંચ પરથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video

Advertisement

Advertisement

એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનાં આકાશમાં અદભુત કરતબ

ગુજરાતભરમાં આજે પ્રજાસતાક પર્વની (76 th Republic Day) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં (Jamnagar) સતત બીજા દિવસે એર શૉ યોજાયો હતો. જણાવી દઈએ કે, પ્રજાસતાક પર્વની ઉજવણી ભાગરૂપે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 9 હૉક વિમાન સાથે અવકાશમાં અદભૂત કરતબો કર્યા હતા. જ્યારે 3 હૉક વિમાન દ્વારા ત્રિ-કલર છોડી આકાશમાં તિરંગો રચયો હતો. પોણો કલાક સુધી જામનગરનાં આકાશમાં રંગોની આતશબાજી પણ જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈ સૌ દેશભક્તિનાં રંગમાં રંગાયા હતા.

આ પણ વાંચો - DRI એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો, દીપડાના ચામડા-નખ જપ્ત કર્યા

સૂર્યકિરણ ટીમે ‘’સર્વદા સર્વોત્તમ’’ ના સૂત્રને સાર્થક કર્યું

જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમે ‘’સર્વદા સર્વોત્તમ’’ ના સૂત્રને આકાશમાં સાર્થક કર્યું હતું. 9 ફાઈટર જેટ દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચ કર્યા હતા. આ સાથે સૂર્યકિરણની ટીમે આકાશમાં DNA નાં માળખા જેવા હેલિક્સની રચના કરી હતી. 2 વિમાન દ્વારા ખાસ હાર્ટ-દિલ રચી, વચ્ચેથી અન્ય હોકને પસાર કર્યું હતું. સૂર્યનાં કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ Y અને A ની આકૃતિ પણ બનાવવામાં આવી હતી. એર શો દરમિયાન પાયલોટ્સને તાળીઓનાં ગડગડાટ અને ચીઅરઅપથી જામનગરીઓએ અભિવાદન કર્યું હતું. SKAT ટીમનો અદ્ભૂત એર શૉ જોઈ જામનગરવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા.

આ પણ વાંચો - અભિનેતા Aamir Khan એકતાનગર પહોંચ્યા, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયા

Tags :
Advertisement

.

×