MLA Son Controversy : જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો
- જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ
- કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ લીધું આવાસ યોજનામાં મકાન
- મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ
MLA Son Controversy : ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈને વિવાદમાં આવ્યા છે. જેમાં જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો છે. કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ આવાસ યોજનામાં મકાન લીધું છે. મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ થઇ રહી છે. લક્ઝરિયસ જીવન જીવતા MLA પુત્રએ આવાસ યોજનાનો લાભ લેતા વિવાદ થયો છે.
જામનગરના ધ્રોલના એક નાગરિકે કરેલી RTIમાં મોટો ખુલાસો થયો
જામનગરના ધ્રોલના એક નાગરિકે કરેલી RTIમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કયા નિયમો અનુસાર ધારાસભ્યના પુત્રએ લાભ લીધો તેને લઈને સવાલ છે. જેમાં ગરીબ અને મધ્યમવર્ગ માટેના આવાસમાં ધારાસભ્યના પુત્રએ કેમ લીધો લાભ ? આવાસનો લાભ લેવાની આવક મર્યાદા વાર્ષિક 3 લાખની હોય છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરે આ બાબતે તપાસ થાય તેવી માગ કરી છે.
ગ્રામીણ ગરીબોને સસ્તા મકાનો પૂરા પાડવા માટે શરૂ કરાયેલી એક પહેલ
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAYG) એ ભારત સરકાર દ્વારા ગ્રામીણ ગરીબોને સસ્તા મકાનો પૂરા પાડવા માટે શરૂ કરાયેલી એક પહેલ છે. મૂળ રૂપે 1985 માં " ઇન્દિરા આવાસ યોજના " તરીકે શરૂ કરાયેલ, PMAY-G યોજનાને 2016 માં વર્તમાન સરકારે "2024 સુધીમાં બધા માટે ઘર" પહેલના ભાગ રૂપે ફરીથી શરૂ કરી હતી. PMAYG મિશન હવે માર્ચ 2029 સુધી લંબાવવામાં આવ્યું છે. આ પગલાથી લાખો ગામડાના રહેવાસીઓને લાભ થશે. તેના નવા અવતારમાં, PMAYG બે તબક્કામાં તમામ પાત્ર ગ્રામીણ પરિવારોને પાણી, સ્વચ્છતા અને વીજળી સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ સાથે પાકા મકાનો પૂરા પાડવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી


