Patidar Chintan Shibir: ગાંધીનગર બાદ જૂનાગઢમાં યોજાઇ પાટીદાર સમાજ ચિંતન શિબિર
- બેઠકમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ રહ્યાં ઉપસ્થિત
- પાટીદાર સમાજને નડતા પ્રશ્નો અંગે બેઠકમાં થઇ મહત્વપૂર્ણ ચર્ચા
- લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી અંગે કરવામાં આવી ચર્ચા
Patidar Chintan Shibir: ગાંધીનગર બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજ ચિંતન શિબિર યોજાઇ છે. જેમાં બેઠકમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ તથા આપના રેશમા પટેલે ઉપસ્થિત રહ્યાં છે. પાટીદાર સમાજને નડતા પ્રશ્નો અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઇ છે. લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી અંગે ચર્ચા કરવામાં આવી છે. તથા ઓનલાઇન ગેમીંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા અંગે ચર્ચા થઇ છે. ઝવેરી કમિશનને આધારે 10 ટકા અનામતની જોગવાઇ પર ચર્ચા થઇ છે.
જૂનાગઢમાં પાટીદાર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગરમાં પાટીદરોએ ચિંતન શિબિર યોજ્યા બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા દીનેશ બાંભણીયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત પાટીદાર સમાજને હાલમાં નડતા પ્રશ્ર્નો અંગે માહીતગાર કર્યા હતા. આ તકે આપના રેશમા પટેલે પણ પાટીદારને સંબોધન કર્યું હતુ.
આ મીટિંગમા ભાજપના કોઈ હોદ્દેદારો કે કાર્યકરો ડોકાયા ના હતા
આ મીટિંગમા ભાજપના કોઈ હોદ્દેદારો કે કાર્યકરો ડોકાયા ના હતા. તેમજ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમીત પટેલ દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમા ઉપસ્થિત રહેલ દીનેશ બાંભણીયાએ જણાવ્યું હતુ કે અમારા હાલ ત્રણ મુદ્દા છે. જેમા લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી, દીકરીની વય મર્યાદા વધારવી. તેમજ ઓનલાઇન ગેમીંગ પર સંપૂર્ણ પ્રતિબંધ. સાથે ઝવેરી કમીશનને આધારે પંચાયતમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવે.
ઉત્તરપ્રદેશ સરકારે 12 મે ના રોજ લગ્ન માટે માતાપિતાની હાજરીનો કાયદો બનાવ્યો
સાથે તેમણે જણાવ્યું હતુ કે ઉત્તરપ્રદેશ સરકારે 12 મે ના રોજ લગ્ન માટે માતાપિતાની હાજરીનો કાયદો બનાવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ 2022માં આશ્વાસન આપ્યું હતુ પણ અમલવારી થઈ નથી. એટલે અમે આ બાબતે માંગ કરી છે અને આ બાબતે કાયદો બનવો જોઈએ. 25 ઓગષ્ટ સુધીમા સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી અમારી માંગ છે. ગોડલની હાલની પરિસ્થિતિને લઈ તેમણે જણાવ્યું હતુ કે ગોંડલમાં કોઈ એક વ્યક્તિની દાદાગીરીનો અમે વિરોધ કરી લોકો ભયમુક્ત રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. 25 ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો ગામડે ગામડે અમે આ વાત પહોચાડીશુ અને લોકોનું સમર્થન સરકારને બતાવીશુ. આમ જણાવી તેમણે આંદોલનનો ગર્ભિત ઈશારો પણ કર્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad New Passport Center: અમદાવાદમાં આજથી શરૂ થશે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર


