Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા

Junagadh: ભારતી આશ્રમના મહાદેવભારતી ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા Junagadh: જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 80 કલાક બાદ...
junagadh  ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા
Advertisement
  • Junagadh: ભારતી આશ્રમના મહાદેવભારતી ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા
  • સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
  • 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા

Junagadh: જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 80 કલાક બાદ જુનાગઢ ભારતી આશ્રમના મહાદેવભારતી મળી આવ્યા છે. તેમાં ઇટવા ઘોડી જંગલમાંથી મળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. અગાઉ 300થી વધુ જવાનો તેમની શોધખોળમાં લાગ્યા હતા.

મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ થતા તેઓ મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ થતા તેઓ મળી આવ્યા છે. આજે સવારે ગિરનાર જંગલમાં બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમાં પોલીસ સાથે વન વિભાગની ટીમો ગિરનાર જંગલમાં પહોચી હતી. જેમાં જટાશંકર મહાદેવની જગ્યા પરથી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

Junagadh: અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી હતી

અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગના PSI સહીત 200 જેટલા કર્મી, વન વિભાગના 30 થી વધુ કર્મીઓએ ગિરનાર જંગલ ખૂંદી કાઢ્યો હતો. ભારતી આશ્રમના મહાદેવ ભારતી આશ્રમમાંથી નીકળી ગયા હતા. તથા પાંચ પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ થયા હતા.

ગુરૂ ભાઈ પરમેશ્વર ભારતી સહીત આશ્નમના પાંચ સેવકો સામે ગંભીર આક્ષેપો કર્યા

સ્યુસાઇડ નોટમાં તેમના ગુરૂ ભાઈ પરમેશ્વર ભારતી સહીત આશ્નમના પાંચ સેવકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. 2 નવેમ્બર સવારે ત્રણ વાગે ગુમ થયા હતા. જેમાં ભવનાથ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતા. તથા ભવનાથ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી હતી.

સ્યુસાઇડ નોટમાં અંગત કોઈ મનદુઃખ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી

સ્યુસાઇડ નોટમાં અંગત કોઈ મનદુઃખ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. જેમાં ફરી એક વખત ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો છે. ક્યાં કારણસર ગુમ થયા એ અંગે હજુ કારણ અકબંધ છે. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં મહાદેવ ભારતીબાપુએ અંગત મનદુખ હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે, ત્યારે મહાદેવ ભારતીબાપુ ગુમ થતા આશ્રમના સેવકો ચિંતાતૂર બન્યા હતા. સુસાઇડ નોટમાં કોના નામ લખવામાં આવ્યા છે તે મામલે પૂછતા ભવનાથ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. પરંતુ એકાએક મહાદેવભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ ત્યારે હવે બાપુ મળી આવતા સેવકોમાં શાંતિ થઇ છે.

આ પણ વાંચો: Surat: કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો, થયા ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.

×