Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ
- Junagadh: કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના બળી ગયા ઝૂંપડા
- દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા આવ્યો રોવાનો વારો
- ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ લીધી કાબુમાં
Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા રાખ બની ગયા છે. જેમાં કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના ઝૂંપડા બળી ગયા છે. આગે વિકરાળ સ્વરૂપ લેતા તમામ ઝૂંપડાઓ બળી ગયા છે. દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા રોવાનો વારો આવ્યો છે. ત્યારે ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી છે. જેમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
તમામ લોકોને હાલ કામચલાઉ ધોરણે શાળામાં રાખવામા આવ્યા
તમામ લોકોને હાલ કામચલાઉ ધોરણે શાળામાં રાખવામા આવ્યા છે. તમામ શ્રમજીવી લોકો દિવાળી સમયે જ બેઘર બન્યા છે. સ્થાનિકો દ્વારા તમામ શ્રમજીવીનોને જમવાની વ્યવસ્થા કરાઈ છે. દિવાળી વખતે ઘર બળી જતા રોકકળ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઝૂંપડાઓમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
Junagadh | કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના બળી ગયા ઝૂંપડા | Gujarat First
જૂનાગઢના કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ
કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના બળી ગયા ઝૂંપડા
આગે વિકરાળ સ્વરૂપ લેતા તમામ ઝૂંપડાઓ બળી ગયા
દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા આવ્યો રોવાનો… pic.twitter.com/mQyHIDh8Jc— Gujarat First (@GujaratFirst) October 20, 2025
Junagadh: ઘરવખરી ગુમાવતાં પરિવારજનોમાં શોક અને નિરાશાનો માહોલ
આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારોના એક સભ્ય, શેરગઢ ગામના રવજીભાઈ પરમારે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમારો પરિવાર રાત્રિના સમયે ઝૂંપડામાં હાજર હતો, ત્યારે અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. ઝૂંપડાની આસપાસ બાળકો ફટાકડા ફોડતા હતા, જેના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે.
ગરીબ પરિવારોને અંદાજે રૂપિયા 1 લાખથી વધુનું મોટું નુકસાન થયું
આ આગની ઘટનાને કારણે ઝૂંપડામાં રાખેલી ઘરવખરી, ટીવી, કબાટ તેમજ અન્ય જીવન જરૂરી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગના કારણે દેવીપૂજક સમાજના આ ગરીબ પરિવારોને અંદાજે રૂપિયા 1 લાખથી વધુનું મોટું નુકસાન થયું છે અને તેઓ બેઘર બન્યા છે. દિવાળીના તહેવારની રાત્રે જ ઘરવખરી ગુમાવતાં પરિવારજનોમાં શોક અને નિરાશાનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Rajkot: કાર અથડાવા બાબતે જૂથ અથડામણ, ત્રણ વ્યક્તિના મોત


