Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : લંપટ પ્રોફેસરની શર્મનાક કરતૂત! વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ મેસેજ, ચેટ વાઇરલ

બીજી તરફ આ મામલે લંપટ પ્રોફેસર સામે કડક કાર્યવાહીની ABVP એ માંગ ઉચ્ચારી છે.
junagadh   લંપટ પ્રોફેસરની શર્મનાક કરતૂત  વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ મેસેજ  ચેટ વાઇરલ
Advertisement
  1. Junagadh માં કોલેજ પ્રોફેસરની શરમજનક કરતૂત
  2. ભેસાણની આર્ટસ કોલેજમાં લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને કર્યા અભદ્ર મેસેજ
  3. વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજ કરતી ચેટ વાઇરલ થતાં હોબાળો
  4. કોલેજ તંત્ર એક્શનમાં, ઈન્ચાર્જ પ્રિન્સિપાલે આપી પ્રતિક્રિયા
  5. પ્રોફેસર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ABVP એ કરી માગ

જુનાગઢમાં (Junagadh) વધુ એક લંપટ શિક્ષકે ગુરુ-શિષ્યનાં સંબંધો પર લાંછન લગાવ્યું છે. ભેંસાણની (Bhesan) આર્ટસ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે વિદ્યાર્થિનીને અભદ્ર મેસેજ કર્યા હતા, જેનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ મામલે હોબાળો થતાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ એક્શનમાં આવ્યા છે અને સ્થાનિક સ્તરે કમિટી બનાવી શિક્ષણ વિભાગમાં અહેવાલ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આ મામલે લંપટ પ્રોફેસર સામે કડક કાર્યવાહીની ABVP એ માંગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Mehsana : USA માં ગુજરાતી પિતા-પુત્રીને અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી

Advertisement

આર્ટસ કોલેજમાં લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને અભદ્ર મેસેજ કર્યાનો આરોપ

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) ભેંસાણ તાલુકામાં આવેલ સરકારી વિનિમય કોલેજમાં ફરજ બજાવતા લંપટ પ્રોફેસર ડો. સચિન પીઠડિયાની (Dr. Sachin Peethadia) શર્મનાક હરકતથી શિક્ષણજગત શર્મસાર થયું છે. આરોપ છે કે ડો. સચિનને કોલેજની એક વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા એપ થકી અભદ્ર મેસેજ કર્યા હતા. પ્રોફેસરે વિદ્યાર્થિનીને કરેલા અભદ્ર મેસેજોની ચેટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે હોબાળો થયો છે. આ મામલે વિવાદ વકરતા કોલેજ તંત્ર એક્શનમાં આવ્યું છે અને લંપટ પ્રોફેસર સામે કાર્યવાહી શરૂ કરી છે. કોલેજનાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલે આ અંગે જણાવ્યું કે, મામલાની તપાસ માટે સ્થાનિક સ્તરે કમિટી બનાવાઈ છે અને શિક્ષણ વિભાગમાં અહેવાલ આપવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ

પ્રોફેસર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ABVP ની માગ

બીજી તરફ લંપટ પ્રોફેસર સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માગ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા કરવામાં આવી છે. એબીવીપીનાં સભ્યે જણાવ્યું કે, પ્રોફેસર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવી જોઈએ. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ સેલ દ્વારા સજાગતા અભિયાન ચલાવવાની પણ માગ કરવામાં આવી છે. ઉપરાંત, આ ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ABVP દ્વારા કરાઈ છે.

આ પણ વાંચો - VADODARA : માર્ગ અકસ્માત નિવારવા ટીમ રિવોલ્યુશનનો અનોખો પ્રયાસ

Tags :
Advertisement

.

×