Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : મનપાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર-9 પર BJP એ પાર્થ કોટેચાને આપી ટિકિટ

જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે.
junagadh   મનપાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર 9 પર bjp એ પાર્થ કોટેચાને આપી ટિકિટ
Advertisement
  • જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર
  • વોર્ડ નંબર-9 પર ભાજપે પાર્થ કોટેચાને આપી છે ટિકિટ
  • ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર છે પાર્થ કોટેચા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી પાર્થ કોટેચાએ કર્યો રાજકારણમાં પ્રવેશ
  • પાર્થ કોટેચાએ સારી બહુમતીથી જીતનો કર્યો છે દાવો
  • પ્રચારમાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે: પાર્થ કોટેચા
  • લોકો ભાજપ તરફી જ મતદાન કરવા મક્કમ: પાર્થ કોટેચા
  • અમે લોકોની સમસ્યાને જાણીએ છીએ અને દૂર પણ કરીએ છીએ: પાર્થ કોટેચા
  • ભાજપ વિકાસની રાજનીતિ કરે છે: પાર્થ કોટેચા

Sthanik Swaraj Election : જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે. અહીંથી દિગ્ગજ ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડી રહ્યા છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા તેમના રાજકીય પદાર્પણની શરૂઆત થઇ રહી છે. પાર્થ કોટેચાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાજપની જીત વિકાસના એજન્ડા પર આધારિત હોવાનો દાવો કર્યો છે.

ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ રાજકીય ડેબ્યુ કર્યું

તેમણે જણાવ્યું કે, તેમને ભવનાથ અને મા આંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ સાથે તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી. નડ્ડા, સી.આર.પાટિલ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નેતાઓ,આગેવાનોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરાંત, તેમણે પર્યટન વિસ્તારના વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે વધુ પ્રવાસીઓ આ વિસ્તાર તરફ આકર્ષાય, જેથી ક્ષેત્રની ગતિશીલતા વધે. તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર માત્ર જૂનાગઢની જનતા માટે જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના મુલાકાતીઓ માટે પણ મહત્વ ધરાવે છે, અને ભાજપનો લક્ષ્ય વિસ્તારને વધુ વિકસિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.

Advertisement

મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

Advertisement

આ પણ વાંચો :  Vadodara : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાનો બફાટ, દગો કરશો તો તમારા મકાન તૂટી જશે!

Tags :
Advertisement

.

×