Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : કેશોદમાં રખડતા ઢોરનો આતંક! એક યુવકનો લીધો ભોગ

જૂનાગઢના કેશોદમાં રખડતા ઢોરના આતંકે ફરી એક જીવ લીધો છે. લીમડા ચોકના મુખ્ય બજારમાં બાખડેલા આખલાઓની ઝપેટમાં આવી બાઈક ચાલક સોયબ મહિડાનું મોત નીપજ્યું છે. શાકભાજી વેચીને પરિવાર ચલાવતો સોયબ હવે 2 સંતાનોને નોંધારા કરી ગયો. આ ઘટનાએ પાલિકાની ઢોર પકડવાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
junagadh   કેશોદમાં રખડતા ઢોરનો આતંક  એક યુવકનો લીધો ભોગ
Advertisement
  • Junagadh ના કેશોદમાં રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ
  • લીમડા ચોકની મેઈન બજારમાં બાખડ્યા હતા આખલા
  • આખલો અથડાતા પડ્યા બે બાઈક ચાલક, 1નું મોત
  • સોયબ ગફાર મહિડા નામના યુવકનું નીપજ્યું મોત
  • શાકભાજીનો ધંધો કરતો હતો મૃતક યુવક સોયબ

Junagadh : જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. શહેરના વ્યસ્ત લીમડા ચોક મેઈન બજાર વિસ્તારમાં બેફામ રીતે બાખડી રહેલા 2 આખલાઓએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોક અને આક્રોશની લાગણી ફેલાવી દીધી છે, સાથે જ નગરપાલિકાની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એક યુવકનું કરૂણ મૃત્યુ

બનાવની વિગતો મુજબ,જૂનાગઢ (Junagadh) ના કેશોદના બજારની વચ્ચોવચ બે આખલાઓ અચાનક એકબીજા સાથે બાખડ્યા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે તેની ઝપેટમાં આવતા બે બાઈક ચાલકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં સોયબ ગફાર મહિડા નામના એક યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. મૃતક સોયબ શાકભાજીનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના નિધનથી તેના 2 નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર નોંધારો બન્યો છે.

Advertisement

Tragic death of a young man in Junagadh

Advertisement

નગરપાલિકાની ઢીલી કામગીરી પર કોંગ્રેસના આકરા પ્રહારો (Junagadh)

આ ઘટના બાદ કેશોદ નગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી પર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો અને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, પાલિકાની ઢીલી નીતિ અને બેદરકારીને કારણે શહેરીજનો સતત જોખમમાં જીવી રહ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ પહેલો બનાવ નથી. અગાઉ પણ રખડતા ઢોરને કારણે 3થી 4 યુવકોના મોત નીપજ્યા છે, પરંતુ પાલિકાએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. આગળ કહેવામાં આવ્યું કે, "કેશોદ નગરપાલિકા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ કરે છે," તેવા આકરા શબ્દોમાં કોંગ્રેસે પાલિકાની કામગીરીની નિષ્ફળતા પર ભાર મૂક્યો છે.

Junagadh incident

કોંગ્રેસની ચીમકી

આ ગંભીર પરિસ્થિતિને જોતા કોંગ્રેસે નગરપાલિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જાહેર કર્યું છે કે, જો પાલિકા તત્કાળ અસરથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવે, તો તેઓ આગામી દિવસોમાં લોકોને સાથે રાખીને મોટું જન આંદોલન શરૂ કરશે, જેથી પાલિકા પર યોગ્ય કાર્યવાહી કરવાનું દબાણ વધે. આ ઉપરાંત જો પાલિકા આ મામલે ગંભીરતા નહીં દાખવે, તો જરૂર પડ્યે કોર્ટ (ન્યાયાલય)નો આશરો લઈને કાયદાકીય લડત પણ લડવામાં આવશે.

આ પણ વાંચો :   રૂપિયા ઉઠાવવા જાઓ તો જોજો! ATM ની અંદર આરામ ફરમાવી રહ્યો છે આખલો

Tags :
Advertisement

.

×