Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : MLA ગોપાલ ઇટાલિયાનો 'એક્શન અવતાર'! ગ્રામજનો, ખેડૂતો, યુવાનોની સમસ્યા અંગે કરી રજૂઆત

ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા ફરિયાદ તેમ જ સંકલન સમિતિની બેઠકમાં ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા.
junagadh   mla ગોપાલ ઇટાલિયાનો  એક્શન અવતાર   ગ્રામજનો  ખેડૂતો  યુવાનોની સમસ્યા અંગે કરી રજૂઆત
Advertisement
  1. શપથ બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા એકશનમાં (Junagadh)
  2. પ્રથમ વખત જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા
  3. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરનાં 35 પ્રશ્નો રજૂ કર્યા
  4. ખેડૂતોની સમસ્યા, ગ્રામ્યમાં સ્મશાનની સુવિધા અંગે રજૂઆત કરી

Junagadh : વિસાવદરનાં નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) શપથ લીધા બાદ એક્શન મોડમાં જોવા મળ્યો છે. ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા ફરિયાદ તેમ જ સંકલન સમિતિની બેઠકમાં ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે બેઠકમાં વિસાવદરનાં (Visavadar) 35 પ્રશ્નો રજૂ કર્યા હતા. ખેડૂતોની સમસ્યા, ગ્રામ્યમાં સ્મશાનની સુવિધા સહિત વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Raj Thackeray : 'રાજ ઠાકરે રાષ્ટ્રની માફી માગે...', ગુજરાતભરમાં રોષ! નેતાઓની પ્રતિક્રિયા

Advertisement

Advertisement

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના 35 પ્રશ્નો રજૂ કર્યા

સતત ચર્ચામાં રહેતા અને વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia) શપથ લીધા બાદ 'એક્શન અવતાર' જોવા મળ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે વિસાવદરનાં 35 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને થતી મુશ્કેલીઓ, ગામડાઓમાં સ્મશાનની દુઃખદાયક સ્થિતિ, યુવાનો માટે લાઇબ્રેરી સહિતની જરૂરી સુવિધા અંગે ખાસ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Mukesh Bambha : મુકેશ બામ્ભાએ આપઘાતનું નાટક કરતાં જેલમાં ખટલો ચાલ્યો, બે મહિના માટે મુલાકાત બંધ

ભેંસાણ, સુરત અને વિસાવદરની બસ શરૂ કરવા પણ માગ કરી

ઉપરાંત, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભેંસાણ-સુરત (Bhensan-Surat) અને વિસાવદર-સુરતની બસ સેવા (Visavdar-Surat Bus Services) શરૂ કરવાની પણ માંગ કરી હતી. આ સાથે કોઝવે તેમ જ જર્જરિત બ્રિજોની કામગીરી અંગે પણ રજૂઆત કરી હતી. ગામડાઓમાં વીજ ફોલ્ટની સમસ્યા, કુબારાવણી ગામનું હક્કપત્રક 2006 તલાટી મંત્રીએ ગુમ કરી દીધું જે અંગે હક્કપત્રક માટે ખેડૂતોને થતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરૂરિયાતની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવા પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - હવે તો હદ કરી! ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેએ કહ્યું એવું કે થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ

Tags :
Advertisement

.

×