Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અંગે MLA ના આકરા સવાલ

પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અને જમીનની માલિકી અંગે ઉઠેલા સવાલો આજે પણ ઠંડા પડ્યા નથી.
junagadh   પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અંગે mla ના આકરા સવાલ
Advertisement
  1. જુનાગઢ (Junagadh) ભવનાથનાં પ્રેમગીરી અતિથિ ભવનને લઈને વિવાદ
  2. પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામને લઈને MLA ના સવાલ
  3. MLA સંજય કોરડિયાએ સંકલન સમિતિમાં ઉઠાવ્યા સવાલ
  4. સંજય કોરડિયાની રજૂઆત બાદ કલેક્ટરનો તપાસનો આદેશ

Junagadh : જુનાગઢનાં ભવનાથમાં બનેલ પ્રેમગીરી અતિથિ ભવનને (Premgiri Atithi Bhavan) લઈ વિવાદ વકર્યો છે. MLA સંજય કોરડિયાએ (Sanjay Koradia) જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અતિથિ ભવનનાં બાંધકામને લઈ ગંભીર સવાલ ઊઠાવ્યા છે. સાથે જ જમીનની માલિકીને લઈ પણ સવાલ કર્યા હતા. આ મામલે હવે કલેક્ટરે પ્રાંત અધિકારીને તપાસ કરી રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો - પીએમ મોદીની લોકપ્રિયતા ઓછી થવાના કારણે સરકારે GST ના રેટ ઘટાડ્યા : Isudan Gadhvi

Advertisement

Junagadh માં પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામને લઈને MLA નાં ગંભીર સવાલ

જુનાગઢનું (Junagadh) ભવનાથ મંદિર (Bhavnath Temple) કે જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. અહીં, આવેલ અતિથિ ભવનનો વિવાદ વકર્યો છે. પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અને જમીનની માલિકી અંગે ઉઠેલા સવાલો આજે પણ ઠંડા પડ્યા નથી. તાજેતરમાં યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માણાવદર વિધાનસભ્ય સંજય કોરડીયાએ (Sanjay Koradia) આ મુદ્દે તીખા સવાલો ઉઠાવ્યા હતા, જેના પગલે કલેક્ટર અનિલ રાણાવસીયાએ પ્રાંત અધિકારીને તપાસનાં આદેશ કરી રિપોર્ટ સુપ્રત કરવા જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે 'અમૃત ભારત ટ્રેન'ને આપી લીલી ઝંડી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા

છેલ્લા ઘણા સમયથી પ્રેમગીરી અતિથિ ભવનનો ચાલી રહ્યો છે વિવાદ!

નોંધનીય છે કે, ભવનાથમાં (Bhavnath) આવેલ પ્રેમગીરી અતિથિ ભવનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો છે. ગત વર્ષે પણ એવા આક્ષેપ થયા હતા કે, ભવનાથ મંદિર ટ્રસ્ટની (Bhavnath Temple Trust) જગ્યા પર ગેરકાયદેસર પ્રેમગીરી અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે. પાંચ માળનું આ અતિથિ ભવન કોની પરવાનગીથી બનવાવવામાં આવ્યું તેને લઈને નિષ્પક્ષ તપાસની માગ પણ કરાઈ હતી. ત્યારે હવે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો - Rupal ni Palli : રૂપાલમાં પલ્લી યાત્રાની તડામાર તૈયારીઓ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

Tags :
Advertisement

.

×