Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો
- માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ
- નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થાય છે
- બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાની આશંકા દર્શાવી
ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લાગ્યો છે. જેમાં માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ છે તેમાં ગુજકોમાસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે. તેમજ જુનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે.
નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થાય છે
નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થાય છે. મગફળીની ખરીદીમાં ગુજકોમાસોલ પોતાની મનમાની કરે છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ લાડાણીને જવાબ આપ્યો છે. તેમા અરવિંદ લાડાણીએ કરેલા આરોપ દિલીપ સંઘાણીએ ખોટા ગણાવ્યા છે. જેમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે ગુજકોમાસોલ ગેરરીતિ કરે છે તે વાત ખોટી છે. મગફળીના બારદાન નાફેડ આપે છે ગુજકોમાસોલ નહીં. ધારાસભ્ય સાચા છે કે ખોટા તે કોર્ટમાં ખ્યાલ આવશે. ત્યારે જુનાગઢના માણાવદરમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે.
બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાની આશંકા દર્શાવી
ઉલ્લેખનીય છે કે ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગેરરીતિના આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ગુજકોમાસોલ દ્વારા નબળી મગફળીની ખરીદી કરી ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોની સુવિધા માટેના કેન્દ્ર પર તોછડું વર્તન કરવાનો પણ આરોપ છે. તથા બારદાનનો જથ્થો હોવા છતાં ન દઈ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. તેમજ બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાની આશંકા દર્શાવી છે.
આ પણ વાંચો: Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા


