Satadhar Vivad : વિજયબાપુ સામે ગંભીર આક્ષેપનો વધુ એક વીડિયો આવ્યો સામે
- સતાધારનાં વિજયબાપુ સામે આક્ષેપનો વધુ એક વીડિયો (Satadhar Vivad)
- "જગ્યામાં રહેતા માણસોને માર મારવામાં આવતો"
- દિવાળીબેન નામની મહિલાને કાઢી મૂકાયાનો વીડિયોમાં ઉલ્લેખ
સતાધાર વિવાદ મામલે (Satadhar Vivad) અગાઉ મહંત વિજય ભગત સામે અનેક ગંભીર આક્ષેપ થયા છે. ત્યારે હવે વિજય ભગત (Vijay Bhagat) સામે આક્ષેપ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં સત્તાધારમાં વર્ષોથી કામ કરતી દિવાળીબેન નામની મહિલાને કાઢી મૂકાયાનો આરોપ કરાયો છે. સાથે એવો પણ આક્ષેપ કરાયો કે ત્યાં રહેતા માણસોને માર મારવામાં આવતો. ગીતાબેનને ગીતાબા કહીને બોલાવવામાં આવતા હતા અને ગીતાબેનનાં બંગલે સિક્યુરિટી પણ મૂકવામાં આવી હતી.
આ પણ વાંચો - Amreli Letter Kand : દિલીપ સંઘાણીએ CM ને લખ્યો પત્ર, કહ્યું - HC નાં જજની અધ્યક્ષતામાં..!
વર્ષોથી કામ કરતી મહિલાને કાઢી મૂકાયાનો આરોપ
જુનાગઢ જિલ્લામાં (Junagadh) સતાધાર મંદિરનાં મહંત વિજયબાપુ (Vijay Bhagat) સામે સતત આરોપ થઈ રહ્યા છે. ત્યારે હવે વિજય ભગત પર આરોપોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં એક શખ્સે વિજય ભગત પર ગંભીર આક્ષેપ કર્યા છે. વાઇરલ વીડિયોમાં સતાધારમાં વર્ષોથી કામ કરતી દિવાળીબેન નામની મહિલાને કાઢી મૂકાયાનો આરોપ કરાયો છે. સાથે દિવાળીબેનની દીકરીઓ હેરાન થતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સાથે ત્યાં રહેતા માણસોને માર મારવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો - Mehsana : અનામત આંદોલન અંગે નીતિન પટેલનું બેબાક નિવેદન, કહ્યું - એડમિશન ન મળતું એટલે..!
'ભગત તમે એમનો રોટલો છીનવી લીધો છે'
વાઇરલ વીડિયોમાં શખ્સ કહે છે કે, દિવાળીબેને એવું તો શું કર્યું હતું ? એમનો શું વાંક હતો ? એમનો શું ગુનો હતો ? એમને કાઢ્યા પછી તમારી પર આ બન્યું. ભગત તમે એમનો રોટલો છીનવી લીધો છે, તમારે હજું પરિણામ ભોગવવું પડશે. હજું તમારા હાલ બહું ખરાબ થશે. આ સાથે વાઇરલ વીડિયોમાં એવો પણ ઉલ્લેખ કરાયો કે ગીતાબેનને ગીતાબા કહીને બોલાવવામાં આવતા. ગીતાબેનનાં બંગલે સિક્યુરિટી પણ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તાધારનાં મહંત પર અગાઉ તેમનાં સગા ભાઈએ અને ત્યાર બાદ આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ પણ ગંભીર આરોપ (Satadhar Vivad) લગાવ્યા હતા.
આ પણ વાંચો - Mehsana : હવે તો રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે : નીતિન પટેલ


