Junagadh: ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું, સાધુ-સંતોએ પરંપરા જાળવી રાખી
- Junagadh: ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું
- ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું
- સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ
Junagadh: ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું છે. ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ છે. સાધુ-સંતો, કલેક્ટર, એસપી, મ્યુ. કમિશનર હાજર રહ્યા છે. જેમાં વરસાદમાં જંગલના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. તેમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રતિકાત્મક પરિક્રમા કરશે. માત્ર પાંચ જેટલા સંતો જ ગીરનારની લીલી પરિક્રમા કરશે.
સાધુ-સંતોએ પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા શરૂ કરી
કારતક મહિનાની દેવઉઠી એકાદશીના દિવસે પરંપરાગત રીતે પ્રારંભ થતી લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કારણે જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર, સાધુ-સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ નિર્ણય લેવો પડ્યો છે.
Junagadh : આ વર્ષે ભાવિકો ગીરનારની
લીલી પરિક્રમા નહીં કરી શકે! । Gujarat Firstવહેલી સવારે ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ
માત્ર પરંપરા જાળવવા લીલી પરિક્રમા શરૂ કરાઈ
આ વર્ષે ભાવિકો માટે પરિક્રમા બંધ કરવામાં આવી
અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રતિકાત્મક પરિક્રમા
માત્ર પાંચ… pic.twitter.com/K9PmI0MDIo— Gujarat First (@GujaratFirst) November 2, 2025
Junagadh: વિધિવત પૂજન-અર્ચન મુહૂર્ત કરવામાં આવ્યું
જોકે, ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે દેવદિવાળીની મધ્યરાત્રિએ વિધિવત પૂજન-અર્ચન સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા શરૂ કરી છે, જે સાંજ સુધી ચાલશે.
મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ગિરનાર તળેટીએ જોવા મળી રહ્યો છે
મોડીરાતે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ગિરનાર તળેટીએ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જાળવવા માટે રાત્રે 12 વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વારથી વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો. પરંપરા મુજબ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં દિપ પ્રાગટ્ય કરી અને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિ દરમિયાન 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: Stabbed on UK: યુકેના કેમ્બ્રિજશાયરમાં ટ્રેનની અંદર છરાથી ભયાનક હુમલો, 9 થી વધુ લોકો ઘાયલ


