Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો
- Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ
- આયુર્વેદના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શેર કર્યા ઉપાયો
- શિયાળામાં મળતા ગાજર (Carrot) સુપર ફૂડઃ આચાર્ય બાલકૃષ્ણ
Eye care: અત્યારના ડિજિટલ (Digital) યુગમાં મોબાઈલથી લોકો આંખોની સમસ્યાઓને નોતરી રહ્યા છે. લાંબા સમય સુધી મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર (Computer) સામે બેસી રહેવાથી નાની ઉંમરે જ લોકોની દૃષ્ટિ બગડવા લાગી છે. હાલમાં બાળકોથી માંડીને પુખ્ત વયના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આંખોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. નબળી પડતી દૃષ્ટિ રોજિંદા કાર્યોને મુશ્કેલ બનાવી રહી છે. અને બાળકોને નાની ઉંમરે જાડા ચશ્મા પહેરવા મજબૂર બન્યા છે. સ્ક્રીન ટાઈમ (Screen time) વધારવાની સાથે, આહાર પણ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે તમામ વયના લોકો આરોગ્યપ્રદ ખોરાક (Healthy food) કરતાં જંકફૂડ (Junk food) વધારે પસંદ કરે છે. આ તેમના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરે છે. ત્યારે આ સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna) એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. જેમાં તેમણે દ્રષ્ટિ સુધારવા માટે ઘરેલું ઉપાયો શેર કર્યા છે.
Eye care:આચાર્ય બાલકૃષ્ણએ ગાજરને સુપર ફૂડ ગણાવ્યું
આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં સરળતાથી મળી રહેતા લાલ શાકભાજીને આંખો માટે ઔષધિ સમાન ગણાવ્યા છે. લાલ શાકભાજીનો રસ આંખો માટે ઉત્તમ છે. શિયાળાની લાલ શાકભાજીનું સેવન કરવાથી જાડા ચશ્માથી છૂટકારો મેળવવામાં પણ મદદ મળી શકે છે. બાલકૃષ્ણએ ગાજરને ઉત્તર ઔષધિ બતાવી છે. તેઓ જણાવે છે કે, ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેને ખાવાથી આંખોની રોશની સુધારવા સહિત અન્ય ફાયદાઓ પણ થાય છે.
આ પણ વાંચો- દાંતને સાફ રાખવા માટે ટૂથબ્રશ, દાતણ કે આંગળી, શું મહત્વનું.! જાણો વૈદ્યનું શું કહેવું છે
ગાજરનો રસ આંખોની દ્રષ્ટિ સુધારે છેઃ આચાર્ય બાલકૃષ્ણ
આચાર્ય બાલકૃષ્ણએ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો છે. ગાજરમાં બીટા-કેરોટીન (Beta-carotene) હોય છે. જે શરીરમાં પ્રવેશતા જ વિટામિન A (Vitamin A) માં રૂપાંતરિત થાય છે. ગાજરનો રસ દ્રષ્ટિ સુધારવાની સાથે સાથે રાત્રિ અંધત્વ અને મોતિયા (Night blindness and cataracts) સામે પણ રક્ષણ આપે છે. આચાર્ય કહે છે કે, શિયાળા દરમિયાન ગાજર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. અને દરરોજ ગાજરનો રસ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. ગાજરમાં વિટામિન સી (Vitamin C), એન્ટીઑકિસડન્ટ (antioxidants) અને પોટેશિયમ (potassium) પણ હોય છે. જે આંખોમાં નાની રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય જાળવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
View this post on Instagram
ગાજરનો રસ કોણે ન પીવો જોઈએ?
- ડાયાબિટીસના દર્દીઓ: ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સુગર (High blood sugar) ધરાવતા લોકોએ ગાજરનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેમાં ઘણી બધી કુદરતી ખાંડ હોય છે. તેને પીવાથી બ્લડ સુગર (blood sugar) ઝડપથી વધી શકે છે.
- લીવરના દર્દીઓ (Liver patients): ફેટી લીવર અથવા લીવર સંબંધિત અન્ય કોઈ સમસ્યાથી પીડાતા લોકોએ પણ ગાજરનું સેવન ટાળવું જોઈએ. ગાજરનો વધુ પડતો રસ બીટા-કેરોટીન ઓવરલોડ (Beta-carotene overload) નું કારણ બની શકે છે, જે લીવર પર દબાણ લાવે છે.
- લોહી પાતળું કરવાની દવા લેતા દર્દીઓ: ગાજરમાં વિટામિન K પણ હોય છે. જે દવાઓની અસરકારકતાને ઘટાડી શકે છે. તેથી લોહી પાતળું કરતી દવાઓ લેતા લોકોએ આ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. અથવા તેને પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
- એલર્જી ધરાવતા લોકો: કેટલાક લોકોને ગાજરથી એલર્જી (Allergy) થતી હોય છે. એલર્જી ધરાવતી વ્યક્તિ આ જ્યુસ પીવે છે, તો તેમને હાથ-પગ સહિત શરીરમાં સોજો આવી શકે છે. ખંજવાળ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તેથી આ લોકોએ પણ ગાજરનું સેવન ટાળવું જોઈએ.
- એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો: નાના બાળકોમાં ગાજરનો રસ ડાયેરિયા (Diarrhea) અને ખાંડ વધવાનું જોખમ વધારે છે. તેથી આ બાળકોને ઓછી માત્રામાં ગાજરનો રસ આપવો શ્રેષ્ઠ છે. જોકે, તે આપતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
- કિડનીમાં પથરી ધરાવતા લોકો: ગાજરમાં ઓક્સાલેટ (Oxalate) હોય છે. જે કિડની (Kidney) માં પથરીના જોખમને વધારી શકે છે. તેથી કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકોએ આ જ્યુસ પીવું ન જોઈએ.
- થાઇરોઇડથી ગ્રસ્ત લોકો: ગાજર વધુ પડતું કેરોટીન થાઇરોઇડ (Thyroid) કાર્યને ધીમું કરી શકે છે. તેથી ઓછા સક્રિય થાઇરોઇડ ધરાવતા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
સ્વસ્થ લોકોએ કેટલો રસ પીવો જોઈએ?
સ્વસ્થ લોકોએ અઠવાડિયામાં ૩-૪ વખત 150 થી 200 મિલી (Milli) ગાજરનો રસ પીવો જોઈએ. દરરોજ તે પીવું જરૂરી નથી, અને ખાલી પેટે પણ પીવું જોઈએ નહીં. બીટ કે સફરજન સાથે ગાજરનો રસ ભેળવવાનું ટાળો. કારણ કે તેનાથી ખાંડનું સ્તર વધે છે. તાજો રસ પીવો હંમેશા શ્રેષ્ઠ છે.
આ પણ વાંચો- Home Remedies for Cracked Heels: 1 રાતમાં ફાટેલી એડીઓને માખણ જેવી બનાવશે આ 5 જાદુઈ નુસ્ખા!


