Stress: તણાવ ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર, થોડા સમયમાં ફાયદો જોવા મળશે!
- આજના માહોલમાં Stress ના કેસો વધી રહ્યા છે
- માનસિક તણાવને દૂર કરવા ઘરેલું ઉપાય અજમાવો
- તણાવમાંથી મુક્તિ મેળવવા માટે અપનાવો મ્યુઝીક થેરાપી
આજના માહોલમાં માનસિક તણાવના કેસ ખુબ વધી રહ્યા છે. ઘરની જવાબદારી સાથે ઓફિસના કામનું ભારણ ઉપરાંત સંબધોના બ્રેકએપ સહિતના પ્રશ્નો વ્યક્તિઓને માનસિક તણાવમાં વધારો કરે છે
આજના માહોલમાં માનસિક તણાવના કેસ ખુબ વધી રહ્યા છે. ઘરની જવાબદારી સાથે ઓફિસના કામનું ભારણ ઉપરાંત સંબધોના બ્રેકએપ સહિતના પ્રશ્નો વ્યક્તિઓને માનસિક તણાવમાં વધારો કરે છે. આ પરિબળોના લીધે લોકો માનસિક તણાવ લઇ લે છે. જેના લીધે વ્યક્તિના વર્તનમાં તેનો તણાવ જોવા મળે છે. જેવી રીતે કે ચીડિયાપણું, થાક, ઊંઘ ન આવવી અને ક્યારેક માથાનો દુખાવો કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ માનસિક તણાવને ઓછું કરવા માટે ઘરેલું ઉપાય અજમાવો. માનસિક તણાવમાંથી તમને રાહત મળશે. દવાની જરૂર નથી માત્ર અપનાવો આ ટિપ્સ....
Stress હોવ તો ઊંડો શ્વાસ લો
જ્યારે પણ તમે તણાવ અનુભવો છો તો તમ 2 મિનિટ માટે ઊંડા શ્વાસ લઈ શકો છો. જેનાથી મગજને પુરતું ઓક્સિજન મળશે અને તમને શાંતિનો અહેસાસ થશે, સાથે હૃદયના ધબકારાને પણ નોર્મલ બનાવે છે.
Stress હર્બલ ચાનું કરો સેવન
ગ્રીન ટી અથવા તુલસી-આદુ હર્બલ ચા પીવો એ તણાવ ઘટાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. આ ચામાં હાજર કુદરતી તત્વો મનને આરામ આપે છે અને મૂડ સુધારે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા એક કપ હર્બલ ચા તમને સારી ઊંઘ લેવામાં મદદ કરશે.
Stress માં યોગ અને ધ્યાન કરો
યોગ અથવા ધ્યાન કરી શકાય છે. જેમ કે શવાસન, બાલાસન અને પ્રાણાયામ, આ તણાવ દૂર કરવામાં મદદ કરે છે. એ જ રીતે, 10 મિનિટ ધ્યાન પણ કરી શકાય છે. સવારે ખુલ્લી હવામાં યોગ અને ધ્યાન કરવું શ્રેષ્ઠ છે.
Stress માં મ્યુઝીક થેરાપી
તણાવ દરમિયાન તમારા મનપસંદ ધીમા અને આરામદાયક ગીતો સાંભળવાથી મન હળવું થશે . એક સંશોધન મુજબ સંગીત માનસિક તણાવમાં રાહત આપશે.
Stress માં એરોમાથેરાપી
લવંડર, રોઝમેરી અને પેપરમિન્ટ જેવા તેલની સુગંધ મગજમાં આરામ આપે છે અને હોર્મોન્સ મુક્ત કરે છે. માથામાં તેલની માલિસ પણ તમારા માટે ફાયદાકારક નીવડશે. એરોમાથેરાપી તણાવને ઓછું કરવામાં મહત્વનું ભાગ ભજવે છે. તણાવ મુક્ત થવા માટે આ ટિપ્સને અપનાવો તમારા માનસિક તણાવમાંથી થોડા સમયમાં જ મુક્તિ મળશે, તમારા શરીરમાં એક પોઝિટિવ ઉર્જા જોવા મળશે
નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે લખાયો છે. તેમાં જણાવેલ ઘરેલું ઉપચાર કોઈ પણ રીતે ડૉક્ટર કે આરોગ્ય નિષ્ણાતની સલાહનો વિકલ્પ નથી. જો તમને લાંબા સમય સુધી તણાવ રહે છે કે તેનાથી સંબંધિત કોઈ ગંભીર સમસ્યા છે, તો તાત્કાલિક તબીબી નિષ્ણાતનો સંપર્ક કરો. ગુજરાત ફર્સ્ટ આ લેખની પુષ્ટિ કરતો નથી.
આ પણ વાંચો: ટ્રાન્સ વુમનને પીરિયડ્સ આવવા અંગેના સવાલને અનાયા બાંગરે સરળ ભાષામાં ઉકેલ્યો


