સ્વર્ગ પણ ઝાંખું આ ગામની સામે, પણ પ્રવાસીઓ પ્રતિબંધ લગાવી રહ્યા!
- આ ગામ તેની સુંદર મીઠાની ખાણ માટે પણ પ્રખ્યાત
- નાનકડું ગામ દરરોજ 10,000 Tourists નું સ્વાગત કરે છે
- Tourists ને અટકાવવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા
Austrian Village Hallstatt : પ્રવાસના શોખીનોની નજર ઘણીવાર તેઓની કલ્પનાઓમાં જે સ્થાનો જુએ છે તેના તરફ વળે છે. કેટલાક લોકો બરફથી ઢંકાયેલા પર્વતો તરફ તો બીજી તરફ અન્ય લોકો વિશાળ સમુદ્રનું દૃશ્ય જોવાની ઈચ્છા રાખે છે. પરંતુ કેટલીક જગ્યાઓની સુંદરતા એવી છે કે તે કલ્પનાથી પણ કરી શકાય નહીં. આવી જ એક જગ્યા છે Austria નું Hallstatt ગામ છે. જે પોતાની આકર્ષક સુંદરતાથી દરેકને મંત્રમુગ્ધ કરી દે છે.
આ ગામ તેની સુંદર મીઠાની ખાણ માટે પણ પ્રખ્યાત
Austria ના સાલ્ઝકેમરગુટ પ્રાંતમાં સ્થિત Hallstatt ગામમાં માત્ર 800 લોકો જ રહે છે. પરંતુ તેની સુંદરતાએ દુનિયાભરના Tourists નું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ગામ તેની ભવ્યતા માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. હૉલસ્ટેટ પોતાની અનોખી પરંપરાને કારણે જાણીતું છે, Hallstatt માં માનવ ખોપરીનું ચિત્ર કંડારવામાં આવે છે. તે ઉપરાંત આ ગામ તેની સુંદર મીઠાની ખાણ માટે પણ પ્રખ્યાત છે.
આ પણ વાંચો: Swiggy પર આપ્યો ગર્લફ્રેન્ડનો ઓર્ડર, કંપનીનો જવાબ જોઈને હસી હસીને પેટ દુઃખી જશે
A day in Hallstatt, Austria. #Hallstatt #Austria #drone #Trending #Reels #shorts #travel #editing pic.twitter.com/1uqBV2l4gs
— Ahmet Talha Duran (@ahmettalhaduran) December 29, 2024
નાનકડું ગામ દરરોજ 10,000 Tourists નું સ્વાગત કરે છે
Hallstatt તેની સુંદરતા અને આકર્ષણના કારણે દર વર્ષે લાખો Tourists ને આકર્ષે છે, પરંતુ ગામના રહેવાસીઓ મોટી ચિંતાનો સામનો કરી રહ્યા છે. આ નાનકડું ગામ જે દરરોજ 10,000 Tourists નું સ્વાગત કરે છે, તેના રહેવાસીઓની ગોપનીયતા અને શાંતિ જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
Touristsને અટકાવવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા
આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક વહીવટીતંત્રે અનેક પગલાં લીધાં છે. સાંજે 5 વાગ્યા પછી પ્રવાસી બસોને પ્રવેશવા પર પ્રતિબંધ છે અને એક ટનલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના હેવાસીઓએ સેલ્ફી લેતા Tourists ને નિયંત્રિત કરવા માટે સેલ્ફી પ્રતિબંધ વસ્તુઓ તૈયાર કરીને રાખી છે. એક લોકપ્રિય પહાડી પર Tourists ને અટકાવવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 66 વર્ષ પહેલાના સોનાના બિલે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કિંમત


