Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chewing Gum મોંઢા માટે 'જીમ'ની ગરજ સારશે, આ રીતે કરો યોગ્ય પસંદગી

Chewing Gum Benefits : અત્યાર સુધી ચ્યુઇંગ ગમ મોટે ભાગે દાંતને સુરક્ષિત રાખવા, પોલાણ અટકાવવા અને ખરાબ ગંધ દૂર કરવા જાણીતી હતી
chewing gum મોંઢા માટે  જીમ ની ગરજ સારશે  આ રીતે કરો યોગ્ય પસંદગી
Advertisement
  • ચ્યુઇંગ ગમ મોંઢાના સ્વાસ્થ્ય માટે અનેકરીતે ઉપયોગી છે
  • વ્યસનથી દુર રહેવાથી લઇને સ્પોર્ટસમાં પરફોર્મન્સ સુધારવા સુધી વિવિધ ફાયદા
  • રિસર્ચના અહેવાલમાં આશ્ચર્યજનક ખુલાસા થવા પામ્યા છે

Chewing Gum Benefits : ચ્યુઇંગ ગમનું (Chewing Gum Benefits) નામ સાંભળતા જ આપણને બાળપણની યાદ આવી જાય છે. બાળપણમાં ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) ચાવવી અને તેનાથી ફુગ્ગા ફુલાવવાની ખૂબ મજા આવતી હતી. ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) તો એક ગમ છે. ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) નો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઇજિપ્ત અને માયા સભ્યતામાં, લોકો કુદરતી રેઝિન ચાવતા હતા. આજના સમયમાં, ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) મોટાભાગના લોકો દ્વારા સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગમાં લેવાતી વસ્તુ છે, જેનો ઉપયોગ ફક્ત મજા માટે અથવા શ્વાસને તાજગી આપવા માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે પણ થઈ રહ્યો છે.

Advertisement

ઓરલ હેલ્થ સાથે અનેક ફાયદા

અત્યાર સુધી ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) મોટે ભાગે દાંતને સુરક્ષિત રાખવા, પોલાણ અટકાવવા અને ખરાબ ગંધ દૂર કરવા માટે જાણીતી હતી. ખાસ કરીને શુગર ફ્રી અથવા ઝાયલિટોલ-યુક્ત ગમ દાંતને નુકસાન પહોંચાડતા બેક્ટેરિયા ઘટાડે છે, અને લાળ સ્ત્રાવ વધારીને મોં સાફ રાખે છે, પરંતુ તાજેતરમાં ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સમીક્ષા સર્વેમાં ચ્યુઇંગ ગમના અન્ય સ્વાસ્થ્ય લાભો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જે ઓરલ હેલ્થથી ઘણા આગળ વધીને દર્શાવવામાં આવ્યા છે.

Advertisement

આંતરડા પ્રવૃત્ત કરવાથી લઇને ભૂખ નિયંત્રણમાં ઉપયોગી

ઉદાહરણ તરીકે, ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહેલા લોકો તમાકુની તૃષ્ણા ઘટાડવા માટે નિકોટિન ગમ (Chewing Gum Benefits) ચાવે છે. આ ઉપરાંત, લોકો તેમના આંતરડાની પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટે ઓપરેશન પછી ચાવે છે. તેવી જ રીતે રમતવીરો તેમના પ્રદર્શનને વધારવા માટે તેને ચાવે છે. કેટલાક લોકો ચિંતા ઘટાડવા, સતર્કતા વધારવા અને ભૂખને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

સંશોધન શું કહે છે

આ અભ્યાસમાં 5 મોટા ડેટાબેઝમાંથી 260 સંશોધન કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આમાં સુગર ગમ (Chewing Gum Benefits), સુગર-ફ્રી ગમ, ઝાયલિટોલ-યુક્ત ગમ, કેફીનેટેડ ગમ, નિકોટિન ગમ અને અન્ય પ્રકારોનો સમાવેશ થાય છે. તેમાં 155 રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ્સ, 36 નોન-આરસીટી, 65 સમીક્ષાઓ અથવા મેટા-વિશ્લેષણ અને 6 સર્વેક્ષણોનો સમાવેશ થાય છે. મોટાભાગના અભ્યાસો 2015 અને 2025 ની વચ્ચે પ્રકાશિત થયા હતા, જેમાંથી 38 ફક્ત 2024 માં પ્રકાશિત થયા હતા.

તબીબી સહાયક તરીકે ભૂમિકા

40 થી વધુ અભ્યાસોમાં ઉપચારાત્મક સહાય તરીકે ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નિકોટિન ગમ ધૂમ્રપાન છોડવા માંગતા લોકો માટે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે તલપ ઘટાડે છે, અને લાંબા સમય સુધી સિગારેટ છોડવામાં મદદ કરે છે. કિડનીના દર્દીઓ અથવા હૃદયની નિષ્ફળતાવાળા દર્દીઓ, જેમને પ્રવાહીનું સેવન મર્યાદિત કરવું પડે છે, તેઓ તરસ ઘટાડવા માટે ગમ ચાવી શકે છે.

નિષ્ણાતો શું કહે છે

પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉ. નિનાદ મુલેના મતે, ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) સ્વાસ્થ્ય માટે સારું છે કે ખરાબ, તે તમે કયા પ્રકારના ચ્યુઇંગ ગમ ચાવી રહ્યા છો અને તમે તેને કેટલા સમય સુધી ચાવી રહ્યા છો તેના પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે, શુગર ફ્રી ગમ અને ખાસ કરીને ઝાયલિટોલ ગમ ચાવવું ઓરલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. આ પોલાણ અને પેઢાના રોગનું જોખમ ઘટાડે છે.

માનસિક અને શારીરિક કામગીરીમાં મદદરૂપ

કેટલાક અભ્યાસ દર્શાવે છે કે, ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) લોકોના મૂડ, ધ્યાન અને કાર્યક્ષમતામાં સુધારો કરી શકે છે. કેફીનયુક્ત ગમ રમતવીરોમાં થાક ઘટાડે છે, સ્ટેમિના અને રિસ્પોન્સ સમય સુધારે છે. આ ઉપરાંત, સામાન્ય ગમ ચાવવાથી તણાવ ઓછો થાય છે, મૂડ સ્થિર થાય છે અને ચિંતા ઓછી થાય છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે, તે એકાગ્રતા અને યાદશક્તિને પણ મજબૂત બનાવે છે.

તણાવ ઘટાડવામાં અસરકારક

ચ્યુઇંગ ગમ (Chewing Gum Benefits) મગજમાં રક્ત પ્રવાહ વધારે છે. જે એકાગ્રતા, યાદશક્તિ વધારવા અને કોઈપણ પ્રકારના તણાવને ઘટાડવામાં સંભવિત રીતે મદદ કરી શકે છે.

પેટ અથવા આંતરડા માટે ઉપયોગી

મોટાભાગના સંશોધનોમાં સર્જરી પછી ગમના (Chewing Gum Benefits) ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પેટ અથવા આંતરડાની સર્જરી પછી ચ્યુઇંગ ગમ ચાવવાથી જઠરના માર્ગની રીકવરી ઝડપી બનાવે છે. આંતરડાની ગતિ વધે છે, કબજિયાત અને પેટનો લકવો ઓછો થાય છે. ઉબકા અને ઉલટીમાં રાહત મળે છે, દુખાવો નિયંત્રિત થાય છે અને દર્દીનો સંતોષ વધે છે.

આ પણ વાંચો ------ એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવાનું નુકશાન વધારે કે ફાયદા...!, જીવ વ્હાલો હોય તો જાણી લો

Tags :
Advertisement

.

×