Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : જાંબુ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે, અનેક રોગોમાં છે કારગત

અત્યારે ચોમાસામાં જાંબુ બજારમાં જોવા મળી રહ્યા છે. શું આપ જાણો છો જાંબુના ઔષધિય ગુણો (Medicinal Properties) વિશે ? જાંબુ, તેના ઠળિયા, પાવડર અને જ્યૂસના ફાયદા વિશે વાંચો વિગતવાર
health tips   જાંબુ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે  અનેક રોગોમાં છે કારગત
Advertisement
  • જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર
  • જાંબુના ઠળીયામાં ફ્લેવોનોઈડ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાયબર હોય છે
  • જાંબુના ઠળીયા ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે ગુણકારી છે
  • જાંબુમાં રહેલ જામ્બોસિન નામક તત્વ બ્લડ સુગર સ્પાઈક્સને મેનેજ કરે છે

Health Tips : અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatara) માં જે પ્રસાદ અપાય છે તેમાંથી એક જાંબુ પણ હોય છે. અત્યારે બજારમાં જાંબુ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જાંબુ માત્ર સ્વાદિષ્ટ ફળ જ નથી પરંતુ અનેક ઔષધિય ગુણો (Medicinal properties) થી ભરપૂર પણ હોય છે. જાંબુના જ્યૂસ અને ઠળિયા અને પાવડરનો અનેક આયુર્વેદિક ઔષધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું કે, જાંબુ અને તેમાં રહેલા પોષક તત્વો આપના આરોગ્ય માટે કેટલા ફાયદાકારક છે.

જાંબુના ઠળિયાનો ઔષધિય ઉપયોગ

કાળી છાલ વાળા અને અંદરથી જાંબુડિયો માવો ધરાવતા જાંબુ ખરેખર ખૂબ ગુણકારી ઔષધિય જડીબુટ્ટી પણ છે. આયુર્વેદમાં જાંબુના રસ, પાવડર અને ઠળિયાનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જાંબુનો ઠળિયો જ એક મહત્વની જડીબુટ્ટી છે. જાંબુના ઠળિયામાં ફ્લેવોનોઈડ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાયબર હોય છે. આ ઠળિયાનો પાવડર લોહીમાં રહેલ શર્કરાની માત્રાને નિયંત્રિત કરે છે. તેથી ડાયાબિટીસમાં જાંબુના ઠળિયાના પાવડરના સેવનની સલાહ આપવામાં આવે છે. જાંબુમાં રેહલ જામ્બોસિન નામક તત્વ બ્લડ સુગર સ્પાઈક્સને સંતુલિત કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ જો જો આવું ક્યારેય ન કરતા! મહિલાનો આંખોમાં પેશાબ નાખતો વીડિયો વાયરલ, ડૉક્ટરે આપી ચેતવણી

Advertisement

જાંબુના ઠળિયાનો પાવડર પણ ગુણકારી

જાંબુ ખાધા પછી સામાન્ય રીતે લોકો તેના ઠળિયાને ફેંકી દે છે. જો તમે આ ઠળિયામાં રહેલા ઔષધિય ગુણો એકવાર જાણી લેશો તો તેને ફેંકતા પહેલા સો વાર વિચાર કરશો. જાંબુના ઠળિયામાં રહેલ પોષકતત્વો ત્વચા અને વાળને મજબૂત, ચમકીલા અને આકર્ષક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જાંબુના ઠળિયાનો પાવડર બનાવીને તેનો સંગ્રહ પણ કરી શકાય છે. આ પાવડરને પાણી કે દૂધમાં ભેળવીને પણ પી શકાય છે. જાંબુના ઠળિયાના પાવડરનો મલમ બનાવીને ખીલ પર ચોપડવાથી ખીલ, કાળા ડાઘ, પીગમેન્ટેશન દૂર થાય છે. ત્વચા મજબૂત અને ચમકદાર બને છે. જાંબુના ઠળિયાના પાવડરનો ઉપયોગ હેર વોશમાં પણ કરી શકાય છે. જેનાથી વાળમાં રેહલ ખોડો દૂર થાય છે. વાળ લાંબા, ઘટ્ટ અને ચમકદાર બને છે.

આ પણ વાંચોઃ PARENTING : માતા-પિતાની આ વાતો દિકરી અંદરથી તોડી નાંખે છે, તમે આવી ભૂલ ના કરતા

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×