Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : ચોમાસામાં વકરી જતા કાકડાના રોગથી બચવાના કેટલાક ઉપાયો વિશે જાણો

ચોમાસમાં ગળાનો મુખ્ય રોગ કાકડા (Tonsillitis) વકરી જતો હોય છે. આજે અમે આપને કાકડાથી બચવવાના ઘરેલું અને કારગત ઉપાયો વિશે જણાવીશું. વાંચો વિગતવાર.
health tips   ચોમાસામાં વકરી જતા કાકડાના રોગથી બચવાના કેટલાક ઉપાયો વિશે જાણો
Advertisement
  • ચોમાસામાં કાકડાના રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે
  • Tonsillitis ના રોગમાં ગળામાંથી પાણી પણ ઉતારવું મુશ્કેલ બને છે
  • કાકડાને કાબૂમાં રાખવા માટે દિવસમાં 2 વાર હૂંફાળા પાણીના કોગળા કરો

Health Tips : ચોમાસાની ઋતુમાં તાપમાનમાં વધઘટ, ઠંડા પાણીનું સેવન અને તેનાથી સ્નાન, વાસી ખોરાકનો ઉપયોગ તેમજ હવામાં વધુ પડતા ભેજને લીધે કાકડાની બિમારી (Tonsillitis) વકરી જાય છે. કાકડાની બિમારીને કાબૂમાં લેવા માટે આજે અમે આપને કેટલાક ઘરેલું ઉપાયો જણાવીશું.

કાકડા એટલે શું ?

દરેક વ્યક્તિના ગળામાં કેટલીક લસિકા ગ્રંથિઓ હોય છે. જે શરીરને થતા ચેપ વિરુદ્ધ લડવામાં મદદરુપ થાય છે. ચોમાસા જેવી ઋતુમાં હવામાનની અનિયમિતતાને લીધે વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસનો પ્રભાવ વધી જાય છે. જેનાથી લોકોમાં ઈન્ફેક્શનનો ખતરો વધુ જોવા મળે છે. ચેપ લાગવાથી ગળામાં રહેલ આ લસિકા ગ્રંથિઓ ફુલી જાય છે. જેને આપણે સામાન્ય ભાષામાં કાકડા કહીએ છીએ જ્યારે મેડિકલ લેંગ્વેજમાં તેને ટોન્સિલ્સ કહેવામાં આવે છે.

Advertisement

કાકડાથી બચવાના ઉપાયો

એકવાર ગળામાં ચેપ લાગ્યા બાદ કાકડા ફૂલી જાય છે. આ રોગ સામાન્ય રીતે ચોમાસામાં બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. કાકડાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે હૂંફાળા પાણી (Warm Water) થી કોગળા કરવા. કોગળા કરવા માટે જે પાણી લો તેમાં થોડી હળદર અને મીઠું નાખો. જેનાથી બનતું પાણી તમારા ગળાની ચામડીની રુક્ષતાને ઓછી કરશે. બીજું હંમેશા પાણી ઉકાળેલું જ પીવાનો આગ્રહ રાખો. દિવસ દરમિયાન ઉકાળેલું અને ગાળેલું પાણી જ પીવો. નાના બાળકોને તો ચોમાસામાં ઉકાળેલું જ પાણી પીવડાવો.

Advertisement

આ પણ વાંચોઃ OBESITY : વધુ વજન કેન્સર તરફ દોરી શકે છે, WHO ના અભ્યાસનું તારણ

બહારનો ખોરાક લેવાનું ટાળો

ચોમાસામાં બને ત્યાં સુધી ઘરનો તાજો અને ગરમ ખોરાક લેવાનું રાખો. બહારનો વાસી, તળેલો, મરી-મસાલાથી ભરપૂર ખોરાક તમારા ગળાને સૌથી પહેલી ખરાબ અસર કરશે. તેમાંય ચોમાસામાં આઈસ્ક્રીમ, ઠંડાપીણા, ચોકલેટ્સ, કેક જેવા ખાદ્યપદાર્થોનું સેવન ન કરવું જોઈએ. ઘરે જે ખોરાક બને તેમાં હળદર અને આદુનો ઉપયોગ કરો. જેનાથી ગળાના સ્નાયુઓમાં આવેલ સોજો ઓછો થશે. જો ચા પીતા હોવ તો તેમાં હંમેશા તુલસીના પાનનો ઉપયોગ કરો.

નરમ અને મોળા ખોરાકનું સેવન કરો

ચોમાસામાં બને ત્યાં સુધી કડક ખાદ્યપદાર્થોના સેવનથી પરહેઝ કરો. નાના બાળકોને તો હંમેશા નરમ અને પોચો ખોરાક જ આપવો જોઈએ. જે સરળતાથી તેમના ગળામાંથી પેટમાં ઉતરી જાય. આ નરમ ખોરાક વધુ પડતો તીખો કે ગળ્યો ન હોવો જોઈએ. સ્વાદિષ્ટ પણ થોડોક મોળો ખોરાક ચોમાસામાં થતી ગળાની બિમારીઓને થતી અટકાવે છે. કડક, તીખો, તળેલો, ચટપટો ખોરાક ચોમાસામાં લેવાનું ટાળો.

આ પણ વાંચોઃ Late Night Snacks: રાત્રે લાગનારી ભૂખને આ ખોરાક શરીરને રાખશે હેલ્ધી

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×