Health Tips : કોલેસ્ટોરેલને કાબૂ કરવામાં કારગત છે રસોડામાં રહેલ આ ખાદ્યપદાર્થ
- આદુનું નિયમિત સેવન Cholesterol ને કાબુમાં લાવી શકે છે
- આદુના સેવનની અનેક રીતો પ્રચલિત છે
- સગર્ભા અને ધાત્રી માતાઓએ વૈદ કે નિષ્ણાંતની સલાહ અનુસાર આદુનું સેવન કરવું જોઈએ
Health Tips : દર વર્ષે હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ (Cholesterol) નું બેકાબૂ થયેલું પ્રમાણ છે. કોલેસ્ટોરેલ હૃદયની નસોમાં વહેતા લોહીને અડચણ પહોંચાડે છે. જેનાથી હૃદયરોગનો હુમલો આવે છે. આજે અમે આપને કોલેસ્ટોરેલને કાબૂમાં કરતા અને સરળતાથી રસોડામાં ઉપલબ્ધ એવા ખાદ્યપદાર્થ વિશે જણાવીશું. આ ખાદ્યપદાર્થ છે આદુ (Ginger) . આદુના નાનકડા ટુકડાનું રોજ સેવન કરવામાં આવે તો કોલેસ્ટોરેલને કાબૂમાં લાવી શકાય છે.
હૃદયરોગના દર્દી માટે વરદાન સમાન
આદુમાં રહેલા રસાયણને લીધે તે હૃદયરોગના દર્દીઓ માટે વરદાન સમાન છે. આદુ (Ginger) માં રહેલ રસાયણ અને પોષકતત્વો કોલેસ્ટોરેલને કાબૂમાં લાવવામાં અસરકારક છે. તેથી હૃદયરોગના દર્દીઓ માટે આદુ આશીર્વાદ સમાન છે. આદુના બાયોએક્ટિવ સંયોજનો બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. તે શરીરના કોષોને નુકસાન થતું અટકાવે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આદુથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. કોલેસ્ટોરેલને કાબૂમાં કરવા ઉપરાંત આદુથી બ્લડપ્રેશર (Blood Pressure) નિયમિત થાય છે. ગેસ, અપચો, પેટનું ફુલવું વગેરે જેવી સમસ્યાઓમાં પણ આદુના નિયમિત સેવનથી ફાયદો થાય છે.
આદુના સેવનની રીતો
વિવિધ રોગોમાં કારગત એવા આદુના સેવનની અનેક રીતો પ્રચલિત છે. જેમાં તમે આદુના નાના ટુકડાને ચાવી ચાવીને ખાઈ શકો છો. આ ઉપરાંત આદુને ક્રશ કરીને તેના રસનું પણ સેવન કરી શકાય છે. આદુનો રસ બનાવતી વખતે જે કુચા બને છે તેને સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય છે. આ પાવડરને પાણીમાં ઓગાળીને કે વાનગીમાં ભેળવીને પણ ખાઈ શકાય છે. જો કે આયુર્વેદમાં આદુના નાના ટુકડાને ચાવી ચાવીને ખાવાના અનેક ફાયદા વર્ણવવામાં આવ્યા છે. આદુમાં રહેલા જીંજરોલ્સ અને શાગોલ્સ નામના રસાયણો તમારી લાળમાં ભળવાથી તમારુ પાચનતંત્ર મજબૂત થાય છે. અપચા જેવા રોગમાં રાહત રહે છે.
આ પણ વાંચોઃ Monsoon Breakfast : વરસાદમાં ભજીયા, દાળવડા, પકોડા ઉપરાંત ટ્રાય કરો મિલેટ ક્રિસ્પી રિંગ
આદુના સેવન માટેની સાવધાની
આદુની પ્રકૃતિ તીખી અને જલનશીલ હોય છે. તેથી જેના શરીરમાં બહુ ગરમી હોય તેને આદુનું નિયત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ઉનાળા (Summer) ની આકરી ગરમીમાં આદુનું સેવન વૈદ, ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ અનુસાર કરવું જોઈએ. સગર્ભા અને ધાત્રી માતાઓએ આદુના સેવનમાં કોઈ પ્રકારના પ્રયોગો ન કરવા જોઈએ. વૈદ કે નિષ્ણાતના માર્ગદર્શનમાં આદુનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ Health Tips : ચહેરાની પાતળી અને સંવેદનશીલ ત્વચાને બનાવશે તંદુરસ્ત અને ચમકદાર આ ઘરેલું લેપ
(આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટસ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


