Health Tips : શા માટે સ્લીપ ટુરિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો છે ? જાણો ભારતના સ્લીપ ટુરિઝમ માટેના બેસ્ટ ડેસ્ટિનેશન્સ
- આજના વ્યસ્ત જીવનમાં પૂરતી ઊંઘ સ્વપ્ન સમાન બની ગઈ છે
- પૂરતી અને ગાઢ ઊંઘ માટે હવે Sleep Tourism નો ટ્રેન્ડ જોવા મળે છે
- હવે અનેક રિસોર્ટ્સ પણ Sleep Tourism નું સ્પેશિયલ પેકેજ ઓફર કરે છે
Health Tips : આજે ભારતમાં કોર્પોરેટ કલ્ચર અને અનિયમિત જીવનશૈલીને પરિણામે અનિંદ્રાના દર્દીઓ વધી રહ્યા છે. કોર્પોરેટ કલ્ચરમાં ઓડ શિફ્ટ ટાઈમિંગ, વર્ક લોડ, ટાર્ગેટ એચિવમેન્ટ પ્રેશર, વધુ પડતી કોમ્પિટિશન વગેરેને કારણે એમ્પલોઈ અનિંદ્રાનો શિકાર બનતા હોય છે. તેથી જ ભારતમાં પૂરતી ઊંઘ મેળવવા માટે સ્લીપ ટુરિઝમ (Sleep Tourism) નો ટ્રેન્ડ વધી રહ્યો છે. સ્લીપ ટુરિઝમ શું છે અને તે શા માટે આટલું લોકપ્રિય થઈ રહ્યું છે જાણીએ વિગતવાર.
સ્લીપ ટુરિઝમ છે શું ?
Sleep Tourism માં લોકો એવી જગ્યાએ પ્રવાસ કરે છે જ્યાં તેઓ પૂરતો આરામ કરી શકે. તેમજ પૂરતી અને ગાઢ ઊંઘ મેળવીને માનસિક શાંતિ મેળવી શકે. સ્લીપ ટુરિઝમના સ્થળોએ સાઉન્ડ થેરાપી, ધ્યાન, આયુર્વેદિક સારવાર અને નેચર વોક જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી આપ નિરાંત અનુભવી શકો. આજે સ્માર્ટફોન, લેપટોપ અને ઓફિસ શિફ્ટ જેવી અડચણો વચ્ચે પૂરતી અને ગાઢ ઊંઘ હવે સ્વપ્ન બની ગઈ છે. એક સંશોધન અનુસાર ભારતમાં દર બીજો વ્યક્તિ ઊંઘ સંબંધિત કોઈને કોઈ સમસ્યાથી પરેશાન છે. તેથી જ ટુરિઝમનો નવો ટ્રેન્ડ સ્લીપ ટુરિઝમ (Sleep Tourism) વધી રહ્યો છે. સ્લીપ ટુરિઝમમાં લોકો તેમની સ્લીપ સાયકલને સુધારવા, ઊંઘની ગુણવત્તા વધારવા અને માનસિક શાંતિ મેળવવા માટે શાંત સ્થળોનો પ્રવાસ કરે છે. આ સ્થળો માત્ર કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવા ઉપરાંત ઊંઘ વધારવાના ઉપચાર, સાઉન્ડ થેરાપી, યોગ, ધ્યાન, આયુર્વેદિક મસાજ વગેરે સુવિધાઓથી સજ્જ હોય છે.
આ પણ વાંચોઃ Health Tips : જાંબુ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે, અનેક રોગોમાં છે કારગત
ભારતમાં સ્લીપ ટુરિઝમ માટે શ્રેષ્ઠ સ્થળો
હવે આપણા દેશ ભારતમાં પણ સ્લીપ ટુરિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો છે. દર વર્ષે સ્લીપ ટુરિઝમ કરતા ટુરિસ્ટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ અનેક સ્થળોએ સ્લીપ ટુરિઝમના ખાસ પેકેજ ઓફર કરવામાં આવે છે. જેમાં સૌથી મહત્વનું સ્થળ છે ઋષિકેશ (Rishikesh) . યોગ શહેર તરીકે ઓળખાતા ઋષિકેશમાં આવા ઘણા રિટ્રીટ સેન્ટર છે. જ્યાં યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક સારવાર દ્વારા ઊંઘના રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપરાંત તમિલનાડુનું કોડાઈકેનાલ (Kodaikanal) પણ સ્લીપ ટુરિઝમ માટે એક સારું સ્થળ છે. અહીંનું ઠંડુ હવામાન, શાંતિ અને હરિયાળી વચ્ચે 'સ્લીપ વેલનેસ રીટ્રીટ્સ' ઓફર કરવામાં આવે છે. જે તમારા શરીર અને મન બંનેને આરામ આપવાનું કામ કરે છે. દક્ષિણ ગોવાના ગામડાંઓ હવે સ્લીપ ટુરિઝમના હોટસ્પોટ બની રહ્યા છે. ખાસ કરીને આયુર્વેદ રિસોર્ટ અને મડ સ્પા સેન્ટરને કારણે, લોકો અહીં આવવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે સ્લીપ ટુરિઝમ માટે વાયનાડ પણ જઈ શકો છો. અહીં ગાઢ જંગલો અને ટેકરીઓ વચ્ચે ઘણા રિસોર્ટ છે જે 'સ્લીપ ડિટોક્સ' પેકેજ ઓફર કરે છે. જેમાં તેલ માલિશ, હર્બલ બાથ અને સાઉન્ડ હીલિંગનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ PARENTING : માતા-પિતાની આ વાતો દિકરી અંદરથી તોડી નાંખે છે, તમે આવી ભૂલ ના કરતા
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


