Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hair lossની સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છુટકારો ? આ ફળોનો કરો ઉપયોગ

અત્યારે દેશમાં ઉનાળો જામી રહ્યો છે. આ દિવસોમાં Hair lossની સમસ્યા વકરી જાય છે. આ સમસ્યા સરળતાથી દૂર કરવામાં આ ફળોનો કરો ઉપયોગ.
hair lossની સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છુટકારો   આ ફળોનો કરો ઉપયોગ
Advertisement
  • આ દિવસોમાં વાળ ખરવાની સમસ્યા વકરી રહી છે
  • આપના આહારમાં ખાટા ફળોનો ઉપયોગ કરવાથી વાળને મળશે પોષણ
  • અનાનસ, પપૈયુ, લીંબુ જેવા રસાળ ફળોથી વાળ ખરતા અટકે છે

Ahmedabad: દેશના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ દિવસોમાં Hair lossની સમસ્યા વકતરી હોય છે. અમે આપને કુદરતી રીતે કોઈ પણ પ્રકારની દવાઓ કે કેમિકલના ઉપયોગ વિના માત્ર ફળાહારથી આ સમસ્યાને કઈ રીતે દૂર કરી શકાય અહીં જણાવીશું.

Advertisement

વાળ ખરવાના કારણો

તાપમાનમાં ફેરફાર, અસ્વસ્થ આહાર, અસ્તવ્યસ્ત જીવનશૈલી, તણાવ અને વાયુ પ્રદૂષણ વાળને અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાના વાળને સ્વસ્થ રાખવા માટે કેટલાક ઉપાયો કરે છે. આજે બજારમાં વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે. જો કે આવા ઉત્પાદનોને બદલે કુદરતી પદ્ધતિઓ અપનાવવી વધુ યોગ્ય છે. આપના આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવાથી વાળનો યોગ્ય વિકાસ કરી શકાય છે અને તેને ખરતા અટકાવી શકાય છે.

Advertisement

અનાનસ

વિટામિન સીથી ભરપૂર Pineappleમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જેનાથી માથામાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને સોજો ઓછો થાય છે. અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અનાનસ વાળના વિકાસને સુધારવામાં પણ મદદ કરે છે. મગજના એકંદર સ્વાસ્થ્ય માટે અનાનસ એક ઉત્તમ ફળ છે.

આ પણ વાંચોઃ  Health Tips: તમારા ઓવરલોડ માઈન્ડને રિફ્રેશ કરશે Brain Flossing ફોર્મ્યુલા, જાણો કેવી રીતે કામ કરશે

પપૈયુ

આ ફળ વિટામિન Aથી ભરપૂર ફળ છે. જે ખોપરી ઉપરની ચામડીમાં ભેજ જાળવવા માટે આવશ્યક છે. Papayaમાં એવા ઉત્સેચકો પણ હોય છે જે ખોપરી ઉપરની ચામડીમાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. મૃત કોષો વાળના વિકાસને અવરોધે છે. તેમાં ફોલેટ અને વિટામિન સી પણ હોય છે જે રક્ત પરિભ્રમણને સુધારવા માટે ફાયદાકારક છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પપૈયા ખાવાથી વાળનો વિકાસ યોગ્ય રીતે થાય છે.

લીંબુ

Lemon વિટામિન સીનું ઉત્તમ અને મુખ્ય સ્ત્રોત છે. જે ખોપરી ઉપરની ચામડીની મજબૂતી માટે ફાયદાકારક છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન સી વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવામાં અને વાળ ખરવાનું ઓછું કરી શકે છે. લીંબુની ખટાશ આયર્નના પ્રમાણને સુધારવામાં પણ મદદ કરશે, જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચોઃ  સરળ રીતે બનાવેલ ઘરેલુ હર્બલ ક્લીંઝરથી દૂર થશે હેવી મેકઅપ...સરળતાથી

Tags :
Advertisement

.

×