India-Pakistan War : પાકિસ્તાનના પરાજયને ઉજવો કરાચી હલવા સાથે, જાણો વિશેષતા અને ઈતિહાસ
- Karachi Halwa નું ભારત સાથે કનેકશન પણ જાણવા જેવું છે
- પાકિસ્તાનની આ પરંપરાગત મીઠાઈ ભારતમાં પણ છે લોકપ્રિય
- ગુજરાતમાં ઘણા સ્થળોએ આ હલવાને રબ્બડીયો હલવો પણ કહે છે
India-Pakistan War: ભારતમાં નાની-મોટી દરેક ઉજવણીમાં મીઠાઈ વહેંચવાનો, આરોગવાનો રિવાજ પ્રચલિત છે. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતનો વિજય નક્કી જ છે. ભારતના વિજયની ઉજવણી કરાચી હલવા (Karachi Halwa) સાથે કરો. Karachi Halwa ની વિશેષતા, નામકરણ અને ઈતિહાસ વિશે વાંચો. કરાચી હલવાનું ભારત સાથે કનેકશન પણ જાણવા જેવું છે.
Karachi Halwa નું નામકરણ
ઈદ હોય કે દિવાળી ભારતમાં મીઠાઈ અનિવાર્ય જરૂરિયાત છે. ભારતના દરેક રાજ્ય, દરેક શહેરની ખાસ મીઠાઈ હોય છે. આવી જ એક મીઠાઈ છે Karachi Halwa. જો કે આ મીઠાઈનું નામ સાંભળ્યા પછી પહેલો પ્રશ્ન એ થાય કે, શું તે પાકિસ્તાનના કરાચીથી આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે હા. આ મીઠાઈ પાકિસ્તાનથી ભારતમાં આવી છે. Karachi Halwa નો ઈતિહાસ જેટલો રસપ્રદ છે, તેટલો જ ભારત સાથેનું કનેકશન પણ ખાસ છે.
ભારત સાથે કનેક્શન
Karachi Halwa પાકિસ્તાનની પરંપરાગત મીઠાઈ છે પરંતુ ભારતમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. કરાચી હલવાના નામ પાછળ એક રસપ્રદ ઈતિહાસ છે. આ હલવો Karachi શહેરના એક હલવાઈ પરિવાર દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો હતો. જે આજે ચંદુ હલવાઈ કરાચીવાલા તરીકે ઓળખાય છે. ભાગલા પછી ચંદુ હલવાઈએ મુંબઈમાં આ હલવો વેચવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે આ મીઠાઈ મુંબઈ થઈને ભારતના અન્ય રાજ્યોમાં ફેલાઈ ગઈ અને આજે તે દરેક મીઠાઈની દુકાનો વેચાતી મહત્વની મીઠાઈ બની ગઈ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની 'જુઠ'ની મિસાઇલ ધ્વસ્ત કરતું PIB FACT CHECK
Karachi Halwa ના ઈન્ગ્રેડિયન્ટ્સ
Karachi Halwa ના મુખ્ય ઈન્ગ્રેડિયન્ટ્સમાં કોર્નફ્લોર, સોજી, ચણાનો લોટ, ખાંડ, ઘી, ફૂડ કલર અને સૂકા મેવો વગેરે છે. આ હલવાની રચના જેલી જેવી હોય છે. આ હલવો લાલ, પીળા અને લીલા રંગોમાં બનાવવામાં આવે છે. આ હલવો ચાવીએ ત્યારે ચીંગમ જેવી ઈફેક્ટ આવે છે. તેથી ગુજરાતમાં ઘણા સ્થળોએ આ હલવાને રબ્બડીયો હલવો (Rabbadiyo Halwa) પણ કહે છે. કરાચી હલવાની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તે લાંબા સમય સુધી બગડતો નથી. કરાચી હલવાને 6 મહિના સુધી પણ સ્ટોર કરી શકાય છે. તેથી આ મીઠાઈ પ્રવાસમાં સાથે લઈ જવા માટે એકદમ શ્રેષ્ઠ છે. આ મીઠાઈ રંગબેરંગી, દેખાવમાં જેલી જેવી પારદર્શક અને ખૂબ જ સ્વાદિષ્ટ છે.
આ પણ વાંચોઃ PUNJAB : બુલેટપ્રૂફ જેકેટ પહેરીને એન્ટ્રી લેવા જતો પાકિસ્તાની ઘૂસણખોર ઠાર


