ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : વોર સિન્ડ્રોમનું મુખ્ય કારણ છે યુદ્ધના કારણે થતો માનસિક તણાવ

યુદ્ધ પહેલા અને યુદ્ધ દરમિયાન સામાન્ય નાગરિકો વોર સિન્ડ્રોમ (War Syndrome) નો શિકાર બનતા હોય છે. વોર સિન્ડ્રોમ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય છે ? વગેરે વિશે જાણો વિગતવાર.
03:10 PM May 09, 2025 IST | Hardik Prajapati
યુદ્ધ પહેલા અને યુદ્ધ દરમિયાન સામાન્ય નાગરિકો વોર સિન્ડ્રોમ (War Syndrome) નો શિકાર બનતા હોય છે. વોર સિન્ડ્રોમ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય છે ? વગેરે વિશે જાણો વિગતવાર.
India-Pakistan war War syndrome Gujarat First

India-Pakistan War : યુદ્ધની પરિસ્થિતિ માત્ર સૈનિકો, યુદ્ધ કેદીઓ કે શરણાર્થીઓમાં જ માનસિક દબાણ ઉત્પન્ન કરે તેવું નથી. આ સ્થિતિને લીધે સરહદથી દૂર દેશના આંતરિક ભાગોમાં રહેતા લોકોમાં પણ માનસિક દબાણ (Mental Stress) ઉત્પન્ન થાય છે. જેમાં લોકો સરળતાથી વોર સિન્ડ્રોમનો ભોગ બનતા જોવા મળે છે. વોર સિન્ડ્રોમને લીધે લોકોમાં ડરનું કાયમી ઘર કરી જવું, સ્ટ્રેસ,ચીડિયો સ્વભાવ, હતાશા અને અનિંદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર વોર સિન્ડ્રોમનો શિકાર બનેલ વ્યક્તિ હિંસાત્મક અને ઉગ્ર સ્વભાવનો પણ થઈ જાય છે.

વોર સિન્ડ્રોમના લક્ષણો

રોગીને વારંવાર ડરામણા સ્વપ્ન આવવા તે War Syndrome નું સૌથી પ્રાથમિક લક્ષણ છે. દર્દી નાની નાની બાબતોથી ગભરાઈ જાય છે. અચાનક થતા મોટા અવાજ કે હોર્ન, સાયરનથી તેનું હૃદય ઝડપથી ધબકવા લાગે છે. વોર સિન્ડ્રોમનો દર્દી હંમેશા પોતાને એકલો અનુભવે છે. જેમ જેમ સિન્ડ્રોમનું સ્ટેજ વધે તેમ તેમ દર્દી હિંસક અને ઉગ્ર સ્વભાવનો થતો જાય છે. કેટલાક કિસ્સામાં વોર સિન્ડ્રોમના દર્દીઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે.

આ પણ વાંચોઃ  Be Careful : યુદ્ધનો ભય બાળકો માટે ચાઈલ્ડહૂડ ટ્રોમા (Childhood Trauma) ન બને તે ધ્યાન રાખજો

વોર સિન્ડ્રોમની સારવાર

War Syndrome એક સાયલન્ટ કિલર સમાન છે જે વ્યક્તિને અંદરથી નષ્ટ કરી શકે છે. ક્યારેક યુદ્ધ સમાપ્ત થયા પછી War Syndrome ની અસર જોઈ શકાય છે. વોર સિન્ડ્રોમની સારવાર દવા ઉપરાંત કાઉન્સેલિંગ છે. દર્દીના સગા, પરિવારજનો અને મિત્રોનું હકારાત્મક વલણ અને હૂંફ વોર સિન્ડ્રોમનો રામબાણ ઈલાજ છે. ધ્યાન અને યોગ કરવાથી પણ War Syndrome માં રાહત રહે છે. વોર સિન્ડ્રોમની સમયસર સારવાર અને સહાય મળવી બહુ આવશ્યક છે.

આ પણ વાંચોઃ  India-Pakistan War : PM Modi એ CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી નાગરિકોની સુરક્ષા સલામતીની મેળવી માહિતી

 

Tags :
Effects of war on mental healthGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan WarMental HealthMental stressPsychological impactPTSD in civiliansWar syndromeWar syndrome treatmentwar traumaWar-related anxiety
Next Article