Monsoon Breakfast : વરસાદમાં ભજીયા, દાળવડા, પકોડા ઉપરાંત ટ્રાય કરો મિલેટ ક્રિસ્પી રિંગ
- જુવારના લોટમાંથી ઘરે જ બનાવો Crispy rings
- સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ Crispy rings ની રેસિપી જાણી લો
- ચોમાસામાં અબાલવૃદ્ધ સૌ કોઈની મનપસંદ બની રહેશે આ વાનગી
Monsoon Breakfast : ગુજરાતમાં અત્યારે ચોમાસુ બરાબર જામ્યું છે. અત્યારે દરેક ગુજરાતીના ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનતા હોય છે. આજે અમે આપને ચોમાસા માટે શ્રેષ્ઠ અને તંદુરસ્ત બ્રેક્ફાસ્ટ (Healthy Monsoon Snacks) વિશે જણાવીશું. આ બ્રેકફાસ્ટ આજે જ ઘરે બનાવો. અબાલવૃદ્ધ સૌ કોઈ વરસાદી માહોલમાં હોંશે હોંશે ખાશે આ બ્રેકફાસ્ટ. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે.
જુવારમાંથી બનતી ક્રિસ્પી રિંગ
જુવાર એક મિલેટ (Millet) ગણાય છે. તેના લોટમાંથી બનતી વાનગીઓ આરોગ્યપ્રદ ગણાય છે. તેથી જ વરસાદમાં નાના બાળકોથી લઈ વડીલો સૌ કોઈને ભાવતી અને આરોગ્યપ્રદ વાનગીઓ માટે જુવારનો લોટ વાપરો. આજે જાણી લો જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે. જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. આ ક્રિસ્પી રિંગ (Crispy rings) બનાવીને તમે બની શકશો સુપરમોમ. જો આપ કિટી પાર્ટી કે આપના ઘરે યોજાતા ગેટ ટુ ગેધરમાં જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ પીરસસો તો આપ બની શકશો સ્માર્ટ શેફ હોસ્ટ.
ક્રિસ્પી રિંગની સામગ્રી અને રેસિપી
વરસાદની સીઝનમાં ગરમાગરમ, ચટપટી અને તળેલી વાનગીઓનું ચલણ વધી જાય છે. તેથી જ સ્વાદપ્રિય ગુજરાતી પ્રજાના ઘરે વરસાદમાં બટાકાના ભજીયા, પકોડા, દાળવડા વગેરે બનવા સ્વાભાવિક છે. આજે જાણી લો જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે. આ ક્રિસ્પી રિંગ એકદમ કુરકુરી અને સ્વાદિષ્ટ હોવાથી અબાલવૃદ્ધ દરેક જણ હોંશે હોંશે ખાશે તેમાં કોઈ બેમત નથી.
આ પણ વાંચોઃ Health Tips : ચહેરાની પાતળી અને સંવેદનશીલ ત્વચાને બનાવશે તંદુરસ્ત અને ચમકદાર આ ઘરેલું લેપ
જરુરી સામગ્રી
1-2 કપ જુવારનો લોટ
1-2 બટાકા
1 ચમચી ગરમ મસાલો
2 ચમચી રવો
જરુરિયાત અનુસાર તેલ
1 ચમચી આમચૂર પાવડર
1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી લાલ મરચુ
અડધી ચમચી દળેલી ખાંડ
રેસિપી
અત્યંત ક્રિસ્પી અને યમી રિંગ બનાવવા માટે સૌ પ્રથમ જુવારના લોટમાં બાફેલા બટાકાને ખમણીને માવો બનાવો. આ મિશ્રણમાં જરુરી બધા મસાલા અને પાણી ઉમેરો. આ મિશ્રણના નાના નાના ગુલ્લા બનાવી લો. 10 મિનિટ બાદ એક ગુલ્લો લઈ વણી એક ધારવાળી વાટકીથી તેને ગોળ કાપો. આ ગોળ રિંગને હલકા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. આ રીતે તૈયાર છે વરસાદી માહોલમાં એક નવો જ નાસ્તો.
આ પણ વાંચોઃ Health Hacks: ભારે ગરમીમાં પોતાને અંદરથી કેવી રીતે ઠંડુ રાખવું? આ સરળ ટિપ્સ કામમાં આવશે