Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શારીરિક સંબંધ બાંધવાની 'હેલ્થ બૂસ્ટર' જેવી અસર, એક્સપર્ટે ગણાવ્યા અનેક ફાયદા

Relationship : શરીરમાં ડોપામાઇન, સેરોટોનિન, ઓક્સિટોસિન ઉપતન્ન થાય છે. જેને પહલે તન અને મન પ્રફુલ્લતાની સાથે ખુશી અનુભવે છે.
શારીરિક સંબંધ બાંધવાની  હેલ્થ બૂસ્ટર  જેવી અસર  એક્સપર્ટે ગણાવ્યા અનેક ફાયદા
Advertisement
  • શારીરિક સંબંધ નિયમિત બાંધવાથી અનેક ફાયદા
  • તન અને મન બંને માટે ફાયદાનો સોદો
  • એક્સપર્ટે, રસાયણિક પ્રક્રિયા સાથે સમજ આપી

Relationship : પોતાના પાર્ટનર જોડે શારીરિક સંબંધ (Personal Relationship) બાંધવા જીવનમાં એક હેલ્થ બૂસ્ટર (Intercourse As Health Booster) તરીકેનું કામ કરે છે. શારીરિક સંબંધ બાંધવાથી મનની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ તેની સારી અસર જોવા મળે છે. આ પ્રકારની માહિતીથી ઇન્ટરનેટ ભરેલું પડ્યું છે. તેમાંથી એક્સપર્ટના મત અનુસાર, મહત્વના ફાયદા વિશે ચાલો જાણીએ.

મનગમતી રમત રમવી

શારીરિક સંબંધ બાંધવાથી મગર અને હ્રદય બંને સ્વસ્થ રહે છે. આ એવી લાગણી છે, જે આપણને ગમતી પ્રવૃત્તિ કરતા સમયે અનુભવાય છે. જેના ઉદાહરણોમાં મનગમતું ભોજન લેવું, લોંગ ડ્રાઇવ પર જવું, મનગમતી રમત રમવી, તથા આપણા ગમતા કામો કરવાથી થતા અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

અનેકરીતે ફાયદાકારક

શારીરિક સંબંધમાં લાગણીઓની સાથે મન, મગજ અને શરીર પણ જોડાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શારીરિક સંબંધ એક બળતણ જેવું કામ કરે છે. તેનાથી આપણી ઇચ્છાઓ પૂરી થવાના સંતોષની સાથે સાથે શારીરિક રીતે પણ અનેકરીતે ફાયદાકારક છે. અને તનને પણ ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તન અને મન પ્રફુલ્લતાની સાથે ખુશી અનુભવે

શારીરિક સુખ થકી મનની શાંતિ જોડે રાસાયણીક પ્રક્રિયા પણ જોડાયેલી છે. આ પ્રક્રિયા દરમિયાન અને અંતે શરીરમાં મહત્વના સ્ત્રાવ ઉપતન્ન થાય છે. શરીરમાં ડોપામાઇન (Dopamine), સેરોટોનિન (Serotonin), ઓક્સિટોસિન (Oxytocin) ઉપતન્ન થાય છે. જેને પગલે તન અને મન પ્રફુલ્લતાની સાથે ખુશી અનુભવે છે.

ઓક્સિટોસિનને લવ હોર્મોન તરીકે ઓળખાય

રસાયણોના ગુણધર્મોની વાત કરીએ તો, ડોપામાઇન ઉત્તેજના વધારતું તત્વ છે. સેરોટોનિન હોર્મોન સુખની અનુભુતિ વધારે છે, અને મજાનો આનંદ બમણો કરી આપે છે. ઓક્સિટોસિનને લવ હોર્મોન તરીકે ઓળખાય છે. તે લાગણી, પરસ્પર ભાવના, વિશ્વાસ અને સુરક્ષાની અનુભુતિ કરાવે છે. ત્રણેય હોર્મોન્સ તન અને મનને નવી ઉર્જા અને અનુભવોથી ભરી દે છે. જે શારીરિક સંબંધ બાંધવાની પ્રક્રિયાને ગમતી બનાવે છે.

મગજ સતત ખુશ અને ઉત્સાહિત રહે

સંબંધ બાંધવા એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં મગજ તણાવમુક્ત બને છે. મગજમાં નોરેપિનેફ્રાઇનનો સ્ત્રાવ થાય છે. જે દુખની લાગણીને દુર રાખે છે, અને ફિલગુડ કરાવે છે. જેથી મગજ સતત ખુશ અને ઉત્સાહિત રહે છે. જે સામાન્ય પ્રક્રિયામાં જોવા મળતું નથી. ઉપરોક્ત ફાયદાઓ જાણીને તમે પણ માની જશો કે, શારીરિક સંબંધ એક હેલ્થ બૂસ્ટરનું કામ કરે છે.

આ પણ વાંચો ----- Life Style : આઇસક્રીમની જેમ કોન્ડોમમાં પણ ફ્લેવરના શોખીનો ચેતી જજો

Tags :
Advertisement

.

×