Download Apps

3 કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યમાં 266 ઉમેદવારોનું ભાવી EVM માં સીલ

by Hiren Dave
0 comment

Gujarat Lok Sabha Elections : લોકસભાના ત્રીજા તબક્કાની આજે દેશની 93 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.આ લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections)  પરિણામો 4 જૂને આવશે. ત્રીજા તબક્કા માટે 12મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે. આજે યોજાનારા મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.

 

 

 

This Live Blog has Ended

ચાર કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિષ્ય EVM માં કેદ થયું.

May 7, 2024 6:50 pm

ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું. ત્યારે ચાર કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિષ્ય EVM માં કેદ થયું. તે ઉપરાંત 5 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. તેની સાથે 19 મહિલા સહિત 266 ઉમેદવારનું ભાવિષ્ય EVM માં કેદ થયું છે. આજે રાતના 12 વાગ્યા સુધીમાં ફાઈનલ આંકડાઓ સામે આવશે. તે ઉપરાંત ગુજરાતની 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.

અમદાવાદ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ

May 7, 2024 6:41 pm

ગાંધીનગરમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બેઠક યોજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠકનું આયોજન ગાંધીનહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયમાં બેઠક ચાલી રહી છેલ્લા 1 કલાક થી ચાલી રહી છે બેઠક, બેઠકમાં ગાંધીનગર લોકસભાના અગ્રણીઓ હાજર

સમગ્ર દેશમાં 5 વાગ્યા સુધીમાં 60.19% મતદાન

May 7, 2024 6:23 pm

છોટાઉદેપુરમાં 100 વર્ષની વયોવૃદ્ધ મહિલાઓ મતદાન નોંધાવ્યું

May 7, 2024 6:22 pm

છોટાઉદેપુરમાં 100 વર્ષની વૃદ્ધ દાદીમાએ મતદાન કર્યું લોકતંત્રના પર્વ લોકસભા ચૂંટણી 2024 માં પોતાની ફરજ નિભાવી 100 વર્ષની વયે પણ તેઓ સરળતાથી હરી ફરી શકે છે પ્રથમ વખત મતદાન કરવા આવ્યા હોય તેવો ઉત્સાહ તેમનામાં દેખાયો

ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 55.22 ટકા

May 7, 2024 6:07 pm

વિદેશથી મહિલા મતદાન કરવા માટે અમદાવાદ આવી

May 7, 2024 5:54 pm

આજે ગુજરાતમાં લોહશાહીનો મહાપર્વ એટલે મતદાનનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા વિદેશમાં રહેતી મહિલા સંતાન સાથે અમદાવાદ મત આપવા આવી પહોંચી હતી. અમેરિકાથી વોટ આપવા 8 મહિનાના સંતાનને લઈ મહિલાએ ઉસ્માનપુરામાં મતદાન કર્યું.

મતદારે હનુમાનજીનો વેશ ધારણ કરીને મત કર્યું

May 7, 2024 5:44 pm

વડોદરાના નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રી નામના મતદારે અનોખી રીતે મતદાન કર્યું. યુવકે હનુમાનજીનો વેશ ધારણ કરીને લોકસભાના અમૃત મહોત્સવમાં મતદારની ફરજ નિભાવી છે. સવારે 7 વાગે ફતેગંજમાં આવેલ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલા પહોંચીને મતદાન કર્યું હતું. જય શ્રી બોલતાં બોલતાં દીપક શાસ્ત્રીએ મત આપ્યો હતો.

પરિવારના સભ્યનું મોત થતા પણ પરિવારે લોકતંત્ર પ્રત્યેની ફરજ નિભાવી

May 7, 2024 5:28 pm

વડોદરામાં કનુભાઈ ભાવસાર નામના વ્યક્તિની પત્નીનું અવસાન થયું હોવા છતા પરિવારે મતદાન કરી દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી છે. પરિવારે દુ:ખની ઘડીમાં પણ લોકશાહીને મજબૂત કરવા માટેનું પરિવારે આ પગલું લીધું. પરિવારે મતદાન કરીને સાબીત કર્યું કે, કોઈપણ સંજોગામાં દેશને મજબૂત કરવા લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન કરવું જોઈએ.

લોકસભાના અમૃત મહોત્સવમાં ક્ષત્રિય સમાજના લોકોએ આગવી ભૂમિકા ભજવી

May 7, 2024 5:24 pm

ગુજરાતમાં આજરોજ મતદાનને લઈ રાજપૂત અને ક્ષત્રિય સમાજ માટે વિશેષ કંટ્રોલ રૂમને સ્થાપિત કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી ચાલતા ગુજરાતના દરેક મતદાન મથક પર પડતા મત પર બાજનજર રાખવામાં આવી રહી હતી. ત્યારે લોકસભાના અમૃત મહોત્સવમાં ક્ષત્રિય સમાજના લોકોએ 70 ટકા મતદાન નોંધાવ્યું છે.

જુનાગઢમાં યુવતીઓ અનોખી રીતે મતદાન મથકે પહોંચી

May 7, 2024 5:19 pm

જુનાગઢના મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવતીઓ ટ્રેનિશલ ડ્રેસ પહેરીને મતદાન કરવા માટે મતદાન મથક પર આવી પહોંચી હતી. તે ઉપરાંત આ યુવતીઓ દ્વારા મતદાન મથકના પરિસરમાં ગરબા કરીને વાજતેગાજતે મતદાન નોંધાવ્યું હતું. દેશમાં આવી જ રીતે અનેક લોકો વિવિધ રીતે મતદાન કરીને લોકસભાના અમૃત મહોત્સવમાં સહભાગી થવા માટે અપીલ કરવમાં આવી રહી છે.

મહિસાગરના ડમ્પિંગ સાઈડના ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર

May 7, 2024 5:14 pm

મહિસાગરમાં બાલાસિનોર ડમ્પિંગ સાઈડના વિરોધને લઈ ગ્રામપંચાયતના બે બુથ બોડોલી અને કુંજરા ગામના બુથ પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બપોરના 3:00 વાગ્યાનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં બોડોલી બુથ પર 34 મત જ્યારે કુંજરા બુથ પર 3 જ મત પડ્યા છે. ડમ્પિંગ સાઈડના ગ્રામ્ય વિસ્તારોમાં નહિવત મતદાનને લઇ વહીવટી તંત્ર પણ અસ્મજનશમાં મૂકાયું છે. બોડેલી બુથ પર 790 નું મતદાન છે જેમાં માત્ર 34 મત જ્યારે કુજરા બુથ પર 734 નું મતદાન છે જેમાં માત્ર 3 મત પડયા છે.

ક્ષત્રિય સમાજના લોકોએ ગીર-સોમનાથમાં વાજતેગાજતે કર્યું સામુહિક મતદાન

May 7, 2024 5:04 pm

લોકસભાના અમૃત મહોત્સવમાં દરેક નાગરિક દ્વારા મતદાન કરી એક આગવી ફરજ નિભાવવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સામુહિક મતદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઢોલ નગારા સાથે ક્ષત્રિય સમાજના લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

વિકસિત ભારતના નિર્માણ માટે મતદાન કરોઃ આર.પી.પટેલ

May 7, 2024 5:04 pm

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે લોકસભાના અમૃત મહોત્સવમાં ફરજ નિભાવી સહપરિવાર સાથે મહેસાણાની પરા હાઈસ્કૂલમાં મતદાન કર્યું. તે ઉપરાંત તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે મતદાન કરવાની અપીલ કરી. તેની સાથે સનાતન ધર્મને જીવંત રાખવા મતદાન કરવાનું સૂચન કર્યું.

લોકશાહીના પર્વની ઉજવણી માટે મોરવા હડફના મતદારોમાં અનરો ઉત્સાહ જોવાયો

May 7, 2024 4:45 pm

લોકસભાના અમૃત મહોત્સવમાં મોરવા હડફના મતદારોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરરાજા આખી જાન લઈ મતદાનની ફરજ નિભાવવા મતદાન મથક પહોંચ્યા હતા. વાજતેગાજતે સજીધજી વરરાજા અને તમામ જાનૈયાઓએ મતદાન કરી લોકશાહીની સ્થાપના માટે આગવી ફરજ નિભાવી છે. તે ઉપરાંત વરરાજા સહિત જાનમાં આવેલા તમામ લોકોએ અચૂક મતદાન કરવાનું સૂચવ્યું.

ગુજરાતમાં 3 વાગ્યા સુધી સરેરાશ 47.03 ટકા મતદાન

May 7, 2024 4:10 pm

મહીસાગરમા ઝેઝા ગામના વરરાજાએ કર્યું મતદાન

May 7, 2024 3:49 pm

મહીસાગરમા ખાનપુર તાલુકાના ખૂટેલાવ ગ્રામ પંચાયતના ઝેઝા ગામના વરરાજાએ કર્યું મતદાન

રાજકોટમાં 107 વર્ષની ઉંમરના વડીલે લાકડીના ટેકે મતદાન કર્યું

May 7, 2024 3:47 pm

107 વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયાએ લાકડીના ટેકે જીવવાની ઉંમરે મતદાન કર્યું

અમરેલી : લોકસભા ચૂંટણીમાં 1 મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન થયું મોત

May 7, 2024 3:41 pm

જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયા.તબીબ દ્વારા મૃત જાહેર કરતાં કર્મચારીઓમાં શોક

રાજકોટમાં 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન નોંધાયું

May 7, 2024 3:34 pm

ટંકારા 51.39 ટકા મતદાન નોંધાયું વાંકાનેર 48.62 ટકા મતદાન નોંધાયું રાજકોટ ઇસ્ટ 45.63 ટકા મતદાન નોંધાયું રાજકોટ વેસ્ટ 46.74 ટકા મતદાન નોંધાયું રાજકોટ સાઉથ 46.38 ટકા મતદાન નોંધાયું રાજકોટ ગ્રામ્ય 46.94 ટકા મતદાન નોંધાયું જસદણ 39.36 ટકા મતદાન નોંધાયું

‘વોટ જેહાદ’ના નારા લગાવનારાઓ વિશે અનુરાગ ઠાકુરે શું કહ્યું? જુઓ વીડિયો

May 7, 2024 3:24 pm

કેશોદ વિધાનસભા કેશોદના મેસવાણ ગામે બુથ પ્રિસાઇન્ડીંગ ઓફિસરની તબિયત લથડી

May 7, 2024 3:20 pm

પોરબંદર લોકસભા ચૂંટણી હેઠળ કેશોદ વિધાનસભા કેશોદના મેસવાણ ગામે બુથ પ્રિસાઇન્ડીંગ ઓફિસરની ચાલું ફરજે તબિયત લથડી

સિદ્ધપુરના 92 વર્ષીય વૃદ્ધ વિષ્ણુપ્રસાદ ઠાકર કર્યું મતદાન

May 7, 2024 3:19 pm

સિદ્ધપુર સહિત સમગ્ર રાજ્યમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે જેમાં સિદ્ધપુરમાં અદમ્ય ઉત્સાહ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે જેમાં સિદ્ધપુરમાં કુમાર શાળા નંબર 2માં 92 વર્ષીય વૃદ્ધ વિષ્ણુપ્રસાદ ક્રિષ્નાલાલ ઠાકરે બપોરે 1 કલાકે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી આ અંગે વિષ્ણુપ્રસાદ ક્રિષ્નાલાલ ઠાકરે જણાવ્યું હતું કે આઝાદી બાદ આવેલ સ્થાનિક સ્વરાજ, વિધાનસભા, લોકસભા સહિતની તમામ ચૂંટણીઓમાં મેં મતદાન કર્યું છે

અમરેલીમાં મતદાન માટે જોવા મળ્યો અનેરો ઉત્સાહ

May 7, 2024 3:06 pm

તારક મહેતાના સુંદર મામા ફેમ મયુર વાકાણીએ કર્યું મતદાન |

May 7, 2024 3:03 pm

જેતપુરમાં પીજીવીસીએલના નિવૃત દિવ્યાંગ કર્મચારીએ એમ્બ્યુલન્સમાં આવી કર્યું મતદાન

May 7, 2024 3:00 pm

મતદાન કરવું તે દરેક નાગરિકની ફરજ છે તે દિવ્યાંગ મતદાર જશવંતસિંહ જાડેજાએ મતદાન કરી પુરવાર કર્યું. મતદાન ન કરી કઈ સમસ્યા થાય ત્યારે રાજકીય વ્યક્તિ ઉપર ખોટા આળ નાખવા, હલાબોલ કરવો તે વાજબી નથી. માટે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી.ચૂંટણીપંચના દિવ્યાંગ વ્યક્તિઓ માટે એમ્બ્યુલન્સ, વ્હિલચેર રાખવાના દાવા સાવ નિરર્થક જોવા મળ્યાં. દિવ્યાંગ જશવંતસિંહ જાતે નગરપાલિકામાંથી એમ્બ્યુલન્સ બોલાવી મતદાન મથકે વ્હિલચેર પણ ન હોવાથી સંતાનોની મદદ વડે સ્ટ્રેચર સુતા સુતા કર્યું મતદાન

બનાસકાંઠા : ડીસાના વોર્ડ નંબર 2ના સદસ્યનો મતદાન કરાવવાનો અનોખો પ્રયાસ

May 7, 2024 2:58 pm

ડીસાના વોર્ડ નંબર 2ના સદસ્યનો મતદાન કરરાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસામાં 41 ડિગ્રી ગરમી વચ્ચે મતદારોને રીઝવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘરે-ઘરે ફરીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઢોલ નગારા સાથે લોકોના ઘરે પહોંચીને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.

જાણો ગુજરાતમાં 1 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન !

May 7, 2024 2:29 pm

જાણો સમગ્ર દેશમાં 1 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન થયું

May 7, 2024 2:28 pm

વડોદરા: રાજવી પરિવારે કર્યું મતદાન

May 7, 2024 1:27 pm

વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યુ છે. મહારાજા અને રાજમાતાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. સમરજીતસિંહ ગાયકવાડ, શુભાંગીનીદેવીએ મતદાન કર્યુ. વડોદરાના લોકોને વધુને વધુ મતદાનની અપીલ કરી છે.

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કર્યુ મતદાન

May 7, 2024 1:23 pm

ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન

May 7, 2024 1:23 pm

મથાવડામાં ભારતીબેન શિયાળે કર્યું મતદાન. પરિવાર સાથે ભારતીબેન શિયાળે મતદાન કર્યું

ગઢડામાં 100 વર્ષના દાદીએ કર્યુ મતદાન

May 7, 2024 1:23 pm

સમુબેન ઝાલાએ શાળા નંબર-૪માં કર્યુ મતદાન. પોતે ચાલીને મતદાન બુથ સુધી પહોચી કર્યું મતદાન

ગુજરાત લોકસભા ચૂંટણી : અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કર્યુ મતદાન

May 7, 2024 1:16 pm

અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના પિરામણ ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસના વિજય માટે તેમણે આશા વ્યક્ત કરી હતી. મતદાન પહેલા પિતા અહેમદ પટેલની કબર પર ફાતિયા પઢ્યા હતા.

ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું

May 7, 2024 1:03 pm

વલસાડના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા બનાવેલ અનોખું મતદાન મથક ઉપર જઈ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ ઉમરગામની જનતાને મતદાનની અપીલ કરી છે. ઉમરગામ તેમજ વલસાડ જિલ્લાની જનતાએ વધુથી વધુ મત કરે તેવી અપીલ કરી છે.

ગેરરીતિ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

May 7, 2024 1:02 pm

ગેરરીતિ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ કરી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ગેરરીતિની ફરિયાદ કરી છે. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ થયો છે. મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ થઇ છે.

ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ

May 7, 2024 1:02 pm

જૂનાગઢમાં ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદેશ સાથે મતદાન બુથ બનાવાયુ. ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે મોડેલ બુથ બનાવાયું. આર જે કનેરિયા ખાતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે શપથ અને સહી ઝુંબેશનું પણ આયોજન કરાયુ. ઇકો સેન્સટિવ ઝોન તરીકે ગિરનાર અભયારણ્યને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયુ.

અમરેલી : રબારીકા ગામમાં જીરો ટકા મતદાન નોંધાયું

May 7, 2024 1:01 pm

અમરેલીના જેસરના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી જીરો ટકા મતદાન નોંધાયું છે. રબારીકા ગામમાં રોડ રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઇ. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ થઇ રહ્યો છે.

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કર્યું મતદાન

May 7, 2024 12:19 pm

દુર્ગ: છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજનાંદગાંવ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે કહ્યું, "મતદાન ઝડપથી ચાલી રહ્યું છે... હું આખા પરિવાર સાથે મતદાન કરવા ગામડામાં જઈ રહ્યો છું. લોકો મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. ભાજપ પાસે આનો કોઈ ઉકેલ નથી.

જાણો ગુજરાતમાં 11 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન

May 7, 2024 12:17 pm

દેશભરમાં ત્રીજા તબક્કાનું 11 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 25.41 ટકા

May 7, 2024 12:07 pm

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મતદાન કર્યુ

May 7, 2024 11:51 am

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ લાઇનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો.

મોડાસા કે.એન શાહ સ્કુલના 181 મતદાન બુથ પર બબાલ

May 7, 2024 11:49 am

અરવલ્લીના મોડાસામાં કે એન શાહ સ્કૂલના 181 મતદાન બુથ પર પોલીસ અને મતદારો વચ્ચે બબાલ થઇ છે. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ ફેલાયો છે. કેટલાક શખ્સો બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ હોબાળો થયો. એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચકયો હતો. મામલો બીચકતા પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક ઝરી હતી.

ગુજરાત વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણીનું મતદાન

May 7, 2024 11:43 am

વિજાપુરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 23.06 ટકા મતદાન ખંભાતમાં સવારે 11 વાગ્યા સુધીમાં 23.84 ટકા મતદાન પોરબંદરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન વાઘોડિયામાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.60 ટકા મતદાન માણાવદરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20.90 ટકા મતદા

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

May 7, 2024 11:28 am

રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજકોટથી અમરેલી રૂપાલાને મળવા જતી વખતે તબિયત ખરાબ થઇ ગઇ. રામ મોકરિયાને આટકોટની કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરેલીથી રૂપાલાએ હોસ્પિટલ આવી રામ મોકરિયાના ખબર અંતર પૂછ્યા.

બનાસના બેન ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન

May 7, 2024 11:27 am

નવસારી કિન્નર સમાજે પણ મતદાન કર્યું

May 7, 2024 11:21 am

સૈફઈમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવે કર્યું મતદાન

May 7, 2024 11:19 am

સપા પ્રમુખ અખિલેશ યાદવે સૈફઈમાં તેમની પત્ની અને સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે મતદાન કર્યું.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ વિવાદમાં

May 7, 2024 11:14 am

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના અવસરે નિયમોને નેવે મૂકતા કેટલાક વીડિયો વાયરલ થયા છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ વિવાદમાં આવ્યા છે.મતદાન કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ કરતા હિતેન્દ્રસિંહ વિવાદમાં ફસાયા છે.મત આપતો ફોટો સોશલ મીડિયામાં વાયરલ થયા છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું મતદાન

May 7, 2024 11:11 am

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વતન રાધનપુર તાલુકાના વડનગર ગામેથી તેમણે મતદાન કર્યુ છે. દેશના વિકાસ માટે મતદાન કરવા તેમણે મતદારોને અપીલ કરી છે.

Mehsana: ભારતનું ભવિષ્ય બનાવવાનો આજનો દિવસ છે: ઋષિકેશ પટેલ

May 7, 2024 11:07 am

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન

May 7, 2024 11:03 am

ગાંધીનગરના વાસણામાં શંકરસિંહે કર્યું મતદાન. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન

રાજકોટ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું મતદાન

May 7, 2024 10:58 am

પુત્ર શિવરાજ પટેલ સાથે કર્યું મતદાન. ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે નરેશ પટેલનું નિવેદન. જે ઘટના બની તે ગુજરાતમાં બનવી નહોતી જોઈતી. બનાવને ક્યાંક રોકી દેવામાં આવ્યો હોત તો સારું હોત.

એલજી વીકે સક્સેના અમદાવાદ કર્યું મતદાન

May 7, 2024 10:46 am

અમદાવાદ, ગુજરાત: દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

ખડગેએ કર્ણાટકમાં મતદાન કર્યુ

May 7, 2024 10:38 am

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાલબુર્ગીના ગુંડુગુર્થી ગામમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. કાલેબુર્ગી બેઠક પરથી કોંગ્રેસે રાધાકૃષ્ણન અને ભાજપે ઉમેશજી જાધવને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે જીતશે - ખડગે

May 7, 2024 10:37 am

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બધા મળીને આ વખતે કોંગ્રેસને જીતાડશે. કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી રહી છે. ચૂંટણી પંચે મતદાનના દિવસે સાંજે જ મતદાનનો ડેટા આપવો જોઈએ. આ વખતે ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો છે, લોકો આ મુદ્દા પર જ મતદાન કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ મતદાન કરવાની અપીલ કરી

May 7, 2024 10:35 am

ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'આજે ત્રીજા તબક્કાનું મતદાન છે! હું તમને બધાને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં બહાર આવો અને તમારા અધિકારોની સુરક્ષા માટે મતદાન કરો. યાદ રાખો, આ કોઈ સામાન્ય ચૂંટણી નથી, દેશના લોકતંત્ર અને બંધારણના રક્ષણ માટેની ચૂંટણી છે.

મતદાન મારી ફરજ સાથે સેલિબ્રિટીએ કર્યું મતદાન

May 7, 2024 10:35 am

સિંગર અરવિંદ વેગડાએ રાણીપથી કર્યું મતદાન."વોટ કરો "ના સોંગ્સ સાથે મતદારોને મત કરવા સિંગરની અપીલ. મતદાન કરવા આવેલા સિલિબ્રિટિએ સંદેશ સાથે કરી વાતચીત. મતદાન પર્વને તહેવારની જેમ ઉજવવા કરી સિંગર અરવિંદ વેગડાની અપીલ

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે કર્યું મતદાન

May 7, 2024 10:30 am

લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી ત્યારે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યુ છે. સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન,ભાજપ જંગી મતોથી ચૂંટણી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ભાવનગર : જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું

May 7, 2024 10:26 am

ભાવનગરના આંબેડકર ભવન ખાતે જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. પોતાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે મતદાન કર્યું. જીતુ વાઘાણી પૂર્વ શિક્ષણ પ્રધાન છે.

રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ કર્યું મતદાન

May 7, 2024 10:23 am

હરિહર કોમ્યુનિટી હોલ ખાતે કર્યું મતદાન. વજુભાઈ વાળાએ લોકોને મતદાન કરવા કરી અપીલ. મતદાન માટે સમય કાઢી અચૂક મતદાન કરવું જોઈએ

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે,ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે, પરંતુ દેશના હિત માટે..

May 7, 2024 10:23 am

ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે લોકશાહીની આ સૌથી મોટી ઉજવણી છે. ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ગુજરાતની જનતાએ 2014, 2019માં ભાજપને મત આપ્યા હતા અને આ વખતે પણ તેઓ અમારા પર વિશ્વાસ રાખશે. ગુજરાતની જનતાને મોદીજીમાં પૂરો વિશ્વાસ છે. જનતા જાણે છે કે છેલ્લા 10 વર્ષમાં શું વિકાસ થયો છે. હું સમજું છું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે, પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ માટે તેઓ કમળનું બટન દબાવશે.

ખેડા: ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે કર્યું મતદાન

May 7, 2024 10:21 am

ખેડાના ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે મતદાન કર્યુનડિયાદની વીકેવી રોડ પર આવેલી શાળા નંબર એકમાં તેમણે મતદાન કર્યુ. દેવુંસિંહ ચૌહાણ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આણંદઃ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન

May 7, 2024 10:21 am

આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યુ. આંકલાવની પ્રાથમિક શાળામાં પત્ની સાથે મત આપ્યો. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સી.આર.પાટીલે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી

May 7, 2024 9:59 am

સી.આર.પાટીલે કહ્યું કે જ્યાં સરમુખત્યારશાહી અને લશ્કરી શાસક હોય છે ત્યાં દેશોમાં લોકો મત આપવા માટે તડપતા હોય છે. ઘણી વખત મતદાન માટે ઉદાસીનતા જોવા મળતી હોય છે. વધુમાં વધુ લોકોએ મતદાન કરવું જોઈએ. 75 વર્ષ બાદ સહજતાથી આપણને આઝાદી મળી છે અને મતદાનનો અધિકાર મળ્યો છે ત્યારે લોકશાહીમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

અલ્પેશ ઠાકોરે રાણીપની એ જે વિદ્યાલયમાં મતદાન કર્યું

May 7, 2024 9:56 am

અલ્પેશ ઠાકોરે રાણીપની એ જે વિદ્યાલયમાં મતદાન કર્યું.

ઉત્તર પ્રદેશ: રાહુલને રાહુલને કર્યું

May 7, 2024 9:55 am

ઉત્તર પ્રદેશ: PwD (પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ) મતદાર, રાહુલને Lok Sabha Elections 2024 ના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપવા માટે તેના પિતા દ્વારા કાસગંજમાં એક મતદાન મથક પર લાવ્યા.

કર્ણાટક : ભાજપના ઉમેદવારે પ્રહલાદ જોશીએ કર્યું

May 7, 2024 9:53 am

હુબલી, ધારવાડ (કર્ણાટક): કેન્દ્રીય મંત્રી અને ધારવાડ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશીએ મતદાન મથક નંબર 111 પર પોતાનો મત આપ્યો.

ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન

May 7, 2024 9:39 am

સમગ્ર દેશમાં ત્રીજા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં 10.57 ટકા મતદાન

May 7, 2024 9:38 am

દેશના એકમાત્ર કન્ટેનર બુથ પર મતદાન

May 7, 2024 9:37 am

ભરૂચના આલિયાબેટ ગામે મતદાન શરૂ થયું છે. આલિયાબેટ દેશનું એકમાત્ર કન્ટેનર બુથ છે. આલિયાબેટ ગામે લોકસભાનું મતદાન પ્રથમ વાર થઈ રહ્યું છે. મતદાનના પગલે 254 મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સો ટકા મતદાનની તંત્રએ ખાતરી આપી હતી.

મહારાષ્ટ્ર એનસીપી-એસસીપીના વડા શરદ પવારે મતદાન કર્યુ

May 7, 2024 9:24 am

બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. NCP-SCPએ બારામતી સીટ પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. NCPએ બારામતીથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યા છે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

May 7, 2024 9:18 am

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ. મતદાન કર્યા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી કરી હતી.

મુર્શિદાબાદમાં ટીએમસીના બૂથ પ્રમુખની બીજેપી ઉમેદવાર સાથે ઘર્ષણ

May 7, 2024 9:12 am

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જાંગીપુરમાં એક મતદાન મથક પર તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખની ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ સાથે અથડામણ થઈ હતી.

જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા કર્યું મતદાન

May 7, 2024 9:11 am

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ત્રીજી લોકસભા ચૂંટણી 2024 માટે જામનગરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવીયાને અને ભાજપે પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ કર્યું મતદાન

May 7, 2024 9:08 am

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Lok Sabha Elections 2024 ના ત્રીજા તબક્કામાં ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. ભાજપે આ બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર : કોંગ્રેસના ઉમેદવાર પ્રણિતી શિંદેએ કર્યું મતદાન

May 7, 2024 9:05 am

સોલાપુર, મહારાષ્ટ્ર: કોંગ્રેસના ઉમેદવાર પ્રણિતી શિંદેએ કહ્યું, "હું છેલ્લા 2 મહિનાથી જે રીતે મુસાફરી કરી રહી છું, હું જોઈ શકું છું કે લોકોમાં ભાજપ વિરુદ્ધ ઘણો ગુસ્સો છે. તેઓએ જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન

May 7, 2024 9:01 am

સુરત, ગુજરાત: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, "હું ભાગ્યશાળી છું કે મને મારા પરિવાર સાથે મતદાન કરવાની તક મળી. હું દરેકને મતદાન કરવા અને ફરી એક વખત પ્રગતિશીલ સરકાર બનાવવાની વિનંતી કરવા માંગુ છું."

મધ્યપ્રદેશના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કર્યું મતદાન

May 7, 2024 9:00 am

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે."

ભિનેતા રિતેશ દેશમુખે કર્યું મતદાન

May 7, 2024 8:58 am

લાતુર, મહારાષ્ટ્ર: અભિનેતા રિતેશ દેશમુખે પોતાનો મત આપ્યા પછી કહ્યું, "બધા લોકોએ બહાર આવીને મતદાન કરવું જોઈએ. મને આશા છે કે લોકો તેમના ઘરની બહાર આવે અને મતદાન કરે, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે..

અભિનેત્રી જેનેલિયા દેશમુખે મતદાન કર્યું

May 7, 2024 8:56 am

બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ કર્યું મતદાન

May 7, 2024 8:39 am

પાલનપુરની આદર્શ સ્કૂલમાં રેખા ચૌધરીએ કર્યું મતદાન. કંથરીયા હનુમાન દાદાના દર્શન કરી રેખાબેને મતદાન કર્યું

અમદાવાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

May 7, 2024 8:37 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કહે છે, "પોતાનો મત આપવો એ દરેકની જવાબદારી છે. મતદારોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં તેમનું યોગદાન આપવું જોઈએ..."

પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યુ મતદાન

May 7, 2024 8:35 am

પોરબંદર પોતાનો મત આપ્યા પછી, કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કહે છે, "જ્યારે હું મારો મત આપી રહ્યો હતો, ત્યારે હું ફક્ત દેશ માટે લોકોના કલ્યાણ અને નેતૃત્વ હેઠળ 'વિકિત ભારત' વિશે વિચારતો હતો. હું આશા રાખું છું કે ભાજપ 400થી વધુ સીટો સાથે સત્તામાં આવે અને હું ગુજરાતના લોકોને વોટ આપવા માટે અપીલ કરું છું.

કપરાડાના એક બુથમાં EVM ખોટકાતા મતદાન અટક્યું

May 7, 2024 8:33 am

વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના જીરવલ બરડા ફળિયા ખાતે મતદાન અટક્યું છે. વહેલી સવારે 7 વાગ્યે થી EVM મશીન ખોટકતા મતદાન અટક્યું છે. વહેલી સવારથી જ અંતરિયાળ વિસ્તારના જીરવલ ગામના બરડા ફળિયા ખાતે આદિવાસી સમાજના લોકો મત આપવા પહોંચ્યા હતા. EVM મશીન ખોટકાતા મતદારો અટવાયા હતા.

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ

May 7, 2024 8:30 am

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ . સાથે તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી. સવારથી મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા.

રાજકોટમાં સાધુ સંતોએ કર્યું મતદાન

May 7, 2024 8:27 am

રાજકોટમાં સંતોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી. ગોંડલ અક્ષર મંદિરના મહંતોએ મતદાન કર્યુ, તેમણે કહ્યુ મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે.

રાજકોટ : હિન્દૂ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન

May 7, 2024 8:19 am

રાજકોટમાં 500 બિલ્ડિંગમાં 2036 બૂથમાં મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે હિન્દૂ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યુ છે.

પંચમહાલ: ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે કર્યું મતદાન

May 7, 2024 8:19 am

પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યુ. પરિવાર સાથે કરોલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ. મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી.

અજિત પવાર અને સુનેત્રા પવારે મતદાન કર્યું હતું

May 7, 2024 8:15 am

મહારાષ્ટ્રના પુણેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને બારામતીના એનસીપીના ઉમેદવાર સુનેત્રા પવારે મતદાન કર્યું

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યું મતદાન

May 7, 2024 8:10 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે, શિલજ ખાતે લોકસભા ચૂંટણીને લઈને મતદાન કર્યું હતું. આનંદીબહેનનુ રહેઠાણ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં આવેલ છે. તેમણે ગાંધીનગરના મતદાર તરીકે મતદાન કર્યું.

PM મોદીએ રાણીપ નિશાન સ્કૂલથી કર્યું મતદાન

May 7, 2024 7:48 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ. તેમની સાથે તેમના મોટાભાઇ સોમાભાઇએ પણ મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે બુથ બહાર આવીને લોકશાહીના નિશાનને જનતા સમક્ષ દર્શાવ્યુ હતુ.જે પછી તેઓ પરત ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ પહોંચ્યા

May 7, 2024 7:44 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ પહોંચી ગયા છે. જ્યાં તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. અમિત શાહ પણ તેમના સ્વાગતમાં હાજર રહ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવદમાં હાજર

May 7, 2024 7:42 am

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના અમદાવાદમાં નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાજર છે જ્યાં PM મોદી મતદાન કરવાના છે.

મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ કર્ય મતદાન

May 7, 2024 7:33 am

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત મજુરા બેઠક પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો. સાથે જ હર્ષ સંઘવીએ આજના તબક્કામાં મતદાન કરનારાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી.

અમરેલી : કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન

May 7, 2024 7:33 am

કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ છે. રૂપાલા પરિવારજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચ્યા હતા. મતદાન પહેલા રૂપાલાએ મંદિરમાં દર્શન કર્યા હતા.

PM મોદીએ X પર લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી

May 7, 2024 7:28 am

PM મોદીએ X પર પોસ્ટ મુકીને લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે.

ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા

May 7, 2024 7:24 am

ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદાર છે. પુરુષ મતદારોની સંખ્યા 2,56,16,540 છે. મહિલા મતદારોની સંખ્યા 2,41,50,603 છે.તો થર્ડ જેન્ટર મતદારોની સંખ્યા 1534 છે. પ્રથમ વખતના મતદાર 12,20,438 છે. 20થી 29 વર્ષના મતદારો 1,03,85,750 છે. 30થી 34 વર્ષના મતદારોની સંખ્યા 3,77, 32,869 છે. 85 વર્ષથી વધુ વયના મતદારની સંખ્યા 4,19,584 છે. 100થી વધુ વયના 10,036 મતદારો છે.

You may also like

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00