Gujarat New Cabinet 2025 : ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ, જાણો કોને મળ્યું ક્યું ખાતું?
- Gujarat New Cabinet 2025 : દાદા સરકારના નવા મંત્રીમંડળની પળેપળની ખબર
- કોણ હશે મંત્રીમંડળમાં સૌથી પહેલા જુઓ Gujarat First પર
- કોણ કેબિનેટ મંત્રી, કોણ રાજ્યકક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર
- પળેપળની ખબર સાથે મંત્રીમંડળનુ સચોટ એનાલિસિસ
- કોની લાગશે લોટરી, કોનું પત્તુ કપાશે તેની દરેક ખબર
- સમગ્ર દિવસ દરમિયાન મંત્રીમંડળનું મેરેથોન કવરેજ
Gujarat New Cabinet 2025 : ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવનિયુક્ત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ તરત જ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે નવા મંત્રીમંડળની પ્રથમ Cabinet બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓના ખાતાંની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, જેમાં સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ મંત્રી સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા બનેલા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.
Gujarat New Cabinet Reshuffle 2025 : પહેલો દિવસ! નવા મંત્રીમંડળનું પળેપળનું અપડેટ LIVE । Gujarat First https://t.co/evIvUcCtlc
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
મંત્રીમંડળના વિસ્તરણને આખરી ઓપ આપવા માટે વર્તમાન મંત્રીઓ દ્વારા પોતાના પદ પરથી રાજીનામાં આપી દેવામાં આવ્યા છે, જેના પગલે હવે આજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કાર્યભાર સંભાળશે. આ સમારોહ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, મંત્રીમંડળના વિસ્તરણને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી.
ખાતાઓની વહેંચણી બાદ કેબિનેટની બેઠક પૂર્ણ
October 17, 2025 8:46 pm
નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક ખાતાઓની વહેંચણી સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ખાતાંની ફાળવણી થતાં જ આ બેઠકનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે સૌથી મહત્ત્વના વિભાગો, મહેસૂલ અને માર્ગ-મકાન વિભાગ, પોતાની પાસે જાળવી રાખ્યા છે. આ નિર્ણય વહીવટ પર તેમનો મજબૂત નિયંત્રણ દર્શાવે છે.
કેબિનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણી પૂર્ણ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
ખાતાઓની વહેંચણી થતાં કેબિનેટની બેઠક પૂર્ણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ, માર્ગ-મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા@narendramodi @PMOIndia @AmitShah @BJP4Gujarat @MLAJagdish @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @jitu_vaghani @KanuDesai180… pic.twitter.com/yunCn7s7sB
દાદા સરકાર 2.0 રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલા સહિત) ને ફાળવવામાં આવેલા ખાતાં
October 17, 2025 7:51 pm
રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો): ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળસંપત્તિ, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, અને મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા જેવા મહત્ત્વના સ્વતંત્ર હવાલા સોંપવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ: પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ, કાંતિલાલ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન, દર્શના વાઘેલાને શહેરી વિકાસ આવાસ, કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવીણ માળીને વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન, ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, અને રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ખાતું મળ્યું છે. આ ઉપરાંત, પી.સી. બરંડાને આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, સ્વરૂપજી ઠાકોરને ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ, સંજયસિંહ મહિડાને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ, અને કમલેશ પટેલને નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ જેવાં ખાતાં સોંપાયાં છે. જયરામ ગામિત પાસે રમતગમત અને યુવા સેવાઓથી લઈને ઉદ્યોગો, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સુધીના અનેક મહત્ત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપાઇ છે.
નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ખાતાઓની વહેંચણી
October 17, 2025 7:47 pm
નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક ખાતાઓની વહેંચણી સાથે પૂર્ણ થઈ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ અને માર્ગ-મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે ગૃહ ખાતું યથાવત્ રહ્યું છે અને તેમને કાયદા તથા રમતગમત સહિત બીજા અનેક ખાતા સોંપાયા છે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈને નાણાં અને શહેરી વિકાસ, જીતુ વાઘાણીને કૃષિ, સહકાર, પશુપાલન, કુંવરજી બાવળિયાને શ્રમ, રોજગાર અને ગ્રામ્ય વિકાસ, અર્જૂન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ, રમણ સોલંકીને ખાદ્ય અને નાગરિક પુરવઠા, પ્રફૂલ પાનસેરિયાને આરોગ્ય, ઋષિકેશ પટેલને ઊર્જા, પેટ્રોકેમિકલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, તથા પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતું સોંપાયું છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં રીવાબા જાડેજા નવા શિક્ષણ મંત્રી બન્યા છે, જ્યારે કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર, ત્રિકમલાલ છાંગાને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, દર્શના વાઘેલાને શહેરી વિકાસ (રાજ્યકક્ષા), ઈશ્વરભાઈ પટેલને પાણી પુરવઠા અને જળસંપત્તિ, સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામોદ્યોગ, અને સંજયસિંહ મહીડાને ગ્રામીણ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
દાદા સરકાર 2.0 માં કેબિનેટ મંત્રીઓને ફાળવ્યા ખાતા
October 17, 2025 7:36 pm
ભૂપેન્દ્ર પટેલની દાદા સરકાર 2.0 માં હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રી (DyCM) અને ગૃહ મંત્રીનો હવાલો સોંપાયો છે, જ્યારે ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી, કનુભાઈ દેસાઈને શહેરી વિકાસ મંત્રી (કેબિનેટ કક્ષા), કુંવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર મંત્રી, જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર મંત્રી, નરેશ પટેલને આદિજાતિ વિકાસ મંત્રી, રમણ સોલંકીને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી, અર્જુન મોઢવાડિયાને વન પર્યાવરણ અને સાયન્સ ટેક્નોલોજી મંત્રી, તથા ડૉ. પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી બનાવવામાં આવ્યા છે.
ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જાણો કોને મળ્યું કયું ખાતું
October 17, 2025 7:14 pm
ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જોવા મળી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતને મહત્વના ખાતા ફાળવામાં આવ્યા છે.
Gujarat New Cabinet: ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જાણો કોને મળ્યું કયું ખાતું ? | Gujarat First https://t.co/JciUaVjcaB
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નવા મંત્રીમંડળ સાથે મુલાકાત કરી
October 17, 2025 6:34 pm
વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ સાથે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાજીએ ખાસ મુલાકાત કરી હતી.
વિકસિત ગુજરાત માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત
— BJP Gujarat (@BJP4Gujarat) October 17, 2025
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જીએ આજે ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ સહિત મંત્રીમંડળ સાથે મુલાકાત કરી.
આ અવસરે પૂર્વ ગવર્નર અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી વજુભાઈ વાળા, માનનીય મુખ્યમંત્રી શ્રી… pic.twitter.com/8uJceOoWDR
ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જાણો કોને મળ્યું કયું ખાતું ?
October 17, 2025 6:21 pm
નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ દાદા સરકારની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકનું મુખ્ય એજન્ડા નવનિયુક્ત મંત્રીઓને તેમના ખાતા ની ફાળવણી કરવાનો છે.જાણો કોને ક્યું ખાતું મળ્યું.
Gujarat New Cabinet: ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જાણો કોને મળ્યું કયું ખાતું ? | Gujarat First https://t.co/KJv5ms3Fpp
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
દાદા સરકારની કેબિનેટ બેઠક શરૂ, ખાતાંની ફાળવણી કરાશે
October 17, 2025 6:05 pm
નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ દાદા સરકારની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકનું મુખ્ય એજન્ડા નવનિયુક્ત મંત્રીઓને તેમના વિભાગો (ખાતાં) ની ફાળવણી કરવાનો છે, જેની જાહેરાત થોડા સમયમાં કરી દેવામાં આવશે.
શપથવિધી બાદ દાદા સરકારની કેબિનેટ બેઠક
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ટૂંક સમયમાં ફાળવણી
CM Bhupendra Patel, DyCM HarshSanghvi એ કરી બેઠક#CM #BhupendraPatel #DyCM #HarshSanghvi #NewCabinet #GovernmentReshuffle #BJPGujarat #DadaSarkar #CMBhupendraPatel pic.twitter.com/3LsQLUbOrR
પ્રથમ કેબિનેટ બેઠક માટે CM સહિતના મંત્રીઓનું આગમન
October 17, 2025 5:40 pm
નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને નવનિયુક્ત મંત્રીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. હવે ગણતરીની મિનિટોમાં જ તમામ મંત્રીઓને તેમના વિભાગો (ખાતાં)ની ફાળવણી કરવામાં આવશે.
ચર્ચિત ચહેરા પણ નવા મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન
October 17, 2025 5:27 pm
ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળ 2.0 ની રચના બાદ સૌથી મોટી ચર્ચા એ છે કે કેટલાંક સૌથી વધુ ચર્ચાયેલાં નામોને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ તેની 'સરપ્રાઈઝ' આપવાની રણનીતિ ફરીવાર જાળવી રાખી છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને ડેપ્યુટી સીએમ સુધીના અનુમાનો છતાં સ્થાન ન મળતાં રાજકીય આશ્ચર્ય સર્જાયું છે. ચર્ચા છે કે તેમને વિસાવદરમાં મળેલી નિષ્ફળતા અને મેન્ડેટ વિવાદ નડ્યો છે. આ ઉપરાંત, સતત ચર્ચામાં રહેલા અલ્પેશ ઠાકોરને પણ સ્થાન ન મળ્યું, જ્યાં સ્વરૂપજી ઠાકોરને સ્થાન મળતાં તેમની બાદબાકી થઈ છે. બીજી તરફ, યુવા નેતા હાર્દિક પટેલનો રણટંકાર પણ મંત્રીમંડળમાં કામ ન લાગ્યો, અને તેમને ચર્ચાઓ છતાં બહારથી જ સંતોષ માનવો પડશે.
મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓ
October 17, 2025 5:15 pm
નવા મંત્રીમંડળની રચનામાં કુલ 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, મૂળુ બેરા, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, ભાનુબહેન બાબરિયા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુવરજી હળપતિ અને બચુ ખાબડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ પ્રદેશ પ્રમુખ બનતા મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
10 મંત્રીઓને પડતા મુકાયા, નવા ચહેરાઓને મળ્યું સ્થાન
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
બળવંત સિંહ રાજપૂત અને રાઘવજી પટેલનું પત્તું કપાયું
ભાનુબેન બાબરિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોરને પડતા મુકાયા
જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનતા મંત્રીમંડળમાં સ્થાન નહીં
મુકેશ પટેલ, ભીખુસિંહ પરમારને પણ પડતા મુકવામાં આવ્યા
બચુ ખાબડ… pic.twitter.com/A79dAKGpU0
ગુજરાત વિધાનસભા 182 બેઠક અને મંત્રી મંડળની સ્થિતિ
October 17, 2025 5:04 pm
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે 162 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 12, આમ આદમી પાર્ટી (AAP) પાસે 05 અને સમાજવાદી પાર્ટી (SP) પાસે 01 ધારાસભ્ય છે, આ ઉપરાંત 02 અપક્ષ ધારાસભ્યો છે. નવા મંત્રીમંડળના માળખામાં 1 મુખ્યમંત્રી અને 1 નાયબ મુખ્યમંત્રી નો સમાવેશ થાય છે. આ નવી ટીમમાં 8 કેબિનેટ મંત્રીઓ અને 13 રાજ્યકક્ષાના મંત્રીઓ છે, જેમાંથી 3 મંત્રીઓ પાસે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો પણ છે.
રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત
October 17, 2025 4:48 pm
રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર ચોક પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા. તેમણે પાર્ટીનો આભાર માનતા જણાવ્યું હતું કે, પાર્ટીએ મને વિધાનસભાની કામગીરીની સાથેસાથે રાજ્યકક્ષાની કામગીરી કરવાનો પણ મોકો આપ્યો છે. તેમણે અસારવા બેઠકનું મહત્ત્વ સમજાવતા ઉમેર્યું હતું કે, "અસારવા બેઠક એવી છે, જે જીતે તે ઉમેદવાર કેબિનેટ અથવા રાજ્ય કક્ષાના મંત્રી બને જ છે.
MLA કૌશિક વેકરિયાના કાર્યાલય ખાતે આતશબાજી અને નારાબાજી
October 17, 2025 4:19 pm
અમરેલી ખાતે MLA કૌશિક વેકરિયાના કર્તવ્યમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોનો મોટો જમાવડો થયો હતો. મંત્રી પદ મળવાની ખુશીમાં કાર્યકરોએ આતીશબાજી કરીને અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે કાર્યકરો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર "ભારત માતાકી જય", "વંદે માતરમ્" અને "કૌશિકભાઈ તુમ આગે બઢો" જેવા ગગનભેદી નારા લગાવ્યા હતા.
MLA Kaushik Vekaria ના કાર્યાલય ખાતે આતીશબાજી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
MLA Kaushik Vekaria ના કાર્યાલય ખાતે આતીશબાજી
MLA Kaushik Vekaria ના કર્તવ્યમ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો
ઢોલના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા
ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
"ભારત માતાકી જય, વંદે… pic.twitter.com/H9kPIndc26
નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓ કયાં ઝોનમાંથી આવે છે?
October 17, 2025 4:12 pm
નવા મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ (વિસનગર), પી.સી. બરંડા (ભિલોડા), પ્રવિણ માળી (ડીસા) અને સ્વરૂપજી ઠાકોર (વાવ) નો સમાવેશ થયો છે. દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ હર્ષભાઈ સંઘવી (સુરત), પ્રફુલ પાનસેરીયા (સુરત), કનુભાઈ દેસાઈ (પારડી), નરેશ પટેલ (ગણદેવી), જયરામ ગામિત (તાપી) અને ઈશ્વર પટેલ (અંકલેશ્વર) કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકમ છાંગા (અંજાર), કુવરજી બાવળિયા (જસદણ), પુરુષોત્તમ સોલંકી (ભાવનગર), જીતુ વાઘાણી (ભાવનગર), કાંતિ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરીયા (અમરેલી), પ્રદ્યુમન વાઝા (કોડીનાર), રિવાબા જાડેજા (જામનગર) અને અર્જુન મોઢવાડિયા (પોરબંદર) ને સ્થાન મળ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાંથી મનીષા વકીલ (વડોદરા), દર્શના વાઘેલા (અમદાવાદ), રમેશ કટારા (દાહોદ), કમલેશ પટેલ (પેટલાદ), સંજયસિંહ મહિડા (મહુધા) અને રમણ સોલંકી (બોરસદ) ને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
નવા મંત્રીમંડળમાં જાતી-જ્ઞાતિગત સમીકરણ
October 17, 2025 4:01 pm
નવા મંત્રીમંડળની રચનામાં OBCના 9 અને પાટીદારના 7 (4 લેઉઆ, 3 કડવા) સહિત SCના 3, STના 4, 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય અને 1 જૈન નેતાને સ્થાન અપાયું છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9 ધારાસભ્યોને સમાવી પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે અને 3 મહિલા નેતાઓને પણ સ્થાન મળ્યું છે.
નવા મંત્રીમંડળને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા, ભાજપ પર પ્રહાર કરીને નવા મંત્રીઓને પાઠવી શુભેચ્છા
October 17, 2025 3:56 pm
ગુજરાતના નવનિયુક્ત મંત્રીમંડળની રચના બાદ કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ સાથે જ વર્તમાન સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારના શાસનકાળ દરમિયાન ચોમેર ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે, જો આટલા મોટા ફેરફારો કરવા પડ્યા તો સરકારે અગાઉ ભ્રષ્ટ મંત્રીઓ સામે પગલાં કેમ ન લીધાં? કોંગ્રેસે દાવો કર્યો હતો કે, હવે રાજ્યના લોકો સરકારની નીતિ અને નિયતને બરાબર ઓળખી ચૂક્યા છે.
મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસના કામો આગળ વધારીશું : રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા
October 17, 2025 3:49 pm
રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ફતેપુરા બેઠકના ધારાસભ્ય (MLA) રમેશભાઈ કટારાએ ગુજરાત ફર્સ્ટ સાથે વિશેષ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને જે જવાબદારી મળી છે, તેમાં હવે વિકાસના બાકી રહેલા તમામ કામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધારવાનો છે. રમેશભાઈ કટારાએ ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફતેપુરા બેઠક પરથી પ્રથમવાર મંત્રી બનવાની તક મળી છે.
ધારાસભ્યો સાથે Dy CM હર્ષ સંઘવીએ મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા
October 17, 2025 3:39 pm
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે નવનિયુક્ત મંત્રીઓએ મંત્રી પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા હતા, જેની સાથે જ નવી સરકારનો સત્તાવાર કાર્યભાર શરૂ થયો છે. શપથવિધિ બાદ, ધારાસભ્યો સાથે Dy CM હર્ષ સંઘવીએ મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રી પદના શપથ લેનાર પ્રદ્યુમન વાઝાએ મોવડી મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આભાર માનું છું." વરિષ્ઠ નેતા કનુ દેસાઈએ પણ મંત્રી પદમાં સ્થાન મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, કાંતિ અમૃતિયાએ પણ મંત્રી પદના શપથ લીધા હતા અને કહ્યું હતું કે, "પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે, તે હું નિષ્ઠાથી નિભાવીશ અને કામ કરીશ." જ્યારે કમલેશ પટેલે પણ કાર્યકર્તાઓ અને મોવડી મંડળનો આભાર માન્યો હતો.
દાદા સરકારનું મંત્રી મંડળ, નવા મંત્રીઓનું A to Z એનાલિસિસ
October 17, 2025 3:32 pm
ભૂપેન્દ્ર પટેલની 'દાદાની સરકાર'ના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે, જેમાં સત્તાવાર રીતે હવે નવા મંત્રીઓનું A to Z સંપૂર્ણ એનાલિસિસ શરૂ થઈ ગયું છે.
Gujarat New Cabinet: જુઓ કેવું છે દાદા સરકારનું મંત્રી મંડળ, નવા મંત્રીઓનું A to Z એનાલિસિસ https://t.co/QtZjfMVjC7
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
નવા મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબો વધ્યો
October 17, 2025 3:26 pm
ગુજરાતમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં અનેક મહત્ત્વના ફેરફારો જોવા મળી રહ્યા છે. આ મંત્રીમંડળમાં પાટીદાર મંત્રીઓનો દબદબો સ્પષ્ટપણે વધ્યો છે, સાથે જ ઓબીસી અને એસ.સી. મંત્રીઓની સંખ્યામાં પણ વધારો કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન મંત્રીમંડળમાં વધારાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ થોડું ઘટ્યું છે. કુલ 26 મંત્રીઓના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ૯ મંત્રીઓને સ્થાન મળ્યું છે. આ મંત્રીમંડળમાં યુવા નેતૃત્વ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે દર્શાવે છે કે રાજ્યમાં નવી પેઢી તૈયાર કરવા પર મૂળ ફોકસ છે. યુવા મંત્રીઓ તરીકે હર્ષ સંઘવી, પ્રવિણ માળી અને કૌશિક વેકરિયાનો સમાવેશ થાય છે. ઉંમરની વાત કરીએ તો, રીવાબા જાડેજા સૌથી નાની વયના મંત્રી છે, જ્યારે કનુભાઈ દેસાઈ સૌથી મોટી વયના મંત્રી છે, અને સમગ્ર મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે. આર્થિક રીતે, નવા મંત્રીમંડળમાં રીવાબા જાડેજા સૌથી વધુ ધનિક મંત્રી છે અને નવા બનેલા મંત્રીઓની સરેરાશ સંપત્તિ અંદાજે 11 કરોડ રૂપિયા છે.
પરસોત્તમ સોલંકીના મંત્રી પદે રિપીટ થતા કોળી સમાજમાં જશ્નનો માહોલ
October 17, 2025 3:21 pm
રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને ફરીથી મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવતા ઉનામાં કોળી સમાજમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા પરસોત્તમભાઈ મંત્રી પદે યથાવત રહેતા, કોળી સેનાના આગેવાનો અને સમાજના લોકોએ ઉનાના ટાવર ચોક ખાતે એકઠા થઈને આતશબાજી કરી હતી. આ સાથે જ, સૌએ એકબીજાના મોં મીઠા કરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારમાં પરસોત્તમભાઈનું સ્થાન જળવાઈ રહેતા કોળી સેના અને સમગ્ર કોળી સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી
ગાંધીનગર SS 1 માં મંત્રીઓની નેમ પ્લેટ બદલાવવાની શરૂઆત
October 17, 2025 3:18 pm
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 (SS-1) ખાતે મંત્રીઓની નેમ પ્લેટ બદલવાની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હવે રિપીટ ન થયેલા નેતાઓના નેમ પ્લેટ તત્કાળ હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ સહિત વર્તમાન સરકારના તમામ મંત્રીઓની નેમ પ્લેટ પણ દૂર કરવામાં આવી છે. ખાતાઓની સત્તાવાર ફાળવણી પૂર્ણ થયા બાદ, નવી નેમ પ્લેટ તૈયાર કરીને લગાવવામાં આવશે.
નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક આજે સંભવત સાંજે 5 વાગ્યે મળશે
October 17, 2025 2:10 pm
ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થતાં જ સરકારે તત્કાળ ધોરણે કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે, આજે જ સાંજ સુધીમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ બેઠક સંભવતઃ સાંજે 5 વાગ્યે યોજાય તેવી શક્યતા છે. સૂત્રોની માનીએ તો આ બેઠકનો મુખ્ય હેતુ મંત્રીઓને તેમનાં ખાતાંઓની ફાળવણી કરવાનો છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને તેમના વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે, જેનાથી સરકારનું વહીવટી માળખું સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
પૂનમ બરંડા, સ્વરૂપ ઠાકોર અને રિવાબા જાડેજાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
October 17, 2025 1:40 pm
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
પૂનમ બરંડા, સ્વરૂપ ઠાકોર અને રિવાબા જાડેજાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@c_baranda @Rivaba4BJP @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #PCBaranda #SwarupThakor #RivabaJadeja #Gandhinagar… pic.twitter.com/Q6q33MOdj5
ત્રિકમ છાંગા, કમલેશ પટેલ અને સંજય મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
October 17, 2025 1:38 pm
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
ત્રિકમ છાંગા, કમલેશ પટેલ અને સંજય મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@TBChhangaBJP @MLASanjaysinh @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #TrikamChhanga #KamleshPatel #SanjayMahida #Gandhinagar… pic.twitter.com/6YYE0n3PKG
કૌશિક વેકરિયા, પ્રવીણ માલી અને જયરામ ગામીતે લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
October 17, 2025 1:37 pm
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
કૌશિક વેકરિયા, પ્રવીણ માલી અને જયરામ ગામીતે લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@ikaushikvekaria @pravinmalibjp @dr_jayrambhai @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #KaushikVekaria #PravinMali… pic.twitter.com/Byt8xRAWOc
કાંતિભાઈ અમૃતિયા, રમેશભાઈ કટારા અને દર્શનાબેન વાઘેલાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
October 17, 2025 1:37 pm
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
કાંતિભાઈ અમૃતિયા, રમેશભાઈ કટારા અને દર્શનાબેન વાઘેલાએ લીધા રાજ્યકક્ષાના મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@Kanti_amrutiya @MLA_Darshna @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #KantiAmutiya #RameshKatara… pic.twitter.com/TE5OYM2ul0
ઈશ્વર ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, મનિષા વકીલે લીધા રાજ્યકક્ષાના સ્વતંત્ર મંત્રીના શપથ
October 17, 2025 1:36 pm
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
ઈશ્વર ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, મનિષા વકીલે લીધા રાજ્યકક્ષાના સ્વતંત્ર મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@prafulpbjp @manisha_vakil @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #IshwarThakor #PrafulPansheriya #ManishaVakil… pic.twitter.com/7ZqhwKXxem
ગુજરાતનાં નવા મંત્રીઓ
October 17, 2025 1:29 pm
ગુજરાતની રાજકીય દુનિયામાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓમાં ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીનો સમાવેશ થયો છે. રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલાવાળા મંત્રીઓ તરીકે ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માલી, સ્વરૂપ ઠાકોર, જયરામ ગામીત, રિવાબા જાડેજા, પી.સી. બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાને સ્થાન મળ્યું છે.
રમણભાઈ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
October 17, 2025 1:20 pm
ગુજરાતના નવરચિત મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પામેલા રમણભાઈ સોલંકી આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભા મતવિસ્તારના એક લોકપ્રિય રાજકારણી છે. શિક્ષક અને કૃષિમાં ડિપ્લોમાની પૃષ્ઠભૂમિ ધરાવતા સોલંકીની સૌથી મોટી રાજકીય સિદ્ધિ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી, જ્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતી બોરસદ બેઠક પર વિજય મેળવ્યો હતો. તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બે-ટર્મ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને હરાવીને એક નોંધપાત્ર જીત હાંસલ કરી હતી. ધોરણ 10 સુધીનો અભ્યાસ અને ખેતીની સમજ ધરાવતા રમણભાઈ સોલંકી આજે બોરસદ વિસ્તારમાં ભાજપના મજબૂત પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્યા છે, જે તેમની જમીની પકડ અને લોકો સાથેના જોડાણને દર્શાવે છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
રમણભાઈ સોલંકીએ લીધા કેબિનેટ મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat#RamanSolanki #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics #GujaratGovernment #GujaratDeputyCM… pic.twitter.com/pW7TIvnqcj
શિક્ષિત અને યુવા નેતા ડૉ. પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી બન્યા
October 17, 2025 1:06 pm
ગુજરાતના વિસ્તૃત અને સંતુલિત મંત્રીમંડળમાં નવા અને શિક્ષિત ચહેરા તરીકે ડૉ. પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં ડૉ. વાઝાએ કેબિનેટ મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તેમની નિયુક્તિને યુવા અને બુદ્ધિજીવી વર્ગને સત્તામાં પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
ડો. પ્રદ્યુમન વાંજાએ લીધા કેબિનેટ મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@drpradyumanvaja @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #DrPradyumanvaja #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics… pic.twitter.com/vuGYEbO3qn
કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
October 17, 2025 1:03 pm
ગુજરાતના નવરચિત મંત્રીમંડળમાં સૌથી મહત્ત્વપૂર્ણ સમાવેશ પૈકી એક તરીકે, તાજેતરમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં તેમણે મંત્રીપદની ગોપનીયતાના શપથ લીધા છે. તેમની આ નિયુક્તિને સૌરાષ્ટ્રના પોરબંદર વિસ્તારમાં રાજકીય સમીકરણોને મજબૂત કરવાની અને અનુભવી નેતૃત્વને સન્માન આપવાની ભાજપની વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. કેબિનેટમાં સ્થાન મળવાથી તેઓ હવે રાજ્યના વહીવટીતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
Gujarat New Cabinet 2025 : Arjun Modhwadia કેબિનેટ મંત્રી બન્યા | Gujarat First @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @AmitShah @narendramodi @MLAJagdish @arjunmodhwadia #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics #GujaratGovernment #CabinetMinister… pic.twitter.com/pa0FKeI7OJ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
નરેશ પટેલ કેબિનેટ મંત્રી બન્યા
October 17, 2025 12:57 pm
ગુજરાતના વિસ્તૃત મંત્રીમંડળમાં આદિવાસી સમાજનું મજબૂત પ્રતિનિધિત્વ કરતા નેતા નરેશ પટેલનો કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેમની આ નિયુક્તિ ભારતીય જનતા પાર્ટીની આદિવાસી ક્ષેત્રોમાં પકડ મજબૂત કરવાની અને સમાજના તમામ વર્ગોને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. કેબિનેટમાં સ્થાન મળતાં હવે તેઓ રાજ્ય સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
નરેશભાઈ પટેલે લીધા કેબિનેટ મંત્રીના શપથ
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ@NareshPatelBJP @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @ADevvrat #NareshPatel #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics #GujaratGovernment… pic.twitter.com/kCYHm2T2fq
વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
October 17, 2025 12:41 pm
ગુજરાતના નવરચિત મંત્રીમંડળમાં અનુભવી નેતા જીતુ વાઘાણીને ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. પૂર્વમાં શિક્ષણ જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂકેલા અને પ્રદેશ સંગઠનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા વાઘાણીની કેબિનેટમાં પુનઃએન્ટ્રી થતાં સત્તા અને સંગઠન વચ્ચે સારો સમન્વય જળવાશે તેવી અપેક્ષા છે. તેમની નિયુક્તિથી સરકારમાં અનુભવી નેતાગીરીનું સંતુલન જળવાઈ રહ્યું છે.
Gujarat New Cabinet 2025 : Jeetu Vaghani કેબિનેટ મંત્રી બન્યા | Gujarat First @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @AmitShah @narendramodi @MLAJagdish @jitu_vaghani #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics #GujaratGovernment #CabinetMinister… pic.twitter.com/BWyyVssI5P
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
હર્ષ સંઘવીને પ્રમોશન : ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
October 17, 2025 12:40 pm
ગુજરાતના નવનિર્મિત મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં યુવા નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હર્ષ સંઘવીને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી ચીફ મિનિસ્ટર) પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
હર્ષભાઈ સંઘવીએ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા
રાજ્યપાલ આચાર્ય લેવડાવી રહ્યાં છે શપથ pic.twitter.com/Iov0VN41gv
મહાત્મા મંદિરમાં થોડીવારમાં નવા મંત્રીમંડળની શપથવિધિ
October 17, 2025 12:12 pm
ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં થોડી જ વારમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા આ નવા મંત્રીમંડળમાં અનેક જૂના અને દિગ્ગજ નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ શપથવિધિ સાથે જ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થશે, જે આગામી ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક અને જ્ઞાતિગત સંતુલન સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણને રખાયું ધ્યાને
October 17, 2025 11:41 am
ગુજરાતના નવનિર્મિત મંત્રીમંડળમાં પ્રાદેશિક સંતુલન સાથે જ જ્ઞાતિ સમીકરણોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 સભ્યોનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે, જેમાં કુલ 19 નવા ચહેરાઓને સ્થાન આપીને સંગઠનમાં નવીનતા લાવવામાં આવી છે. જ્ઞાતિવાર પ્રતિનિધિત્વની વાત કરીએ તો, મુખ્યમંત્રી સહિત કુલ 8 પાટીદાર નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, અન્ય પછાત વર્ગ (OBC)માંથી 8, અનુસૂચિત જનજાતિ (ST)માંથી 4, અને અનુસૂચિત જાતિ (SC)માંથી 3 સભ્યોને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ભાજપની સબકા સાથ, સબકા વિકાસની નીતિને પ્રતિબિંબિત કરે છે.
નવનિયુક્ત મંત્રીઓની યાદી
October 17, 2025 11:36 am
દાદા સરકાર 2.0 । Gujarat First@arjunmodhwadia @Rivaba4BJP @Kanti_amrutiya @sanghaviharsh @jitu_vaghani @BJP4Gujarat @narendramodi @PMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #BhupendraPatel #PMModi #AmitShah #NewMinisters #BJP… pic.twitter.com/aYQsMcF6RR
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
નવા મંત્રીમંડળમાં પ્રાદેશિક સંતુલન : સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી વધુ વર્ચસ્વ
October 17, 2025 11:32 am
ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જે દર્શાવે છે કે સરકારમાં પ્રાદેશિક સંતુલન જાળવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શપથ લેનારા નવા મંત્રીઓની સંખ્યાના આધારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનું સૌથી વધુ વર્ચસ્વ જોવા મળશે, જ્યાંથી કુલ 9 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી ૪ મંત્રીઓ અને દક્ષિણ ગુજરાતમાંથી 5 નવા મંત્રીઓ શપથ લેશે. અમદાવાદનું પણ પ્રતિનિધિત્વ જળવાઈ રહ્યું છે, જ્યાંથી દર્શનાબેન વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન મળશે. આ આંકડાઓ આગામી ચૂંટણીલક્ષી ગણિત અને વિવિધ પ્રદેશોને સત્તામાં યોગ્ય હિસ્સો આપવાના પ્રયાસ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
Gujarat New Cabinet Reshuffle 2025 : નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સૌથી વધુ 9 મંત્રીઓ શપથ લેશે
મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ શપથ લેશે
ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રી શપથ લેશે
દ.ગુજરાતમાંથી 5 નવા મંત્રી લેશે શપથ
અમદાવાદમાંથી દર્શનાબેન વાઘેલા… pic.twitter.com/DaoK8j4uZl
મંત્રીમંડળમાં મોટો ફેરફાર : 10 મંત્રીઓને પડતા મુકાતા નવા ચહેરાઓને સ્થાન
October 17, 2025 11:26 am
રાજ્યમાં આજે યોજાનારા મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 10 મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરબદલમાં વરિષ્ઠ મંત્રીઓ જેવા કે બળવંત સિંહ રાજપૂત અને રાઘવજી પટેલનું પત્તું કપાયું છે. આ ઉપરાંત, પૂર્વ મંત્રીઓ ભાનુબેન બાબરિયા, મૂળુ બેરા, અને કુબેર ડિંડોરને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક પામેલા જગદીશ વિશ્વકર્માને 'એક વ્યક્તિ, એક પદ' ની નીતિના ભાગરૂપે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. અન્ય પડતા મુકાયેલા મંત્રીઓમાં મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ અને કુંવરજી હળપતિનો પણ સમાવેશ થાય છે. આ વ્યાપક ફેરબદલ આગામી ચૂંટણીલક્ષી સમીકરણો અને સંગઠનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
CM ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર
October 17, 2025 11:19 am
EXCLUSIVE નવનિયુકત મંત્રીશ્રીઓની સત્તાવાર યાદી | Gujarat First@BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/roOrtvGFB4
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
દાદા સરકાર 2.0 નું નવું મંત્રીમંડળ : 19 નવા ચહેરાઓને તક આપી સમીકરણ સંતુલિત કરાયું
October 17, 2025 10:59 am
ગુજરાતમાં આજે શપથ લેવા જઈ રહેલી દાદા સરકાર 2.0 ના નવા મંત્રીમંડળમાં મોટાપાયે સર્જરી કરીને કુલ 19 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે 2027 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યાપક ફેરફાર કર્યા છે. આ નવા મંત્રીઓની યાદીમાં વિપક્ષમાંથી આવેલા અનુભવી નેતા અર્જુન મોઢવાડિયા સહિત નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, ડો. પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા, જયરામ ગામિત, જીતુ વાઘાણી, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પી.સી. બરંડા, રમેશ કટારા, ઈશ્વરસિંહ પટેલ, મનીષા વકીલ, પ્રવીણ માળી, કમલેશ પટેલ, સંજયસિંહ મહીડા અને રમણ સોલંકીનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં નવા ચહેરાઓને તક આપીને ભાજપે યુવા પ્રતિભા, મહિલાઓ અને વિવિધ જ્ઞાતિઓ (પાટીદાર, આદિવાસી, કોળી, ક્ષત્રિય) ને સંતુલિત પ્રતિનિધિત્વ આપીને પ્રાદેશિક અને સામાજિક સમીકરણોને સાધવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
રાજ્યપાલને યાદી સાથે મળવા પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ!
October 17, 2025 10:30 am
ગુજરાતમાં આજે યોજાનાર મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ પૂર્વે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે તેમના નિવાસસ્થાન પહોંચી ગયા છે. ગઈકાલે રાત્રે આ મુલાકાત મોકૂફ રહ્યા બાદ, આજે સવારે નિર્ધારિત સમય અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત દરમિયાન શપથ લેનારા નવા મંત્રીઓની અંતિમ યાદી સત્તાવાર રીતે રાજ્યપાલને સુપરત કરી છે. આ યાદી પર રાજ્યપાલની મંજૂરીની મહોર લાગ્યા બાદ સવારે ૧૧:૩૦ કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો માર્ગ મોકળો થશે.
Gujarat New Cabinet Reshuffle 2025 : રાજ્યપાલને યાદી સાથે
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
મળવા પહોંચ્યા CM! | Gujarat First@BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish#BhupendraPatel #JPNadda #CabinetReshuffle #MahatmaMandir #Gandhinagar #BreakingNews #LiveUpdates… pic.twitter.com/Pwuq1DtpYX
નવા ચહેરાઓમાં કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા સહિતના નેતાઓને સ્થાન
October 17, 2025 10:14 am
ગુજરાતમાં આજે યોજાનાર મંત્રીમંડળના શપથવિધિ સમારોહ પૂર્વે, મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા નેતાઓના નામ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં હર્ષભાઈ સંઘવી અને ઋષિકેશ પટેલ જેવા મહત્ત્વના ચહેરાઓનું સ્થાન જળવાઈ રહ્યું છે. આ ઉપરાંત, અનુભવી મંત્રીઓ જેવા કે કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, પરસોત્તમ સોલંકી, પ્રફુલ્લ પાનસેરિયા અને નરેશ પટેલ પણ રિપીટ થવા જઈ રહ્યા છે. નવા ચહેરાઓની વાત કરીએ તો, મોરબીની દુર્ઘટના સમયે ચર્ચામાં રહેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાને મંત્રીપદ માટે ફોન આવી ચૂક્યા છે. આ સિવાય, જીતુ વાઘાણી, દર્શનાબેન વાઘેલા, પી.સી. બરંડા, ત્રિકમ છાંગા અને જામનગરના યુવા પ્રતિનિધિ રિવાબા જાડેજાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ વિસ્તરણ દ્વારા ભાજપે અનુભવી નેતાઓનું સાતત્ય જાળવીને જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે.
જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાને મંત્રી પદના શપથ માટે આવ્યો ફોન@Rivaba4BJP @BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/Omu5uNOokR
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ફરી મંત્રી બનશે
October 17, 2025 10:06 am
ગુજરાત મંત્રીમંડળના આજના શપથવિધિ સમારોહ પૂર્વે, નવસારી જિલ્લામાંથી સૌથી મોટા બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે કે ગણદેવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય નરેશ પટેલ ફરીથી મંત્રીપદના શપથ લેશે. સૂત્રો દ્વારા પુષ્ટિ મળી છે કે, નરેશ પટેલને મંત્રીમંડળમાં જોડાવા અંગેનો સત્તાવાર ફોન આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે અન્ન, નાગરિક પુરવઠા અને આદિજાતિ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના ફરીથી મંત્રીમંડળમાં સમાવેશ થવાથી દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે.
વરિષ્ઠ નેતા પરષોત્તમ સોલંકીને ફરી મંત્રીમંડળમાં સ્થાન, રિપીટ થવા અંગેનો ફોન આવ્યો
October 17, 2025 9:07 am
ગુજરાત રાજ્યના મંત્રીમંડળના આજના વિસ્તરણના સંદર્ભમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે, વરિષ્ઠ રાજયમંત્રી પરષોત્તમ સોલંકીને ફરીથી મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પરષોત્તમ સોલંકીને મંત્રીપદ પર રિપીટ કરવા અંગેનો સત્તાવાર ફોન આવી ગયો છે. તેમના ફરીથી સ્થાન મળવાથી પક્ષે કોળી સમાજના તેમના અનુભવી અને મજબૂત નેતાને યથાવત્ રાખીને જ્ઞાતિગત સમીકરણો જાળવ્યા છે. તેમના રિપીટ થવાના સમાચારથી તેમના સમર્થકો અને તેમના વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાતના મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલનું સ્થાન યથાવત્, રિપીટ થવા અંગે ફોન આવ્યો
October 17, 2025 9:01 am
ગુજરાતના આજે યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણના સંદર્ભમાં મોટા સમાચાર સામે આવ્યા છે કે, અગાઉના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન ધરાવતા નેતા ઋષિકેશ પટેલને ફરીથી તક આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઋષિકેશ પટેલને મંત્રીપદ પર રિપીટ કરવા અંગેનો સત્તાવાર ફોન આવી ગયો છે. તેમના રિપીટ થવાથી સ્પષ્ટ થાય છે કે પક્ષે તેમના અનુભવ અને પાટીદાર સમાજમાં તેમના વર્ચસ્વને ફરી એકવાર મહત્ત્વ આપીને સાતત્ય જાળવ્યું છે. આ ફોન કોલ સાથે જ તેમના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
- કુંવરજી બાવળિયાનું મંત્રી મંડળમાં સ્થાન નક્કી
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
- ઋષિકેશ પટેલને પણ ફોન આવ્યાની કરી પુષ્ટિ @irushikeshpatel @BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate… pic.twitter.com/WQVzNATjuX
કુંવરજી બાવળિયાને ફરી મંત્રીમંડળમાં સ્થાન, રિપીટ થવા અંગેનો ફોન આવ્યો
October 17, 2025 8:50 am
ગુજરાતમાં આજે યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કે, અગાઉના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયા ફરીથી મંત્રીપદ પર રિપીટ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં ફરીથી સ્થાન આપવા અંગેનો સત્તાવાર ફોન આવી ગયો છે. તેમના રિપીટ થવાથી સ્પષ્ટ થાય છે કે પક્ષે કોળી સમાજનું પ્રતિનિધિત્વ અને તેમના અનુભવને ફરી એકવાર મહત્ત્વ આપ્યું છે. આ ફોન કોલ સાથે જ તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
- કુંવરજી બાવળિયાનું મંત્રી મંડળમાં સ્થાન નક્કી
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
- કુંવરજી બાવળિયાને ટેલિફોનિક સૂચના અપાઈ @kunvarjibavalia @BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate… pic.twitter.com/yLjwZXTbNe
ગુજરાતના નવા મંત્રીમંડળ માટે ફોન કોલ્સની શરૂઆત, પ્રફુલ પાનસેરિયાને ફરી સ્થાન
October 17, 2025 8:43 am
ગુજરાતમાં આજે યોજાનાર શપથગ્રહણ સમારોહ પૂર્વે, મંત્રીમંડળમાં પસંદગી પામેલા વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ યાદીમાં જેમને ફરીથી તક આપવામાં આવી છે તેમાંના એક છે પ્રફુલ પાનસેરિયા. અગાઉના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીપદ માટે ફોન આવી ગયો છે, જે સંકેત આપે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં કેટલાક જૂના અને અનુભવી ચહેરાઓનું સાતત્ય જાળવી રાખવામાં આવ્યું છે. આ કોલ પ્રક્રિયા સમાપ્ત થતાં જ નવા મંત્રીઓની અંતિમ યાદી સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ જશે.
વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યો ને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
મંત્રીઓ અને ધારાસભ્યો ને કરવામાં આવી રહ્યા છે કોલ.
પ્રફૂલ પાનશેરીયા ને મંત્રી મંડળ માં ફરી સ્થાન અપાયું.
પ્રફુલ પાનસેરિયા ને ફોન આવી ગયો..@prafulpbjp @BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp… pic.twitter.com/4YZNYG46e7
મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો સકારાત્મક પ્રતિભાવ
October 17, 2025 8:39 am
ગુજરાતમાં આજે યોજાઈ રહેલા મંત્રીમંડળના શપથવિધિ સમારોહ પૂર્વે રાધનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પોતાનો સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. મંત્રીપદ માટેના સંભવિત નામોની ચર્ચા વચ્ચે લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, "આજે ઉત્સાહનો માહોલ છે, જોઈએ જે થાય એ."
દાદા સરકાર 2.0નું નવું મંત્રીમંડળ લેશે આકાર
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ લેશે શપથ
ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
MLA ક્વાર્ટ્સમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ
રાધનપુરના MLA સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત
પક્ષ તરફથી જે નિર્ણય આવે એ સ્વીકાર્ય: લવિંગજી ઠાકોર
આજે… pic.twitter.com/4yGuFY1dsl
કોડીનારના MLA ડો. પ્રદ્યુમન વાજાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતા
October 17, 2025 8:31 am
ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણના મામલે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા (જન્મ 1969)ને મંત્રીપદમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડો. વાજાને મંત્રીમંડળમાં જોડાવા માટે ફોન આવી ચૂક્યો છે, જેના પગલે વહેલી સવારે તેમના નિવાસસ્થાને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અને પરિવારના સભ્યો ફુલહાર સાથે તૈયારીઓમાં વ્યસ્ત જણાયા હતા. વ્યવસાયે ડોક્ટર એવા પ્રદ્યુમન વાજાએ 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS, DGO અને MDની ડિગ્રી મેળવી હતી, અને ત્યારબાદ 2022માં LLB અને LLMનું શિક્ષણ પણ પૂર્ણ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રતિનિધિત્વ કરીને 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતનારા ડો. વાજા, પોતાના મતવિસ્તારમાં બંધ પડેલી સુગર ફેક્ટરીઓ ફરી શરૂ કરવાના પ્રયાસો માટે પણ જાણીતા છે. આમ, તેમના અનુભવ અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં આ નવા ચહેરાઓનો સમાવેશ થવાની પ્રબળ શક્યતા
October 17, 2025 8:27 am
ગુજરાતમાં આજે શપથ લેનારા નવા મંત્રીમંડળમાં કયા ચહેરાઓને સ્થાન મળશે તે અંગેની ઉત્સુકતા ચરમસીમાએ છે, ત્યારે સૂત્રોના આધારે સંભવિત મંત્રીઓની એક યાદી સામે આવી છે, જેમાં અનેક નવા અને આશ્ચર્યજનક નામોનો સમાવેશ થવાની પ્રબળ શક્યતા છે. આ યાદીમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પક્ષપલટો કરીને આવેલા મજબૂત નેતા અર્જુન મોઢવાડિયા તથા અલ્પેશ ઠાકોર જેવા મોટા નામો છે. આ ઉપરાંત યુવા અને મહિલા પ્રતિભા તરીકે રીવાબા જાડેજા તથા દર્શના વાઘેલાને પણ તક મળી શકે છે. અન્ય સંભવિત નામોમાં ડો. પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, પ્રવીણ માળી, ઉદય કાનગઢ, રમેશ સોલંકી, જયરામ ગાવિત, પીસી બરંડા અને મોરબી દુર્ઘટના વખતે ચર્ચામાં આવેલા કાંતિભાઈ અમૃતિયાનો સમાવેશ થાય છે. અંતમાં, અનિરુદ્ધ દવે અથવા અમિત ઠાકરેમાંથી કોઈ એકને સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓ દ્વારા ભાજપ જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણોને સાધીને 2027 ની ચૂંટણી માટે મજબૂત પાયો નાખવાનો પ્રયાસ કરશે.
નવા મંત્રીઓની શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
October 17, 2025 8:18 am
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ભવ્ય સમારોહમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કુલ 450 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સુરક્ષા વ્યવસ્થામાં 2 Dysp (નાયબ પોલીસ અધિક્ષક), 20 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), અને 30 PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારીઓ સહિતનો મોટો કાફલો ફરજ પર હાજર રહેશે. આ ચુસ્ત બંદોબસ્ત સમારોહમાં હાજર રહેનારા વી.આઈ.પી. મહેમાનો અને સામાન્ય જનતાની સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
ગુજરાતની રાજનીતિના આજે સૌથી મોટા સમાચાર, દાદા સરકાર 2.0 નું નવું મંત્રીમંડળ લેશે શપથ
October 17, 2025 8:02 am
ગુજરાતના રાજકારણ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની 'દાદા સરકાર 2.0'નું નવું મંત્રીમંડળ આજે આકાર લેવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મોટા ફેરફારના ભાગરૂપે, મુખ્યમંત્રી સિવાયના વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યોએ ગઈકાલે પોતાના રાજીનામાં આપી દીધા છે, જે દર્શાવે છે કે મોટાપાયે સર્જરી નિશ્ચિત છે. નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તે અંગેની અટકળો આજે શપથવિધિના સમયે જ સ્પષ્ટ થશે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના મંત્રીમંડળ પૈકીના પાંચથી છ મંત્રીઓને જ રિપીટ કરવામાં આવે તેવી સંભાવના છે, જ્યારે બાકીના તમામ નવા ચહેરાઓને તક આપીને જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
Gujarat New Cabinet Reshuffle 2025 : કોની લાગશે લોટરી, કોનું પત્તુ કપાશે! | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
દાદા સરકારના નવા મંત્રીમંડળની પળેપળની ખબર
કોણ હશે મંત્રીમંડળમાં સૌથી પહેલા જુઓ ગુજરાત ફર્સ્ટ પર
કોણ કેબિનેટ મંત્રી, કોણ રાજ્યકક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર
પળેપળની ખબર સાથે મંત્રીમંડળનુ… pic.twitter.com/w1uVGPNoYI
ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ પૂરજોશમાં
October 17, 2025 7:46 am
ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહના મુખ્ય સ્ટેજને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેન્ડ બાય તરીકે કુલ 29 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. જોકે, મંત્રીમંડળમાં અંતિમ સભ્યોની સંખ્યાની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ આમાંથી અમુક ખુરશીઓ હટાવવામાં આવશે. આ સમારોહની ગરિમા જાળવવા માટે મુખ્ય સ્ટેજની નજીક જ વી.આઈ.પી. મહેમાનો માટે પણ એક ખાસ સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા માટે રાજ્યભરના સાધુ-સંતો પણ વિશેષરૂપે હાજર રહેવાના છે, જેનાથી શપથગ્રહણ સમારોહનું વાતાવરણ વધુ પવિત્ર અને પ્રેરણાદાયક બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
October 17, 2025 7:43 am
ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સવારે થવાની હોવાથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (ગુરુવારે) રાત્રે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકી નહોતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે લગભગ 3 કલાક ચાલેલી મેરેથોન બેઠકને કારણે આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. આજના રોજ સવારે થનારી મુલાકાતમાં મુખ્યમંત્રી, રાજ્યપાલને વર્તમાન મંત્રીમંડળના સભ્યોના રાજીનામાની સત્તાવાર માહિતી સુપરત કરશે અને સાથે જ શપથ લેનારા નવા મંત્રીઓની અંતિમ યાદી પણ સોંપશે, જેના પર રાજ્યપાલની મંજૂરી બાદ શપથવિધિનો માર્ગ મોકળો થશે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ આજે સવારે 11:30 કલાકે શપથ લેશે
October 17, 2025 7:24 am
ગુજરાત રાજ્યમાં રાજકીય ઉત્સુકતાનો અંત લાવીને, રાજ્ય સરકારનું નવું મંત્રીમંડળ આજે સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સંભાવના સેવાઈ રહી છે કે આ શપથવિધિમાં 20 થી 21 જેટલા મંત્રીઓ પદ અને ગુપ્તતાના શપથ લેશે. શપથવિધિ સમાપ્ત થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કેબિનેટની બેઠક યોજાશે, જે આજના દિવસનો સૌથી મહત્વનો રાજકીય કાર્યક્રમ ગણાશે. આ બેઠક દરમિયાન જ નવનિયુક્ત મંત્રીઓને તેમના વિભાગો એટલે કે ખાતાની ફાળવણી કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, વિભાગ પ્રમાણે મંત્રીઓના અંગત સચિવો (PA) અને અંગત મદદનીશો (PS) ની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ, નવા મંત્રીઓ પોતાના પદભાર સંભાળીને સત્તાવાર રીતે કાર્યરત થશે.
Gujarat New Cabinet Reshuffle 2025 : પહેલો દિવસ! નવા મંત્રીમંડળનું પળેપળનું અપડેટ LIVE । Gujarat First https://t.co/evIvUcCtlc
— Gujarat First (@GujaratFirst) October 17, 2025


