Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાબાસાહેબ આંબેડકર મુદ્દે સંસદ પરિસરમાં ધક્કા પોલિટિક્સ, ભાજપ-કોગ્રેસ સામસામે

બાબાસાહેબ આંબેડકર મુદ્દે સંસદ પરિસરમાં ધક્કા પોલિટિક્સ  ભાજપ કોગ્રેસ સામસામે
Advertisement

Parliament LIVE : આજે સંસદ પરિસરમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. ભાજપના સાંસદ ગુસ્સે થયા હતા અને રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ મીડિયાની સામે સમગ્ર ઘટના સંભળાવી અને પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન ધક્કામુક્કી થતા બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા છે. તેમને માથામાં ઈજાઓ થઈ છે. સારંગીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે.

Advertisement

અમિત શાહના નિવેદન પર હોબાળો, લોકસભા-રાજ્યસભા સ્થગિત

December 19, 2024 2:08 pm

Advertisement

આજે (ગુરૂવારે) સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. બાબાસાહેબ આંબેડકરના અપમાનને લઈને વિવાદ પુરજોશમાં ચાલ્યો. વિપક્ષી સાંસદોએ સંસદની બહાર વિરોધ માર્ચ કાઢી પ્રદર્શન કર્યુ હતુ. બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. જે બાદ બંને ગૃહની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આપી પ્રતિક્રિયા

December 19, 2024 1:32 pm

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કી પર રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે, હું રાહુલ ગાંધીને સવાલ કરવા માંગુ છું કે આ શારીરિક શક્તિનુ પ્રદર્શન કરવાની જગ્યા નથી. જો દરેક વ્યક્તિ પોતાની શક્તિનુ પ્રદર્શન કરવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? શક્તી પ્રદર્શન કરવાનો અર્થ શું છે? આ કરાટે અથવા કુંગફુ માટેનું સ્થાન નથી. આ કોઈ રાજાની જાગીર નથી પણ લોકશાહીનું મંદિર છે. આ સ્માર્ટનેસ બતાવવાની જગ્યા નથી. સંસદ એ કોઈ કુસ્તીનું પ્લેટફોર્મ નથી. રાહુલે શારીરિક શક્તિ બતાવી છે. આ બોક્સિંગનો અખાડો નથી. હું રાહુલ ગાંધીની નિંદા કરું છું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રતાપ સારંગી કેસમાં ધક્કામુક્કીના આરોપની ખરાઈ કરવા માટે વિરોધના વીડિયોની તપાસ કરી રહી છે. જો રાહુલે ભાજપના સાંસદને ધક્કો મારતો વીડિયો જોવા મળશે તો ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પહોંચ્યા હોસ્પિટલ

December 19, 2024 1:07 pm

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા છે. આ બંને પ્રતાપ સારંગીની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે. હવે સાંસદોને માર મારવામાં આવશે. ભારતના સંસદીય ઈતિહાસમાં આજ સુધી આવું વર્તન જોવા મળ્યું નથી.

રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

December 19, 2024 12:46 pm

ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. બાંસુરી સ્વરાજ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ અમિત શાહન સાથે મુલાકાત કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કિરણ રિજિજુ પણ સ્પીકરને મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસને સંસદની મર્યાદાઓ સાથે કોઈ લગાવ નથી. અમારા બે સાંસદો ઘાયલ થયા છે. શું સંસદમાં કામ કરવાની આ રીત છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના બે ઘાયલ સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે વાત કરી અને તેમની તબિયત પૂછી. રામમનોહર લોહિયા હોસ્પિટલમાં પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજે તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની ગુંડાગીરીનું બીજું કોઈ ઉદાહરણ નહીં હોય. મને સમજાતું નથી કે, રાહુલ ગાંધી ગુંડાગીરી કરીને શું મેળવશે? હવે સાંસદોને માર મારવામાં આવશે. ભારતના સંસદીય ઈતિહાસમાં આજ સુધી આવું વર્તન જોવા મળ્યું નથી. આ ધક્કામુક્કી પર કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને ફરિયાદ કરી છે. બીજેપી સાંસદો સાથે ધક્કામુક્કી અંગે રાહુલ ગાંધી સામે ફરિયાદ કરવામાં આવી છે.

અમિત શાહાના વિરોધમાં કોંગ્રેસનુ પ્રદર્શન

December 19, 2024 12:38 pm

આ મામલે ઈન્ડિયા બ્લોક આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ઈન્ડિયા બ્લોક રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન સામે વિરોધ કૂચ કરી રહ્યું છે, તેમના રાજીનામા અને માફીની માંગણી કરી રહ્યું છે. સંસદમાં આંબેડકરની પ્રતિમાથી લઈ મકર દ્વાર સુધી આ પદયાત્રા કાઢવામાં આવી રહી છે. ઇન્ડિયા બ્લોકના સાંસદો વાદળી વસ્ત્રો પહેરીને આંબેડકરની પ્રતિમાથી ચાલીને મકર દ્વાર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેમનો ગુનો માફી લાયક નથી. ભાજપનુ સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગેલું છે. કોંગ્રેસે કહ્યું કે, ગૃહમંત્રીએ બાબાસાહેબ વિશે જે કહ્યું છે અમે તેની જ વાત કરી રહ્યા છીએ. અમે તેમના શબ્દોને તોડી મરોડીને નથી કહી કહ્યા. તેઓ માફી માંગવાને બદલે ધમકીઓ આપી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.

રાહુલ ગાંધીએ મીડિયા સામે કર્યો ખુલાસો

December 19, 2024 12:19 pm

પ્રતાપ સારંગીના આરોપો બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કરતી વખતે આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના તમારા કેમેરામાં કેદ હોઈ શકે છે. હું સંસદના પ્રવેશદ્વારથી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાજપના સાંસદોએ મને રોકવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આ ઘટના બની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો મારવામાં આવ્યો છે, પરંતુ ધક્કાથી અમને કોઈ અસર થવાની નથી. આ પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપના સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે, તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.

સારંગીનો રાહુલ પર આરોપ

December 19, 2024 12:10 pm

એવો દાવો કરવામાં આવ્યો છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, ધક્કો વાગતા તે સાંસદ પ્રતાપ સારંગી પર પડ્યો હતો, જેથી સાંરગી પડી ગયા હતા અને તેમને માથામાં ઈજા થઈ હતી. સાંસદ સારંગીએ દાવો કર્યો હતો કે, હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો, જે પાછળથી મારા પર પડ્યો હતો. આ ઘટનાને કારણે તે પણ પડી ગયા હતા. હાલ સારંગીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

This Live Blog has Ended
Advertisement

.

×