Karnataka BJP માં મોટો ફેરબદલ, 10 સાંસદોની ટિકિટ કપાઈ, આ દિગ્ગજો પર રમાયો દાવ...
Karnataka : ભાજપે (BJP) બુધવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં કર્ણાટક (Karnataka )ની 28માંથી 20 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ રાજવી પરિવારના વંશજ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારને મૈસૂરથી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને હાવેરીથી મેદાનમાં ઉતાર્યા છે.
BJP એ કર્ણાટક (Karnataka ) માટે જાહેર કરેલી પ્રથમ યાદીમાંથી 10 વર્તમાન સાંસદોના નામ હટાવી દીધા છે. પાર્ટીએ નવ સાંસદોના સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપી છે, જેમાં બેંગલુરુ ઉત્તરથી પૂર્વ મુખ્યમંત્રી ડીવી સદાનંદ ગૌડા, મૈસૂરથી પ્રતાપ સિમ્હા અને દક્ષિણ કન્નડથી પૂર્વ રાજ્ય ભાજપ (BJP) અધ્યક્ષ નલિન કુમાર કાતિલનો સમાવેશ થાય છે. પાર્ટીએ સદાનંદ ગૌડાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેને બેંગલુરુ નોર્થથી મેદાનમાં ઉતાર્યા છે. શોભા 2014 માં આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી ફરી એકવાર ધારવાડથી ચૂંટણી લડશે. તેઓ 2009 થી સતત આ સીટ જીતી રહ્યા છે.
કોટા શ્રીનિવાસ પૂજારી, જેઓ હાલમાં વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા છે, તેઓ હવે ઉડુપી-ચિકમગલુરથી ચૂંટણી લડશે. બેલ્લારીમાં પાર્ટીએ એસટી સમુદાયના નેતા અને પૂર્વ મંત્રી બી શ્રીરામુલુને મેદાનમાં ઉતાર્યા છે. જાણીતા કાર્ડિયાક સર્જન અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના જમાઈ ડૉ સીએન મંજુનાથને બેંગલુરુ ગ્રામીણ લોકસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યાં તેઓ કોંગ્રેસના વર્તમાન સાંસદ અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ સામે ટકરાશે.
karnataka માં જેમણે પોતાની ઉમેદવારી જાળવી રાખી છે તેમાં અન્નાસાહેબ જોલે (ચિક્કોડી), પીસી ગદ્દીગૌદર (બાગલકોટ), રમેશ જીગાજીનાગી (બીજાપુર), ઉમેશ જાધવ (ગુલબર્ગા), ભગવંત ખુબા (બિદર), પ્રહલાદ જોશી (ધારવાડ), બીવાય રાઘવેન્દ્ર (શિમોગા)નો સમાવેશ થાય છે. મોહન (બેંગ્લોર સેન્ટ્રલ) અને તેજસ્વી સૂર્યા (બેંગલોર દક્ષિણ)ના નામ પણ સામેલ છે.
ભૂતપૂર્વ પ્રધાન વી સોમોનાને તુમકુરથી ટિકિટ આપવામાં આવી છે, જેનું પ્રતિનિધિત્વ જીએસ બસવરાજ દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેમની પત્ની ગાયત્રી સિદ્ધેશ્વરાને દાવણગેરે મતવિસ્તારમાં વર્તમાન સાંસદ જીએમ સિદ્ધેશ્વરાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. કોપ્પલમાં ડૉ. બસવરાજ ક્યાવતૂરને કરાડી સાંગન્નાની જગ્યાએ, બેલ્લારીમાં શ્રીરામુલુને વાય દેવેન્દ્રપ્પાના સ્થાને, હાવેરીમાં બોમાઈને શિવકુમાર ઉદાસીના સ્થાને, દક્ષિણ કન્નડમાં બ્રિજેશ ચૌટાની નિમણૂક કરવામાં આવી છે. મૈસુરમાં કાતિલના સ્થાને નિમણૂક કરવામાં આવી છે, પ્રતાપ સિંહાની જગ્યાએ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારને ટિકિટ મળી છે. જ્યારે ચામરાજનગરમાં શ્રીનિવાસ પ્રસાદની જગ્યાએ એસ બલરાજને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ચામરાજનગરના સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદ અને હાવેરીના સાંસદ શિવકુમાર ઉદાસીએ તેમના વર્તમાન કાર્યકાળના અંત પછી રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ભાજપે (BJP) 2019 ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની કુલ 28 બેઠકોમાંથી 25 બેઠકો કબજે કરી હતી, જ્યારે પક્ષ દ્વારા સમર્થિત અપક્ષનો પણ વિજય થયો હતો.
જુઓ કોની ટિકિટ ક્યાંથી કપાઈ
કોપ્પલથી વર્તમાન સાંસદની ટિકિટ કાપીને બસવરાજ ક્યાવતૂરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
બેલ્લારીથી પણ વર્તમાન સાંસદની ટિકિટ કાપીને શ્રીરામુલુને ટિકિટ આપવામાં આવી છે.
હાવેરીથી વર્તમાન સાંસદની ટિકિટ કાપીને બસવરાજ બોમાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દાવણગેડેથી વર્તમાન સાંસદની ટિકિટ કાપીને ગાયત્રી સિદ્ધેશ્વરાને ટિકિટ મળી છે.
કોટા શ્રીનિવાસને શોભના કરંદલાજેની જગ્યાએ ઉડુપી ચિકમગલુરથી ટિકિટ મળી છે.
શોભનાને બેંગલુરુ નોર્થથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીંથી સદાનંદ ગોડાની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. જોકે, તેણે નવેમ્બરમાં જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
દક્ષિણ કન્નડથી નલીન કુમાર કાતિલની ટિકિટ કાપીને બ્રિજેશ ચૌટાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તમુક્કુરથી જીએસ બસવરાજની જગ્યાએ વી સોમન્નાને ટિકિટ આપવામાં આવી છે.
પ્રતાપ સિંહાની જગ્યાએ કૃષ્ણદત્ત ચમરાજને મૈસુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ચામરાજનગરથી આવનારા ઉમેદવારની ટિકિટ કેન્સલ કરીને એસ બલરાજ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી
આ પણ વાંચો : Elections 2024 : ભોજપુરી અભિનેતા પવન સિંહે ચૂંટણી લડવા હવે શું કર્યું ?
આ પણ વાંચો : કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ