Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ

Banaskantha : રાજ્યમાં લોકસભા 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા (Banaskantha) ના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લેતાં...
banaskantha   કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ
Advertisement

Banaskantha : રાજ્યમાં લોકસભા 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા (Banaskantha) ના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લેતાં ચકચાર મચી ગઇ હતી. ગેનીબેને આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી CRPF કર્મચારી બનીને ફરતો હતો.

Advertisement

ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં વોટીંગ કરી રહ્યા છે. દરમિયાન બપોરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળામાં બનાવાયેલા મતદાન મથકમાં પહોંચ્યા હતા. ગેની બેન ઠાકોરે આરોપ લગાવ્યો કે મતદાન મથકમાં નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને મે ઝડપી લીધો છે.

Advertisement

CRPFનું બોર્ડ મળી આવ્યું

ગેનનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે. પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી છતાં તે દાંતાની ધરેડા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસેથી CRPFનું બોર્ડ મળી આવ્યું છે.

મતદારોને દબાવાનો પ્રયાસ

ગેનીબેન જણાવ્યું કે ધરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં જોવા મળ્યું કે સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજના યુવાનો મતદારોને દબાવાનો પ્રયાસ કરીરહ્યા છે. પાલનપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવાની કોશિશ કરે છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો------- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

આ પણ વાંચો------- Lok Sabha Election 3rd Phase : નડિયાદમાં શખ્સે પગથી કર્યું મતદાન, જાણો શું છે કારણ

આ પણ વાંચો------- Gir : એક મત પડ્યો અને થયું 100 ટકા મતદાન

Tags :
Advertisement

.

×