Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : 'આપ' અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ

Bhavnagar : એક તરફ ભરુચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પેચ ફસાયો છે ત્યારે ભાવનગર બેઠક પર પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હાલ AAP એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર...
bhavnagar    આપ  અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ
Advertisement

Bhavnagar : એક તરફ ભરુચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પેચ ફસાયો છે ત્યારે ભાવનગર બેઠક પર પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હાલ AAP એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર (Bhavnagar) બેઠક પર કકળાટ થઇ રહ્યો છે. જો કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે આ મુદ્દે હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તેને મારા સહિત તમામ કાર્યકરો સ્વીકારીને આગળ વધશે.

ભાવનગરના બદલે ગોધરા અથવા સુરત બેઠક AAP ને મળી શકે

લોકસભા ચૂંટણીમા બેઠકોની વહેંચણીના મુદ્દે ગુજરાતમાં AAP-કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી. અગાઉ જ AAP એ ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ ભરૂચ બેઠક પર સ્વ. અહમદ પટેલના પુત્રએ વાંધો ઉઠાવ્યો છે જેથી પેચ ફસાયો છે. બીજી તરફ સુત્રોએ કહ્યું હતું કે પ્રદેશના અગ્રણી નેતા પણ ભાવનગર બેઠક AAP ને આપવાના મૂડમાં નહિ હોવાનું જાણવા મળે છે. ભાવનગરના બદલે ગોધરા અથવા સુરત બેઠક AAP ને મળી શકે તેમ પણ મનાઇ રહ્યું છે. હાલ AAP એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર બેઠક પર કકળાટ થઇ રહ્યો છે.

Advertisement

ગઠબંધન પર લડવું કે નહી તે નિર્ણય હાઇકમાન્ડ કરશે.

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગઠબંધન પર લડવું કે નહી તે નિર્ણય હાઇકમાન્ડ કરશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમે સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે. હવે આખરી નિર્ણય હાઇકમાન્ડનો છે. પાર્ટીમાં શિસ્ત છે. હાઇકમાન્ડ રાષ્ટ્રીય ફલકને જોઇને કોઇ નિર્ણય કરે તો મારા સહિત તમામ કાર્યકરો વફાદારીથી વધાવીને આગળ વધીશું. અમે તેને સ્વીકારીશું . ભરુચ બેઠક બાબતે તેમણે કહ્યું કે તે પણ હાઇકમાન્ડનો વિષય છે અને તે યોગ્ય નિર્ણય લેશે. મારે નિર્ણય કરવાનો નથી, મારે તો અભિપ્રાય આપવાનો છે. પાર્ટી જે કંઇ નિર્ણય કરશે તેનો અમલ કરાશે.

Advertisement

ભરુચમાં ફૈઝલ પટેલે વાંધો ઉઠાવ્યો છે

ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભરુચના કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે કહ્યું છે કે ગઠબંધન થાય, આ બેઠક કોણે જીતે છે તેનું પણ ધ્યાન હાઈ માન્ડે રાખવું જોઈએ. બીજી તરફ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કહ્યું કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તો વાંધો નથી. આ બેઠક પર આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ધમાચકડી જોવા મળી રહી છે.

આ પણ વાંચો----BHARUCH LOKSABHA : ‘આપ’ સાથેના ગઠબંધનની વાતથી કોંગ્રેસમાં ધમાચકડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×