કોળી મતદારોના પ્રભુત્વવાળા Surendranagar માં કોનું પલડું ભારે?
Surendranagar : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીનું મતદાન હવે પૂર્ણ થયું છે ત્યારે સહુની નજર મહત્વની ગણાતી સુરેન્દ્રનગર (Surendranagar) બેઠક પર પણ છે. કોળી મતદારોના પ્રભુત્વવાળા સુરેન્દ્રનગરમાં કોનું પલડું ભારે? તે સવાલ પુછાઇ રહ્યો છે.
કોળી ઉપરાંત ક્ષત્રિય મતદારોએ EVMમાં ભાવિ કેદ કર્યું
લોકસભા ચૂંટણી બાદ ઝાલાવાડનો સૌથી મોટો સવાલ એ છે કે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગરમાં કોનું પલડું ભારે છે.
કોંગ્રેસના ઋત્વિક મકવાણા કે ભાજપના ચંદુભાઈ શિહોરા જીતશે તેવો સવાલ પુછાઇ રહ્યો છે. બંને ઉમેદવારોનું કોળી ઉપરાંત ક્ષત્રિય મતદારોએ EVMમાં ભાવિ કેદ કર્યું છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સંમેલન પણ યોજાયું હતું
અત્યારે એવું લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં 52.22 ટકા મતદાન તમામ ગણિત બગાડી શકે છે. ક્ષત્રિય આંદોલનની પણ અસર પડશે કે કેમ તે પણ સવાલ છે કારણ કે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સંમેલન પણ યોજાયું હતું. ચુંવાળિયા કોળી-તળપદા કોળી વચ્ચે ટક્કરમાં બાજી કોણ મારશે.
ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા સમાન
આ વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જાહેરસભા યોજાઇ હતી. જો કે ઓછા મતદાનને લીધે હાર-જીતનું સમીકરણ ગુંચવાયું છે. ગત ચૂંટણી કરતાં 3 થી 4 ટકા ઘટ્યું છે. ક્ષત્રિય અને કોળી મતદારોનો વિરોધ આ બેઠક પર અસર કરી શકે છે. હાલ તો બંને પક્ષ જીતનો દાવો કરે છે પણ સુત્રો કહે છે કે ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા સમાન છે.
વિવાદોની અસર પડશે.
કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે. કોળી મતદારો કોને મત આપે છે તેની પર ઉમેદવારોની જીત નિર્ભર રહે છે. વરિષ્ઠ પત્રકાર ભરત પંડ્યાએ કહ્યું કે આ ચૂંટણીમાં સમીકરણ બદલાયેલા છે. અગાઉની ચૂંટણીમાં કોઇ વિવાદ ન હતો અને કોંગ્રેસ પાસે 5 બેઠક હતી છતાં ભાજપ જીત્યું હતું. આ વખતે ભાજપ પાસે બધુ છે છતાં જે વિવાદો ઉભા થયા તેની અસર થઇ શકે છે. લીડમાં આ વખતે ઘટાડો થશે. ગરમી ફેક્ટરની અસર નહી પડે. વિવાદોની અસર ભાજપ પર ચોક્કસપણે પડી શકે છે.
આ પણ વાંચો----- Amreli ના મતદારોનો મિજાજ કોની તરફ રહ્યો
આ પણ વાંચો---- Sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ