Download Apps
Home » Gujarat BJP : ઉમેદવારો સામે ઉઠ્યો વિરોધ વંટોળ

Gujarat BJP : ઉમેદવારો સામે ઉઠ્યો વિરોધ વંટોળ

Gujarat BJP : ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપ (Gujarat BJP) રણનીતિ તૈયાર કરી રહ્યું છે ત્યારે ત્રણ લોકસભા બેઠકો પર ફરીથી અસંતોષ ઉભો થતાં ભાજપમાં ઘમાસાણની સ્થિતિ સર્જાઇ છે.

શિસ્તબદ્ધ પાર્ટીમાં ઉઠ્યો વિરોધ

શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં લોકસભા ચૂંટણીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ વડોદરા અને સાબરકાંઠામાં વ્યાપક અસંતોષ જોતાં ભાજપને ઉમેદવાર બદલવા પડ્યા હતા પણ હવે આ બંને બેઠકો પર ફરીથી ઉમેદવાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠામાં ઉકળતો ચરુ

સાબરકાંઠા, વડોદરા અને વલસાડ બેઠક પર નવા જાહેર થયેલા ઉમેદવારો સામે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા ભાજપમાં તો આજે ઉકળતો ચરુ જોવા મળ્યો હતો. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આજે અઢી હજારથી વધુ કાર્યકરો અને લોકો હિંમતનગર ભાજપ કમલમ ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્યની પત્નીને ટિકિટ આપી છે. કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા માગ કરી હતી. ઉમેદવાર ભાજપના કાર્યકર્તા ન હોવા છતા ટિકિટ આપતા અરવલ્લીમાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 2500 થી વધુ લોકો ભીખાજીના સમર્થનમાં આવ્યા હતા અને મેઘરજથી મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલયમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ભીખાજીના હજારો સમર્થકોએ મોડાસા કમલમનો ઘેરાવ કર્યો હતો. અઢી કલાકના સતત વિરોધ બાદ કમલમથી કાર્યકરો નીકળ્યા હતા. બે હજાર ઉપરાંત કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા.

ભીખાજી મારા મોટાભાઈ સમાન

જો કે વિરોધ બાદ ગુજરાત ફર્સ્ટ પર શોભના બારૈયાએ પ્રતિક્રિયા આપી હતી કે આયાતી ઉમેદવાર જેવું કંઈ નથી. ભાજપમાં અમે નિષ્ઠાથી કામ કરીએ છીએ. જે નારાજ છે તેમને મનાવીને સાથે રાખીને ચાલીશું અને કોઈ મોટો અસંતોષ મને જણાતો નથી. શોભના બારૈયાએ કહ્યું કે હું ચૂંટણી લડીશ અને પાંચ લાખથી વધુ મતની લીડથી જીતીશ. ભીખાજી મારો વિરોધ કરી જ નથી રહ્યા. ભીખાજી મારા મોટાભાઈ સમાન છે.

વડ઼ોદરામાં વોટસએપ ગૃપમાં વિરોધ

બીજી તરફ વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને ડો.હેમાંગ જોશીને ટિકિટ અપાઇ હતી. જેનો સાવલ પંથકમાં વિરોધ જોવા મળ્યો હતો. સાવલી અને ભાદરવા મતવિસ્તારના કાર્યકરો વોટસએપ ગૃપમાં વિરોધ કરતા જોવા મળ્યા હતા અને તેમની ચેટ પણ વાયરલ થઇ હતી.
વોટ્સઅપ ગ્રૂપમાં હેમાંગ જોષી સામે કાર્યકરોએ બાળાપો ઠાલવ્યો હતો.

વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા માગ

ઉપરાંત વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા માગ ઉઠી રહી છે અને ધવલ પટેલને બદલવાની માગ સાથેનું પોસ્ટર વાયરલ થયું હતું. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર રાજકારણ ગરમ થઈ ગયું છે.અહીં પત્રિકા વાયરલ થઈ છે..જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાનો દાવો પત્રિકામાં કરવામાં આવ્યો છે. ઉમેદવાર બદલાવાની માગ કરતો લેટર પણ વાયરલ થયો છે ત્યારે આ મામલે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે દાવો કર્યો કે, આ કોંગ્રેસનું ષડયંત્ર છે અને જણાવ્યું કે, કોંગ્રેસ હારી રહી હોવાથી આ પ્રકારની પ્રવૃતિ કરે છે…

આ પણ વાંચો—- VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

આ પણ વાંચો– BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

આ પણ વાંચો— લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા