Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં શરુ થઇ 'ટના' ટન રાજનીતિ

Gujarat : ગુજરાત (Gujarat ) માં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ટના ટન રાજનીતિ શરુ થઇ છે. Gujarat કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વિટ કર્યા બાદ Gujarat ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ પણ...
gujarat માં શરુ થઇ  ટના  ટન રાજનીતિ
Advertisement

Gujarat : ગુજરાત (Gujarat ) માં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ટના ટન રાજનીતિ શરુ થઇ છે. Gujarat કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વિટ કર્યા બાદ Gujarat ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ પણ કોંગ્રેસ ટના ટન નહીં પણ ના પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન..તેવું ટ્વિટ કર્યું છે.

ચૂંટણી ટાણે જ કદાવર નેતાઓ પાણીમાં બેસી ગયા

ગુજરાત લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાં કદાવર નેતાઓ તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતાઓએ આ વખતે લોકસભાની ચૂંટણી લડવા માટે નનૈયો દર્શાવ્યો છે. રોહન ગુપ્તાએ તો ટિકિટ મળ્યા પછી ચૂંટણી લડવાની ના પાડીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું ત્યારે ચૂંટણી ટાણે જ કદાવર નેતાઓ પાણીમાં બેસી જતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે કફોડી સ્થિતિ પેદા થઇ છે.

Advertisement

વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

એક તરફ છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના અનુભવી નેતાઓ અને ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. અર્જુન મોઢવાડિયા સહિતના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ છોડી દેતાં કોંગ્રેસ માટે ઉમેદવારો શોધવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. ઘણા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, રોહન ગુપ્તા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને હિંમતસિંહ પટેલ તથા શૈલેશ પરમારનો સમાવેશ થાય છે.

Advertisement

નેતાઓ આ વખતે ચૂંટણી લડવાની દુર રહ્યા

આ એવા નેતાઓ છે જેમણે આખી જીંદગી કોંગ્રેસમાં કાઢી છે અને કોંગ્રેસમાંથી રાજકારણની શરુઆત કરી ઘણી ચૂંટણીઓ જીતી પણ છે છતાં લોકસભાની ચૂંટણી ટાણે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દેતાં કાર્યકરો પણ ઉદાસ થઇ ગયા છે. વરિષ્ઠ નેતાઓ ચૂંટણીના મેદાનમાં હોય તો કાર્યકરોનો જુસ્સો જોવા મળે છે પણ આ નેતાઓ આ વખતે ચૂંટણી લડવાની દુર રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાણીમાં બેસી ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું

ભાજપ એક તરફ 400 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે અને ગુજરાતમાં તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે અને વરિષ્ટ નેતાથી માંડીને બૂથ લેવલના કાર્યકર સુધી ફરી એક વાર સરકાર રચવા માટે બહુમતીથી ચૂંટણી જીતવાનો જુસ્સો ધરાવે છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાણીમાં બેસી ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ડો.યજ્ઞેશ દવેએ આજે ટ્વિટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

ભાજપના પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ આજે ટ્વિટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે કોંગ્રેસ ટના ટન નહીં પણ ના પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન..

ટના ટન ના...

તેમણે ટ્વિટમાં લખ્યું કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉ ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરુચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી. તેમણે આગળ કટાક્ષ કર્યો કે રાજકોટથી પરેશ ધાનાણીની ટના ટન ના....અમરેલીથી પ્રતાપ દુધાતની ટના ટન ના....અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટના ટન ના....આણંદથી ભરત સોલંકીની ટના ટન ના...પાટણથી જગદીશ ઠાકોરની ટના ટન ના...અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટના ટન ના....અને અમદાવાદ પશ્ચિમથી શૈલેશ પરમારની ટના ટન ના....તેમના આ ટ્વિટથી રાજકારણ ગરમાયું છે.

હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન

ઉલ્લેખનિય છે કે અગાઉ પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું...... પરેશ ધાનાણીના આ ટ્વિટ સામે ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ વળતું ટ્વિટ કર્યું છે.

આ પણ વાંચો---- Vijapur : સી.જે. ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી

આ પણ વાંચો--- Gujarat BJP : ઉમેદવારો સામે ઉઠ્યો વિરોધ વંટોળ

Tags :
Advertisement

.

×