Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Entertainment: વાહ રે, રાજકારણ, ગૃહમાં લડતા-ઝઘડતા નેતાઓ લગ્ન પ્રસંગમાં તાલ મિલાવીને નાચ્યાં!

BJP સાંસદ નવીન જિંદલ (MP Naveen Jindal)ની પુત્રીના લગ્ન પ્રસંગે રાજકારણનું રૂપ બદલી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગૃહમાં હંમેશા લડતા ઝઘડતા વિવિધ પાર્ટીના સાંસદો સ્ટેજ પર એકસાથે ઝૂમી ઉઠ્યા. BJP, TMC સહિત NCP ના સાંસદ એકસાથે નાચતા જોવા મળ્યા. આ વિરોધી વિચારધારાવાળા નેતાઓના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.
entertainment  વાહ રે  રાજકારણ  ગૃહમાં લડતા ઝઘડતા નેતાઓ લગ્ન પ્રસંગમાં તાલ મિલાવીને નાચ્યાં
Advertisement
  • Entertainment: વિરોધી નેતાઓ એકસાથે સ્ટેજ પર નાચતા દેખાયા
  • સાંસદ નવીન જિંદલની દીકરીના લગ્નના સંગીત સમારોહનો વીડિયો વાયરલ
  • BJP, TMC સહિત NCPના સાંસદે સ્ટેજ પર લગાવ્યા ઠૂમકાં
  • સુપ્રીયા સૂલે, કંગના રણૌત અને મહુઆ મોઈત્રાનો દેખાયો અલગ અંદાજ

Entertainment: રાજકારણને સમજવું સામાન્ય વ્યક્તિના બસની વાત નથી. સત્તા માટે પક્ષ-વિપક્ષના નેતાઓ હંમેશા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા રહેતા હોય છે. અલગ અલગ વિચારધારા ધરાવતા નેતાઓ ભાગ્યેજ એક સ્ટેજ પર એકસાથે જોવા મળતા હોય છે. આવી ઘટનાને દુર્લભ ગણી શકાય. જ્યારે તમામ વાદ-વિવાદ ભૂલીને નેતાઓ એકસાથે મોજ મસ્તી કરતા જોવા મળતા હોય. આવી જ દુર્લભ ક્ષણ સામે આવી છે. જેમાં BJP, TMC સહિત NCP ના સાંસદ એક જ મંચ પર એકસાથે નાચતા જોવા મળ્યા છે. આ દુર્લભ ક્ષણ છે ભાજપ સાંસદ નવીન જિંદલની પુત્રીના લગ્નનો પ્રસંગ. જેમાં એકબીજાના વેરી કહેવાતા સાંસદોએ તમામ જૂની વાતો ભૂલીને પ્રસંગની મન ભરીને મજા માણી હતી.

આ પણ વાંચો- Rajkot Civil Hospital: હોસ્પિટલના TB વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો

Advertisement

તાલથી તાલ મિલાવીને નાચ્યા વિરોધી વિચારધારાવાળા નેતાઓ (Leaders)

ઉદ્યોગપતિ અને સાંસદ (MP) નવીન જિંદલ (Naveen Jindal) ની દીકરી યશસ્વિની જિંદલના લગ્ન પ્રસંગમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્લીમાં જિંદલ નિવાસ સ્થાને સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપ સાંસદ કંગના રણૌત (Kangana Ranaut), તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Mitra) અને એનસીપીના સુપ્રીયા સૂલે (Supriya Sule) એક મંચ પર નાચતા જોવા મળ્યા. ત્રણેય મહિલા સાંસદે બોલીવૂડ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના ટાઈટલ સોંગ પર તાલથી તાલ મિલાવીને ડાન્સ કર્યો હતો. લોકપ્રિય ગીત પર ત્રણેય સાંસદે ધમાકેદાર પર્ફોમન્સ (Performance) આપી હતી.

Advertisement

સાંસદ (Mp) કંગના રણૌત, મહુઆ મોઈત્રા અને સુપ્રીયા સૂલેનો વીડિયો વાયરલ

ત્રણેય મહિલા સાંસદ એકસાથે ડાન્સ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં પણ લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે. સાથે જ યુઝર્સે (Users) મનભરીને રિએક્શન આપ્યા છે. ત્રણેય સાંસદોએ જે રીતે કદમથી કદમ મિલાવીને ડાન્સ કર્યો, તેનાથી લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. પર્ફોમન્સ (Performance) વખતે ખુદ નવીન જિંદલ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. તમામ નેતાઓએ એકસાથે નાચીને સંગીત સમારોહમાં ચારચાંદ લગાવી દીધા હતા. આપનું ધ્યાન દોરી દઈએ કે, સાંસદ કંગના રણૌતે અગાઉ ડાન્સ પ્રેક્ટિસ (Practice)ની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં બાકીના સાંસદો પણ જોવા મળ્યા હતા. કંગનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સાથી સાંસદો સાથે કેટલીક ફિલ્મી ક્ષણો.. હા હા...’

Entertainment Naveen Jindal 01_GUJARAT_FIRST

વાયરલ વીડિયો પર લોકોએ કેવું રિએક્શન (Reaction) આપ્યું?

વિરોધી પાર્ટીઓના સાંસદોને એકસાથે નાચતો વીડિયો વાયરલ (Video viral) થયા પછી લોકોએ અલગ અલગ રિએક્શન આપ્યા છે. એક યુઝર્સે તો એવી કોમેન્ટ (Comment) કરી કે, ‘બધાની મિલીભગત છે.’ અન્યએ લખ્યું કે, ‘ઉદાર લોકશાહી એક મોટી ભદ્ર ક્લબ છે.’ જ્યારે અન્ય શખ્સે લખ્યું કે, ‘અને આ જ લોકો ઝેર ફેલાવે છે.’ તો બીજા વ્યક્તિએ જવાબ આપતા લખ્યું કે, ‘ઠીક છે ભાઈ, તેમને પણ મજા કરવા દો, આવું જ થવું જોઈએ, મતભેદ માત્ર વૈચારિક અને રાજનીતિક હોવા જોઈએ, પર્સનલ નહીં. આ આપણા જેવા સામાન્ય માણસો માટે શીખ છે કે, રાજકીય વિચારો હેઠળ આવીને અંદરો અંદર લડવું ન જોઈએ.’

આ પણ વાંચો- ગ્રાહકો માટે સારા સમાચાર: RBIએ બેંકોની ડિજિટલ સેવાઓ માટે નવા અને કડક નિયમો લાગુ કર્યા, જાણો વિગતો.

જિંદલ પરિવારે પણ સંગીત સમારોહમાં ભાગ લઈને ડાન્સ કર્યો

યશસ્વિની જિંદલ અને શાશ્વત સોમાનીના લગ્નપ્રસંગના સંગીત સમારોહમાં દેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમાં રાજકીય, ઉદ્યોગપતિઓ, ખેલ જગત સહિત બોલીવૂડ સેલેબ્રિટીઝ (Celebrities) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં જિંદલ પરિવારના ચારેય દીકરા રતન, પૃથ્વીરાજ, સજ્જન અને નવીન એકસાથે સ્ટેશ પર નાચીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દલેર મહેંદીના સુપરહિટ સોંગ ‘ના ના ના ના, ના રે’ પર ડાન્સ કર્યો હતો. આ ચારેય ભાઈના ડાન્સનો વીડિયો સજ્જન જિંદલની પત્ની સંગીતા જિંદલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શન આપ્યું હતું કે, બધા જ ભાઈઓને એકસાથે નાચતા જોઈને ભાવુક થઈ ગઈ છું.

જિંદલ પરિવાર વિશે જાણવા જેવું

જિંદલ પરિવારમાં ચાર ભાઈ છે. જેમાંથી સૌથી નાનો ભાઈ નવીન પોતાના પરિવારની જિંદલ સ્ટીલ એન્ડ પાવર (Jindal Steel and Power) કંપનીના ચેરમેન છે. અને સાથે જ તેઓ કુરુક્ષેત્રથી ભાજપના વર્તમાન સાંસદ પણ છે. નવીન જિંદલે વર્ષ 2004માં કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા વર્ષો પછી વર્ષ 2024માં નવીન જિંદલ ભાજપમાં જોડાઈ ગયા હતા. જિંદલ પરિવાર દેશના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી પરિવારોમાંથી એક છે. ફોર્બ્સ (Forbes) એ જાહેર કરેલા ડેટા મુજબ, સાવિત્રી જિંદલના નેતૃત્વવાળા પરિવારની કુલ સંપત્તિ 36 બિલિયન ડૉલરથી પણ વધુ છે.

આ પણ વાંચો- વારાણસીમાં ગંદકી કરવાનો આરોપ વાયરલ થતા એક્ટ્રેસ કંગના રનૌતની 'સ્પષ્ટતા'

Tags :
Advertisement

.

×