Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો
- Delhi માં "બોમ્બની ધમકીનો કેસ ઉકેલાયો
- ધમકી આપનાર સગીર વિદ્યાર્થી ઝડપાયો
- બોમ્બ બ્લાસ્ટની ધમકી ફક્ત એક નાટક
પોલીસે દિલ્હી (Delhi)ની સ્કૂલોમાં બોમ્બની ધમકીના મેસેજ મોકલવાના કેસને ઉકેલી લીધો છે. દિલ્હી પોલીસે આ કેસમાં ધોરણ 12 ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તે છેલ્લા કેટલાક સમયથી દિલ્હી (Delhi)ની અલગ-અલગ શાળાઓમાં ધમકીભર્યા ઈ-મેલ મોકલી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સગીર વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે દિલ્હી (Delhi)ની શાળાઓને એક નહીં પરંતુ ઘણી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મોકલ્યા હતા.
વિદ્યાર્થીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આ મેલ્સ એટલા માટે મોકલ્યા હતા કારણ કે તે સ્કૂલમાં પરીક્ષા આપવા માંગતો ન હતો. દક્ષિણ દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું તેણે આ કોલ કોઈની સલાહ પર કર્યો હતો. હાલ વિદ્યાર્થીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Delhi | The last 23 threat emails received by different schools in Delhi were sent by a 12th-class student. During interrogation, he admitted that he had sent threat emails earlier as well: DCP South Ankit Chauhan, Delhi Police
— ANI (@ANI) January 10, 2025
આ પણ વાંચો : Delhi : પૂર્વાંચલ અપમાન મુદ્દે રાજકીય તણાવ, કેજરીવાલના ઘરની બહાર ભાજપનું પ્રદર્શન
8 અને 13 ડિસેમ્બરે ધમકીઓ મળી હતી...
તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બર, 2024 ના રોજ, દિલ્હી (Delhi)ની 40 થી વધુ શાળાઓને લગભગ 11:38 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેમ્પસમાં બોમ્બ મુકવામાં આવ્યા હતા. જો બોમ્બ ફાટશે તો ભારે નુકસાન થશે. મેલ મોકલનારે બ્લાસ્ટ રોકવા માટે 30 હજાર ડોલરની માંગણી કરી હતી. આ પછી 13 ડિસેમ્બરે દિલ્હી (Delhi)ની 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફોન સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહીં’
આ શાળાઓને ધમકીઓ મળી હતી...
દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે તપાસમાં આ ધમકી માત્ર અફવા હોવાનું બહાર આવ્યું છે. જે 16 શાળાઓને ધમકીઓ મળી હતી તેમાં ભટનાગર પબ્લિક સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ શ્રીનિવાસ પુરી, દિલ્હી પબ્લિક સ્કૂલ ડિફેન્સ કોલોની, ડીપીએસ સફદરજંગ એન્ક્લેવ અને કટેશ પબ્લિક સ્કૂલ રોહિણીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Maha Kumbh 2025 માં બોલિવૂડના અવાજો ગુંજશે, સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી ગાયકોની યાદી


